Chinese દોરીનો ઉપયોગ અટકાવવા પોલીસ સજ્જ, ચાઇનીઝ દોરી વેચતી ઇ-કોમર્સ વેબસાઇટને નોટિસ
ચાઈનીઝ દોરીને લઈને શહેર પોલીસનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ચાઇનીઝ દોરીનું ચોરી છૂપું વેચાણ કરનાર કોઈને છોડવામાં આવશે નહી. જેના માટે પોલીસ દ્વારા ડીકોઈ ગોઠવી અને બાતમીના આધારે ચાઈનીઝ દોરી વેચનાર સામે કેસમાં કરવામાં આવી રહ્યા છે. ઇ કોમર્સ વેબસાઈટ પર પોલીસે તપાસ શરૂ કરી છે.ચાઇનીઝ દોરી વેચતી ઇ-કોમર્સ વેબસાઇટને નોટિસઆ સાથે સાયબર ક્રાઇમની ટીમે વેબસાઈટ પર સર્ચ કરી રહ્યું છે કે ઇ કોમર્સ વેબસાઈટ પર ઓનલાઈન ચાઈનીઝ દોરી ખરીદી થતી હોય તેવી ઇ કોમર્સ વેબસાઈટ ને પોલીસે નોટિસ પાઠવી છે.હાલ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરએ જાહેરનામું બહાર પડ્યું હતું. જેમાં ચાઈનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી તથા ચાઈનિઝ તુક્કલ પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે ચાઈનિઝ દોરી, સિંથેટિક પદાર્થ કોટિંગ અને નોન બાયોડિગ્રેબલ દોરી ઉત્પાદન વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ પ્રતિબંધિતઆ સાથે ધાર્મિક લાગણી દૂભાય તેવા લખાણો પતંગ પર ન લખવા, જોકે જાહેર માર્ગો પર પતંગ ચગાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે કારણકે ટુ વ્હીલર જતા ગળા ભાગે દોરી વાગતા ગંભીર ઇજાઓ થઈ થાય છે. હાલ ચાઈનીઝ દોરીના કેસમાં પકડાયેલ આરોપીની પૂછપરછ કરી તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી પકડાયેલ આરોપીમાં ચાઇનીઝ દોરીનું પ્રોડક્શન ક્યાં થઈ રહ્યું છે જે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.અમદાવાદમાં ફરી ચાઈનીઝ દોરી ઝડપાઇઅમદાવાદના સાબરમતી વિસ્તારમાં પોલીસે ચાઈનીઝ દોરી ઝડપી પાડી છે. ઝોન 2 LCB ની ટીમે ચાઈનીઝ દોરીનો જથ્થા સાથે પ્રકાશ દંતાણી નામના વેપારીની ધરપકડ કરવામાં આવી છે. આ મોતના સોદાગરને સાબરમતીના કૈલાસનગર નજીક ચાઈનીઝ દોરી વેંચતા ઝડપી લીધો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચાઈનીઝ દોરીને લઈને શહેર પોલીસનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ચાઇનીઝ દોરીનું ચોરી છૂપું વેચાણ કરનાર કોઈને છોડવામાં આવશે નહી. જેના માટે પોલીસ દ્વારા ડીકોઈ ગોઠવી અને બાતમીના આધારે ચાઈનીઝ દોરી વેચનાર સામે કેસમાં કરવામાં આવી રહ્યા છે. ઇ કોમર્સ વેબસાઈટ પર પોલીસે તપાસ શરૂ કરી છે.
ચાઇનીઝ દોરી વેચતી ઇ-કોમર્સ વેબસાઇટને નોટિસ
આ સાથે સાયબર ક્રાઇમની ટીમે વેબસાઈટ પર સર્ચ કરી રહ્યું છે કે ઇ કોમર્સ વેબસાઈટ પર ઓનલાઈન ચાઈનીઝ દોરી ખરીદી થતી હોય તેવી ઇ કોમર્સ વેબસાઈટ ને પોલીસે નોટિસ પાઠવી છે.હાલ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરએ જાહેરનામું બહાર પડ્યું હતું. જેમાં ચાઈનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી તથા ચાઈનિઝ તુક્કલ પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે ચાઈનિઝ દોરી, સિંથેટિક પદાર્થ કોટિંગ અને નોન બાયોડિગ્રેબલ દોરી ઉત્પાદન વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.
ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ પ્રતિબંધિત
આ સાથે ધાર્મિક લાગણી દૂભાય તેવા લખાણો પતંગ પર ન લખવા, જોકે જાહેર માર્ગો પર પતંગ ચગાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે કારણકે ટુ વ્હીલર જતા ગળા ભાગે દોરી વાગતા ગંભીર ઇજાઓ થઈ થાય છે. હાલ ચાઈનીઝ દોરીના કેસમાં પકડાયેલ આરોપીની પૂછપરછ કરી તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી પકડાયેલ આરોપીમાં ચાઇનીઝ દોરીનું પ્રોડક્શન ક્યાં થઈ રહ્યું છે જે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
અમદાવાદમાં ફરી ચાઈનીઝ દોરી ઝડપાઇ
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પોલીસે ચાઈનીઝ દોરી ઝડપી પાડી છે. ઝોન 2 LCB ની ટીમે ચાઈનીઝ દોરીનો જથ્થા સાથે પ્રકાશ દંતાણી નામના વેપારીની ધરપકડ કરવામાં આવી છે. આ મોતના સોદાગરને સાબરમતીના કૈલાસનગર નજીક ચાઈનીઝ દોરી વેંચતા ઝડપી લીધો હતો.