Vadodaraના અકોટા અને દાંડિયા બજાર વિસ્તાર પાણીમાં થયા ગરકાવ, જન જીવન અસ્ત-વ્યસ્ત

વડોદરામાં સર્વત્ર વિસ્તાર પાણી-પાણી થયોટ્રેક્ટર ડૂબી જાય તેટલા પાણી ભરાયા લોકો સુરક્ષિત સ્થળે આશરો લેવા મજબૂર વડોદરાના અકોટા તેમજ દાંડિયા બજાર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે,આ વિસ્તારોમાં એટલા પાણી ભરાયા છે કે,ઘરની બહાર નિકળવું મુશ્કેલ થયું છે,લોકો સુરક્ષિત સ્થળે આશરો લેવા માટે મજબૂર બન્યા છે,સાથે સાથે તંત્ર દ્રારા ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથધરાઈ છે.વડોદરમાં પાણી ઓસરવારનું નામ નથી લઈ રહ્યું.વડોદરામાં એરફોર્સ સ્ટેન્ડ બાય વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વડોદરાના અનેક રાજમાર્ગો પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે. શહેરના સમા ઊર્મિ બ્રિજથી અમિતનગર સર્કલ સુધી વિશ્વામિત્રી નદીના પાણી આવી ગયા છે. શહેરના મંગલપાંડે રોડ, સમા ગામ, સયાજીગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વડસર, કારેલીબાગ, મુજમહોડા, ફતેગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. આ પરિસ્થિતિને જોતા તંત્રએ આર્મી અને એરફોર્સને સ્ટેન્ડબાય રાખી છે. બે મંત્રીઓ વડોદરા પહોંચ્યા વડોદરામાં ભારે વરસાદને પગલે મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરા જવા નિકળ્યા છે.બન્ને મંત્રીઓ રાહત અને બચાવ કામગીરીનો તાગ મેળવશે.વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુકલ, જિલ્લા કલેક્ટર , મ્યુનિસિપલ કમિશનર સહિત જિલ્લા વહીવટી તંત્ર સાથે સમગ્ર પરિસ્થિતિને લઈ સમીક્ષા બેઠક યોજશે અને ઘટનાનો તાગ મેળવશે,સાથે સાથે અનેક વિસ્તારોની મુલાકાત લઈ જાત નિરીક્ષણ કરશે. ઢાઢર નદીના પાણી શહેરમાં ફરી વળ્યા ઢાઢર નદીના પાણી શહેર નજીકના પોર અને તેની આસપાસના ગામમાં ફરી વળતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે.ઢાઢર નદીના પૂરના પાણી પોર, દોલતપુરા, રામનાથ ઇટોલા અને અણખી ગામ સહિત આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા છે. ગામના અનેક લોકોના પાણીથી પ્રભાવિત છે. રામનાથ ગામના ખેતરમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં વહીવટી તંત્ર ગઈકાલ રાતથી પ્રયાસ કરી રહ્યું હતું. પાણી વધારે હોવાથી ગત રાતે બચાવ કામગીરી શક્ય બની ન હતી. બીજી તરફ, પાણીને કારણે એક તબક્કે વાહન વ્યવહારને પણ અસર થઈ હતી.

Vadodaraના અકોટા અને દાંડિયા બજાર વિસ્તાર પાણીમાં થયા ગરકાવ, જન જીવન અસ્ત-વ્યસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરામાં સર્વત્ર વિસ્તાર પાણી-પાણી થયો
  • ટ્રેક્ટર ડૂબી જાય તેટલા પાણી ભરાયા
  • લોકો સુરક્ષિત સ્થળે આશરો લેવા મજબૂર

વડોદરાના અકોટા તેમજ દાંડિયા બજાર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે,આ વિસ્તારોમાં એટલા પાણી ભરાયા છે કે,ઘરની બહાર નિકળવું મુશ્કેલ થયું છે,લોકો સુરક્ષિત સ્થળે આશરો લેવા માટે મજબૂર બન્યા છે,સાથે સાથે તંત્ર દ્રારા ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથધરાઈ છે.વડોદરમાં પાણી ઓસરવારનું નામ નથી લઈ રહ્યું.

વડોદરામાં એરફોર્સ સ્ટેન્ડ બાય

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વડોદરાના અનેક રાજમાર્ગો પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે. શહેરના સમા ઊર્મિ બ્રિજથી અમિતનગર સર્કલ સુધી વિશ્વામિત્રી નદીના પાણી આવી ગયા છે. શહેરના મંગલપાંડે રોડ, સમા ગામ, સયાજીગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વડસર, કારેલીબાગ, મુજમહોડા, ફતેગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. આ પરિસ્થિતિને જોતા તંત્રએ આર્મી અને એરફોર્સને સ્ટેન્ડબાય રાખી છે.


બે મંત્રીઓ વડોદરા પહોંચ્યા

વડોદરામાં ભારે વરસાદને પગલે મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરા જવા નિકળ્યા છે.બન્ને મંત્રીઓ રાહત અને બચાવ કામગીરીનો તાગ મેળવશે.વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુકલ, જિલ્લા કલેક્ટર , મ્યુનિસિપલ કમિશનર સહિત જિલ્લા વહીવટી તંત્ર સાથે સમગ્ર પરિસ્થિતિને લઈ સમીક્ષા બેઠક યોજશે અને ઘટનાનો તાગ મેળવશે,સાથે સાથે અનેક વિસ્તારોની મુલાકાત લઈ જાત નિરીક્ષણ કરશે.

ઢાઢર નદીના પાણી શહેરમાં ફરી વળ્યા

ઢાઢર નદીના પાણી શહેર નજીકના પોર અને તેની આસપાસના ગામમાં ફરી વળતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે.ઢાઢર નદીના પૂરના પાણી પોર, દોલતપુરા, રામનાથ ઇટોલા અને અણખી ગામ સહિત આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા છે. ગામના અનેક લોકોના પાણીથી પ્રભાવિત છે. રામનાથ ગામના ખેતરમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં વહીવટી તંત્ર ગઈકાલ રાતથી પ્રયાસ કરી રહ્યું હતું. પાણી વધારે હોવાથી ગત રાતે બચાવ કામગીરી શક્ય બની ન હતી. બીજી તરફ, પાણીને કારણે એક તબક્કે વાહન વ્યવહારને પણ અસર થઈ હતી.