Banaskantha News: ધાનેરામાં પોલીસનો મોટો સપાટો, નેનાવા બોર્ડર પર 569 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે 2 ઇસમો ઝડપાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પંથકમાં નશાના કારોબાર સામે પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરાની નેનાવા બોર્ડર પર આવેલી ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન બાતમી અને શંકાના આધારે પસાર થતા વાહનોની સઘન તપાસ કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન પોલીસે લાખો રૂપિયાની કિંમતનું પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.
569 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અને વાહનો સહિત કુલ 19.47 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસની પ્રાથમિક તપાસમાં પકડાયેલા શખ્સો પાસેથી અંદાજે 569 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. પોલીસ દ્વારા ડ્રગ્સના આ મોટા જથ્થા સાથે અન્ય ચીજવસ્તુઓ અને વાહનો મળીને કુલ રૂ. 19,47,000 નો મસમોટો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાતા સ્થાનિક સ્તરે અને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.

પોલીસ દ્વારા ડ્રગ્સની હેરાફેરીના નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ
નેનાવા ચેકપોસ્ટ પરથી ડ્રગ્સ સાથે ઝડપાયેલા બંને આરોપીઓની પોલીસે અટકાયત કરી લીધી છે. આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કઈ જગ્યાએ પહોંચાડવાનો હતો તે અંગે પોલીસ દ્વારા કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ ગેરકાયદે ડ્રગ્સ હેરાફેરીના નેટવર્કમાં અન્ય કયા-કયા શખ્સો સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Banaskantha News: અમર ઇન્ડસ્ટ્રીઝથી લઈને શ્યામ ડેરી સુધી ફૂડ વિભાગનો સપાટો, 11 લાખનો દંડ!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

