GPSC પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા. GPSCની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કીમાં ભૂલ આવતા GPSCએ પ્રોવિઝનલ આન્સર કી અટકાવી. ભૂલ સુધારણા બાદ નવી આન્સર કી જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ખોટા જવાબનો દાવો કર્યો. નેતાએ દાવો કરતાં કહ્યું કે GPSCએ 6 પ્રશ્નોના ખોટા જવાબ જાહેર કર્યા છે. આન્સર કીમાં ગુજરાતની સ્થાપનાના પ્રશ્નમાં જ મોટી ભૂલ થઈ. મળતી માહિતી મુજબ પેપર સેટરની ભૂલના કારણે પ્રોવિઝનલ આન્સર કીમાં ભૂલ થઈ હોવાનું કારણ આગળ કરવામાં આવ્યું છે.
આક્ષેપ પર આપી પ્રતિક્રિયા
યુવરાજસિંહના આક્ષેપો પર GPSC ચેરમેન હસમુખ પટેલે નિવેદન આપ્યું. હસમુખ પટેલે જણાવ્યું કે‘પુરવઠા નિગમની આન્સર કી તજજ્ઞોના આધારે જાહેર કરવામાં આવી છે. આન્સર કીમાં ભૂલ આવતા હવે ખરાઈ કરીને નવી આન્સર કી મુકીશું. ભવિષ્યમાં આ તજજ્ઞનો ઉપયોગ GPSC નહી કરે.હાલમાં GPSCની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કીમાં ભૂલ આવતા અમે એને હોલડ કરી છે. હવે અમે પણ ચેક કરીને ખરાઈ કરીને નવી આન્સર કી મુકીશું. ઓબ્જેક્શન માટે ફી બાબતનો નિર્ણય યથાવત રહેશે. ઓબ્જેક્શન માટે ફી લેવામાં આવશે તેના પર અમે નિર્ણય યથાવત રાખ્યો છે. જેન્યુઈન વિદ્યાર્થીઓને નુકશાન ન જાય તે માટે નિર્ણય કર્યો છે.
ભરતીને લઇ મહત્વનો નિર્ણય
GPSCની ભરતીને લઇ મહત્વનો નિર્ણય કર્યો. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તક મળશે. GPSC બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો.કોલેજ કે સમકક્ષ સંસ્થાના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારનને અનુભવ જરુરી ન હોય તેવી ભરતીઓમાં તક આપવામાં આવી શકે. ફીઝીયોથેરાપી લેક્ચરરની ભરતીમાં રજૂઆત બાદ નિર્ણય લેવાયો.છેલ્લા વર્ષની વિદ્યાર્થીનીઓએ રજૂઆત કરી હતી કે તેમને તક આપવામાં આવે. ફિઝીયોથેરાપિની અંતિમ વર્ષની વિદ્યાર્થીનીઓ ને તક આપવાનો નિર્ણય કરાયો. આયોગની ભરતીમાં અનુભવ ની જરૂર ન હોય તો કોલેજ માં અંતિમ પરિક્ષા માં અભ્યાસ કરતા ઉમેદવારોને તક અપાશે.
સામાન્ય અભ્યાસ માટેનો એક જ અભ્યાસક્રમ રહેશે
બે દિવસ અગાઉ GPSCની પરીક્ષાઓના સિલેબસ અંગે જાહેરાત કરવામાં આવી હતી. GPSCના સામાન્ય અભ્યાસ માટેનો એક જ અભ્યાસક્રમ રહેશે. એટલે કે સામાન્ય જ્ઞાનનો સિલેબસ તમામ ભરતીમાં કોમન કરાયો હતો. આ ઉપરાંત કલાસ 1-2ના સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી બનાવાયો. GPSC પરીક્ષાને લઈને વાંધા કે સૂચનો ઓનલાઇન લઈ શકાશે. તેમજ વાંધા સૂચનો માટે હવે ફી લેવામાં આવશે. ઉમેદવારો પાસેથી ફી પેટે રૂ.100 લેવામાં આવશે. આ ફી ઉમેદવારોને પરત કરવામાં નહીં આવે. ઉમેદવારો દ્વારા વાંધા અરજીનો દુરુઉપયોગ કરાતા ફી લેવાની શરૂઆત કરવામાં આવી. મધ્યપ્રદેશ, હરિયાણા સહિતના રાજ્યોમાં પણ વાંધા સૂચનો માટે ફી લેવામાં આવે છે.