Surat News: બારડોલીમાં શ્રમજીવી પરિવારને કેનાલમાં ફેંકી દેવાની ઘટનામાં એક આરોપી પકડાયો, 3ની શોધખોળ ચાલુ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત જિલ્લાના બારડોલી પંથકમાં શ્રમજીવી પરિવારના તમામ સભ્યોને સેજવાડ નજીક ઉકાઈ-ડાબા કાંઠા કેનાલના ઊંડા પાણીમાં ફેંકી દેવામાં આવ્યા હતા.અજાણી કારમાં સવાર થઈને આવેલા ચાર અજાણ્યા શખ્સોએ આ આખા પરિવારને કારમાંથી સીધા કેનાલમાં ધકેલી દીધા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.કેનાલના ધસમસતા પાણીમાં એકસાથે છ લોકોને ફેંકી દેવાતા ભારે અફરાતફરી સર્જાઈ હતી.આ જીવલેણ હુમલા વચ્ચે પરિવારના 13 વર્ષીય કિશોરે અદભુત હિંમત દાખવી કેનાલમાં રહેલી પાઇપ પકડી રાખી હતી અને પોતાનો જીવ બચાવી લીધો હતો. આ કેસમાં એક આરોપી દયાનંદ ઉર્ફે ખાંડ્યા ઝડપાઈ ગયો છે.
3 વ્યક્તિઓના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા
બારડોલીમાં બનેલી આ ઘટનાની વિગતો મુજબ હત્યારાઓ દ્વારા શ્રમજીવી પરિવારના તમામ સભ્યોને મોતને ઘાટ ઉતારવાના ઈરાદે પાણીના ધસમસતા વહેણમાં ફેંકી દેવાયા હતા.આ હત્યાકાંડ બાદ મહુવાના ડુંગરી પાસેથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેરમાંથી ત્રણ લોકોના મૃતદેહો મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.પરિવારના 6 સભ્યો પૈકી 3 વ્યક્તિઓના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે.ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી બારડોલી પોલીસે તુરંત તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને હત્યામાં સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીની ઓળખ મૂળ મહારાષ્ટ્રના જલગાંવના પરોલા તાલુકાના રહેવાસી દયાનંદ ઉર્ફે ખંડ્યા સંભાજી ભડાને તરીકે થઈ છે.પ્રાથમિક તપાસ મુજબ દયાનંદ ઉર્ફે ખંડ્યાએ પોતાના સાગરીતો સાથે મળીને આ શ્રમજીવી પરિવારને નહેરમાં જીવતો ફેંકી દઈ આ સામૂહિક હત્યા આચરી હતી.
આરોપી ખંડ્યાની આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી
હાલ બારડોલી પોલીસ દ્વારા પકડાયેલા આરોપી ખંડ્યાની આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે જેથી હત્યા પાછળનું સાચું કારણ જાણી શકાય.શ્રમજીવી પરિવાર સાથે આરોપીઓને કોઈ જૂની અંગત અદાવત હતી કે પછી અન્ય કોઈ વેરના કારણે આ નિર્દયી હત્યા કરાઈ તે રહસ્ય હજુ અકબંધ છે.પોલીસ અનુસાર સમગ્ર ઘટના પરથી સાચો પડદો અન્ય મુખ્ય આરોપીઓ પકડાયા બાદ જ ઉઠશે.આ હત્યા કેસમાં સંડોવાયેલા ફરાર સાગરીતોને ઝડપી પાડવા માટે પોલીસે 8 ટીમો બનાવી મહારાષ્ટ્ર ખાતે મોકલી આપી છે અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. નહેરમાં તણાઈ ગયેલા ગુમ થયેલા બે નિર્દોષ બાળકોની શોધખોળ માટે પણ બારડોલી પોલીસ દ્વારા નહેરમાં સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ Surat: બારડોલી પરિવાર હત્યા કેસમાં 13 વર્ષનો કિશોર પોલીસ માટે બન્યો મહત્વપૂર્ણ કડી, તપાસમાં નવો વળાંક
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

