Bhavnagar: તળાજા નજીક ઈકો કારને ડમ્પરે મારી ટક્કર, 11 વિદ્યાર્થીનીઓ થઈ ઘાયલ

તળાજા નજીકનો ભાવનગર સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વારંવાર નાનામોટા અકસ્માતોને લઈ ગોઝારો બને છે. જેમાં આજે બપોરે ચારેક વાગ્યાના અરસામાં બોરડા અને પસ્વી ગામ વચ્ચે આવેલા CNG પમ્પ ખાતેથી ગેસ પુરાવી મહુવા તરફ જતી ઈકો કારને ડમ્પરે હડફેટે લેતા ઈકો કાર પલ્ટી મારી ગઈ હતી. ઈકો કારમાં ચાલક સહિત 11 વિદ્યાર્થીનીઓ સવાર હતી.ઈકો કાર રોડ પર હતી અને ડમ્પર ચાલકે ટક્કર મારી આસરાણા નજીક આવેલી સ્કૂલની વિદ્યાર્થીનીઓ ભાવનગર સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરાટે સ્પર્ધામાં ભાગ લેવા ગઈ હતી, જે ઈકો કારમાં બેસી ઘરે પરત ફરતી હતી. તે દરમિયાન આ અકસ્માત થયો છે.ઈકો કારના ચાલક ગણેશપરી અમરપરીએ જણાવ્યું હતુ કે માયાભાઈ આહીરની જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સીલેન્સની વિદ્યાર્થીનીઓને લઈને પરત ફરતા ગેસ પુરાવી રોડ પર ઈકો કાર લીધી અને થોડો આગળ વધ્યો ત્યારે ડમ્પર ચાલકે ઠોકર મારી હતી. બનાવ સમયે અલંગ પી.આઈ.ખાંટ વાહન લઈ પસાર થતાં હતા, જેથી તેઓએ વાહનમાં ઈજાગ્રસ્તોને બેસાડીને તળાજા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. તમામ વિદ્યાર્થીનીઓ ધોરણ 6 અને 7માં અભ્યાસ કરે છે તળાજા પી.આઈ. એ.બી.ગોહિલે જણાવ્યું હતુ કે પોતાને ખબર મળતા દાઠા પોલીસને જાણ કરતા દાઠા પોલીસ વાહન, બે 108 અને એક ખાનગી વાહન મળી 11 વિદ્યાર્થીનિઓ અને ચાલકને તળાજા હોસ્પિટલમાં ખસેડ્યા. જેમાં બે વિદ્યાર્થીનીઓને રીફર કરવામાં આવી છે. તમામ વિદ્યાર્થીનીઓ ધોરણ 6 અને 7માં અભ્યાસ કરે છે. બનાવના પગલે સદવિચાર હોસ્પિટલના ડો.પરેશ ઝીંઝાળા સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓને વધુ સારવાર માટે માનવતા ખાતર સ્કૂલના શિક્ષક મિત્ર હોય સદવિચાર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

Bhavnagar: તળાજા નજીક ઈકો કારને ડમ્પરે મારી ટક્કર, 11 વિદ્યાર્થીનીઓ થઈ ઘાયલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તળાજા નજીકનો ભાવનગર સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વારંવાર નાનામોટા અકસ્માતોને લઈ ગોઝારો બને છે. જેમાં આજે બપોરે ચારેક વાગ્યાના અરસામાં બોરડા અને પસ્વી ગામ વચ્ચે આવેલા CNG પમ્પ ખાતેથી ગેસ પુરાવી મહુવા તરફ જતી ઈકો કારને ડમ્પરે હડફેટે લેતા ઈકો કાર પલ્ટી મારી ગઈ હતી. ઈકો કારમાં ચાલક સહિત 11 વિદ્યાર્થીનીઓ સવાર હતી.

ઈકો કાર રોડ પર હતી અને ડમ્પર ચાલકે ટક્કર મારી

આસરાણા નજીક આવેલી સ્કૂલની વિદ્યાર્થીનીઓ ભાવનગર સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરાટે સ્પર્ધામાં ભાગ લેવા ગઈ હતી, જે ઈકો કારમાં બેસી ઘરે પરત ફરતી હતી. તે દરમિયાન આ અકસ્માત થયો છે.ઈકો કારના ચાલક ગણેશપરી અમરપરીએ જણાવ્યું હતુ કે માયાભાઈ આહીરની જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સીલેન્સની વિદ્યાર્થીનીઓને લઈને પરત ફરતા ગેસ પુરાવી રોડ પર ઈકો કાર લીધી અને થોડો આગળ વધ્યો ત્યારે ડમ્પર ચાલકે ઠોકર મારી હતી. બનાવ સમયે અલંગ પી.આઈ.ખાંટ વાહન લઈ પસાર થતાં હતા, જેથી તેઓએ વાહનમાં ઈજાગ્રસ્તોને બેસાડીને તળાજા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.

તમામ વિદ્યાર્થીનીઓ ધોરણ 6 અને 7માં અભ્યાસ કરે છે

તળાજા પી.આઈ. એ.બી.ગોહિલે જણાવ્યું હતુ કે પોતાને ખબર મળતા દાઠા પોલીસને જાણ કરતા દાઠા પોલીસ વાહન, બે 108 અને એક ખાનગી વાહન મળી 11 વિદ્યાર્થીનિઓ અને ચાલકને તળાજા હોસ્પિટલમાં ખસેડ્યા. જેમાં બે વિદ્યાર્થીનીઓને રીફર કરવામાં આવી છે. તમામ વિદ્યાર્થીનીઓ ધોરણ 6 અને 7માં અભ્યાસ કરે છે. બનાવના પગલે સદવિચાર હોસ્પિટલના ડો.પરેશ ઝીંઝાળા સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓને વધુ સારવાર માટે માનવતા ખાતર સ્કૂલના શિક્ષક મિત્ર હોય સદવિચાર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.