Ahmedabad: ગોદરેજ ગાર્ડન સીટી હજુ પાણીમાં, સ્થાનિકો થયા હેરાન પરેશાન, જુઓ Video

અમદાવાદના અનેક વિસ્તારોમાં હજી પાણી તંત્ર દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી સાબિત થઇ પોકળ રોડ રસ્તા તૂટેલા અને પાછા પાણી ભરાતા સ્થાનિકો પરેશાન અમદાવાદમાં સોમવારે જબરદસ્ત વરસાદ પડ્યો. એવો વરસાદ વરસ્યો કે આખુ અમદાવાદ પાણીમાં. એમ કહીએ તો ખોટુ નહી. કારણ કે એક વિસ્તાર બાકી ન હતો કે જ્યાં પાણી ન ભરાયા હોય. એક તરફ ચોમાસુ શરૂ થતા પહેલા તંત્ર દ્વારા પ્રિમોન્સૂનની કામગીરીના નામે ઠેર ઠેર કામો શરૂ કરી દેવામાં આવે છે પરંતુ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા તો ઠેરની ઠેર જ છે. આજે તે બુધવાર થયો. ત્રીજો દિવસ છે. પરંતુ હજી એવા અનેક વિસ્તાર છે જ્યાં હજુ પણ પાણી ઓસરવાનું નામ નથી લેતા. ગોદરેજ ગાર્ડન સીટી હજી પાણીમાં વાત કરીએ ગોતા અને ગોદરેજ ગાર્ડન સિટીની. આ એવો વિસ્તાર છે કે જ્યાં તંત્રની રહેમ નજર હજી પડી નથી. આ એવો વિસ્તાર છે કે જ્યાં કાયમ પાણી ભરાવાની સમસ્યા સર્જાય પણ તેનો કોઇ ઉકેલ આવતો નથી. સોમવારે મેઘો ધોધમાર વરસ્યો તે વાતને પણ બે દિવસ થયા પરંતુ હજી પણ આ વિસ્તારોમાં પાણીનો નિકાલ થયો નથી. દ્રશ્યોમાં જોઇ શકાય કે આખે આખા રોડ હજી પાણીથી ભરેલા છે. લોકોની સોસાયટીમાં પણ પાણી ભરેલા છે. એમ્બ્યુલન્સ કે કેબ પણ આવતી નથી- સ્થાનિક બાળકોએ શાળાએ જવુ હોય કે પછી નોકરી ધંધાએ. કોઇ ઘરની બહાર નીકળી શકતુ નથી. એક સ્થાનિકના જણાવ્યા મુજબ પાણીનો ડિસ્ચાર્જ થતો નથી. પાણી ભરાતા બાળકો શાળાએ નથી જઇ શકતા. બીમાર હોય કોઇ તો એમ્બ્યુલન્સ નથી આવતી. કેબ પણ પીક અપ કરવા આવતી નથી કારણ કે પાણી ભરેલા છે. પાણી ઓછુ થવાને બદલે વધી રહ્યુ છે. છેલ્લા 5 વર્ષથી મોટી મોટી વાતો કરે છે રોડ બનાવાની પણ કોઇ કામ થયુ નથી. દર વર્ષે આવી સમસ્યા જોવા મળે છે તેમ જણાવ્યું હતું.

Ahmedabad: ગોદરેજ ગાર્ડન સીટી હજુ પાણીમાં, સ્થાનિકો થયા હેરાન પરેશાન, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના અનેક વિસ્તારોમાં હજી પાણી
  • તંત્ર દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી સાબિત થઇ પોકળ
  • રોડ રસ્તા તૂટેલા અને પાછા પાણી ભરાતા સ્થાનિકો પરેશાન

અમદાવાદમાં સોમવારે જબરદસ્ત વરસાદ પડ્યો. એવો વરસાદ વરસ્યો કે આખુ અમદાવાદ પાણીમાં. એમ કહીએ તો ખોટુ નહી. કારણ કે એક વિસ્તાર બાકી ન હતો કે જ્યાં પાણી ન ભરાયા હોય. એક તરફ ચોમાસુ શરૂ થતા પહેલા તંત્ર દ્વારા પ્રિમોન્સૂનની કામગીરીના નામે ઠેર ઠેર કામો શરૂ કરી દેવામાં આવે છે પરંતુ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા તો ઠેરની ઠેર જ છે. આજે તે બુધવાર થયો. ત્રીજો દિવસ છે. પરંતુ હજી એવા અનેક વિસ્તાર છે જ્યાં હજુ પણ પાણી ઓસરવાનું નામ નથી લેતા.

ગોદરેજ ગાર્ડન સીટી હજી પાણીમાં

વાત કરીએ ગોતા અને ગોદરેજ ગાર્ડન સિટીની. આ એવો વિસ્તાર છે કે જ્યાં તંત્રની રહેમ નજર હજી પડી નથી. આ એવો વિસ્તાર છે કે જ્યાં કાયમ પાણી ભરાવાની સમસ્યા સર્જાય પણ તેનો કોઇ ઉકેલ આવતો નથી. સોમવારે મેઘો ધોધમાર વરસ્યો તે વાતને પણ બે દિવસ થયા પરંતુ હજી પણ આ વિસ્તારોમાં પાણીનો નિકાલ થયો નથી. દ્રશ્યોમાં જોઇ શકાય કે આખે આખા રોડ હજી પાણીથી ભરેલા છે. લોકોની સોસાયટીમાં પણ પાણી ભરેલા છે.

એમ્બ્યુલન્સ કે કેબ પણ આવતી નથી- સ્થાનિક

બાળકોએ શાળાએ જવુ હોય કે પછી નોકરી ધંધાએ. કોઇ ઘરની બહાર નીકળી શકતુ નથી. એક સ્થાનિકના જણાવ્યા મુજબ પાણીનો ડિસ્ચાર્જ થતો નથી. પાણી ભરાતા બાળકો શાળાએ નથી જઇ શકતા. બીમાર હોય કોઇ તો એમ્બ્યુલન્સ નથી આવતી. કેબ પણ પીક અપ કરવા આવતી નથી કારણ કે પાણી ભરેલા છે. પાણી ઓછુ થવાને બદલે વધી રહ્યુ છે. છેલ્લા 5 વર્ષથી મોટી મોટી વાતો કરે છે રોડ બનાવાની પણ કોઇ કામ થયુ નથી. દર વર્ષે આવી સમસ્યા જોવા મળે છે તેમ જણાવ્યું હતું.