Vadodara મનપાને સિંચાઈ વિભાગનો મોટો આંચકો, પાનમ યોજનાનું રૂ. 1,000 કરોડનું અધધ બિલ ફટકારાયું!

Oct 15, 2026 - 14:30
Vadodara મનપાને સિંચાઈ વિભાગનો મોટો આંચકો, પાનમ યોજનાનું રૂ. 1,000 કરોડનું અધધ બિલ ફટકારાયું!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા મહાનગરપાલિકા (VMC) અને રાજ્યના સિંચાઈ વિભાગ વચ્ચે પાનમ યોજનાને લઈને કરોડો રૂપિયાનો મોટો વિવાદ સામે આવ્યો છે. સિંચાઈ વિભાગ દ્વારા વડોદરા મનપાને પાનમ યોજનાના ભાગરૂપે આશરે 1,000 કરોડ રૂપિયાનું જંગી બિલ ફટકારવામાં આવ્યું છે. આટલી મોટી રકમનું બિલ આવતાં જ પાલિકાના સત્તાધીશો અને શાસક પક્ષમાં સન્નાટો વ્યાપી ગયો છે. આ મામલો હવે વડોદરાના રાજકારણમાં ભારે ગરમાવો લાવી રહ્યો છે.

1970ની ભાગીદારી અને 1990માં રદ કરવાનો આક્ષેપ

આ સમગ્ર વિવાદ સામે ભારતીય જનતા પાર્ટી (BJP)ના જ વરિષ્ઠ નગરસેવક નીતિન ડોંગાએ ખુલ્લેઆમ મેદાનમાં આવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. નીતિન ડોંગાના જણાવ્યા અનુસાર, વર્ષ 1970 માં વડોદરા મનપા પાનમ યોજનામાં વિધિવત ભાગીદાર બની હતી. પરંતુ સિંચાઈ વિભાગે વર્ષ 1990 માં મનપાને કોઈ પણ પ્રકારની પૂર્વ નોટિસ કે જાણ કર્યા વિના એકતરફી નિર્ણય લઈને આ ભાગીદારી રદ કરી દીધી હોવાનો ગંભીર આક્ષેપ તેમણે કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે કાયદાકીય રીતે મનપાની ભાગીદારી હજુ પણ યથાવત છે.

પાલિકાના નાણાં વિકાસ કામોમાં વાપરવા માંગ

નગરસેવક નીતિન ડોંગાએ માંગ કરી છે કે વડોદરાના પ્રજાજનોના ટેક્સના નાણાં આ રીતે સિંચાઈ વિભાગને આપવાને બદલે શહેરના પ્રાથમિક અને ભૌતિક વિકાસ કામોમાં વાપરવા જોઈએ. 1,000 કરોડ જેવી મોટી રકમ જો સિંચાઈ વિભાગને ચૂકવવામાં આવશે તો શહેરના અનેક મહત્વના રોડ, રસ્તા અને પાણી પુરવઠાના વિકાસ કાર્યો અટકી જશે. તેમણે મનપાના સત્તાધીશોને આ મોટું બિલ ન ભરવા અને પાલિકાના હિતમાં કાયદાકીય લડત લડવા માટે સ્પષ્ટ રજૂઆત કરી છે.

આ પણ વાંચો : Ahmedabad News : મિત્રતા ભારી પડી! કુબેરનગરમાં જૂની અદાવતમાં યુવક પર હુમલો, સુનીલ મુરજાની અને પિતા-ભાઈ સામે ફરિયાદ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0