Vadodaraની SSG હોસ્પિટલ ફરી આવી વિવાદમાં,એમ્બ્યુલન્સનો ડ્રાઈવર ટાંકા લેતો હોવાનો Video વાયરલ

SSG હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઇવરે દર્દીના લીધા ટાંકા હોસ્પિટલના તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા ઘટનાની સંપૂર્ણ તપાસ થશેઃ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ SSG હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી રહે છે. ત્યારે SSG હોસ્પિટલ ફરી એક વખત વિવિદમાં આવી છે. હાલમાં વડોદરાની SSG હોસ્પિટલમાં ડ્રાઈવરે દર્દીના ટાંકા લેતો હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો SSG હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગનો હોવાનું અનુમાન છે. SSG હોસ્પિટલનો વાયરલ થયેલ વીડિયોની સંદેશ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી. વીડિયો સામે આવ્યા બાદ હોસ્પિટલ તંત્ર આવ્યું એક્શન મોડમાં SSG હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનો ડ્રાઈવર નિષ્ણાત તબીબની જેમ ટાંકા લેતો હતો. આ વીડિયો સામે આવતા હોસ્પિટલ તંત્ર એક્શનમાં આવ્યું છે. હાલ વાયરલ થયેલા વીડિયો મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વાયરલ વીડિયોમાં એમ્બ્યુલન્સ કોની માલિકીની છે અને ડ્રાઈવર કોણ છે તે અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ખાનગી એમ્બ્યુલન્સનો ડ્રાઈવર ટાંકા લેતો હોવાનો વીડિયો વાયરલ ખાનગી એમ્બ્યુલન્સનો ડ્રાઈવર દર્દીના ટાંકા લેતો વીડિયો સામે આવતા SSG હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ રંજન ઐય્યરે કહ્યું કે, મારા ધ્યાને આ વીડિયો આવ્યો છે. હાલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. તેમજ આ વીડિયોનું વિશ્લેષણ કરવામાં આવશે. SSG હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે આપ્યું નિવેદન વધુમાં રંજન ઐય્યરે કહ્યું કે, જો અનઅધિકૃત વ્યક્તિ હતો તો કોણે ગ્લોઝ અને સાધનો કોણે પૂરા પાડ્યા તેની પણ તપાસ કરવામાં આવી છે. સમગ્ર ઘટના બાબતે જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. SSG હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં આવતી રહે છે. ત્યારે SSG હોસ્પિટલમાં દર્દીના સ્વાસ્થ્ય સાથે છેડા થાય તો જવાબદારી કોની તેવા વેધક સવાલ ઉઠ્યા છે. વાયરલ થયેલ વીડિયો મામલે SSG હોસ્પિટલનું તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું. અગાઉ SSG હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મીઓની બેદરકારી સામે આવી હતી ઉલ્લેખનીય છેકે, થોડા દિવસો પહેલા વડોદરામાં SSG હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મીઓની બેદરકારી સામે આવી હતી. જેમાં પહેલા માળેથી બોક્સો નીચે નાખતા બોક્સ તૂટ્યા હતા. તેમાં દવા, ગ્લુકોઝની બોટલના બોક્સો નીચે નાખતા કેમેરામાં કેદ થયા હતા. રાજસ એન્ટરપ્રાઇઝને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ત્યારે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે પગલા ભરવા માગ ઉઠી રહી હતી. SSG હોસ્પિટલમાં આવેલી કેન્ટીની મોટી બેદરકારી સામે આવી હતી વડોદરાની SSG હોસ્પિટલમાં આવેલી કેન્ટીની મોટી બેદરકારી સામે આવી હતી. જેમાં કેન્ટીનના કોન્ટ્રાકટર દ્રારા સડેલા શાકભાજી અને કઠોળ ખુલ્લામાં જોવા મળ્યા હતા.વડોદરા આરોગ્ય વિભાગની ટીમે SSG હોસ્પિટલમાં દરોડા પાડયા હતા.અગાઉ પણ દરોડા પાડયા હતા અને જરૂરી સૂચનાઓ આપી હતી તેમ છત્તા કેન્ટીન ચલાવનાર કોન્ટ્રાકટરને આ બાબતને ધ્યાને લીધી ન હતી. હોસ્પિટલમાં રોજના હજારો લોકો જમવા તેમજ નાસ્તો કરવા માટે આવતા હોય છે.ત્યારે શું કમાવવાની લાલચે આ કોન્ટ્રાકટરો લોકોને ખરાબ અને સડેલું ખવડાવશે? કેન્ટીનમાં નિયમોના ધજાગરા જોવા મળ્યા હતા.

Vadodaraની SSG હોસ્પિટલ ફરી આવી વિવાદમાં,એમ્બ્યુલન્સનો ડ્રાઈવર ટાંકા લેતો હોવાનો Video વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • SSG હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઇવરે દર્દીના લીધા ટાંકા
  • હોસ્પિટલના તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા
  • ઘટનાની સંપૂર્ણ તપાસ થશેઃ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ

વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ SSG હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી રહે છે. ત્યારે SSG હોસ્પિટલ ફરી એક વખત વિવિદમાં આવી છે. હાલમાં વડોદરાની SSG હોસ્પિટલમાં ડ્રાઈવરે દર્દીના ટાંકા લેતો હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો SSG હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગનો હોવાનું અનુમાન છે. SSG હોસ્પિટલનો વાયરલ થયેલ વીડિયોની સંદેશ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી.

વીડિયો સામે આવ્યા બાદ હોસ્પિટલ તંત્ર આવ્યું એક્શન મોડમાં

SSG હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનો ડ્રાઈવર નિષ્ણાત તબીબની જેમ ટાંકા લેતો હતો. આ વીડિયો સામે આવતા હોસ્પિટલ તંત્ર એક્શનમાં આવ્યું છે. હાલ વાયરલ થયેલા વીડિયો મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વાયરલ વીડિયોમાં એમ્બ્યુલન્સ કોની માલિકીની છે અને ડ્રાઈવર કોણ છે તે અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ખાનગી એમ્બ્યુલન્સનો ડ્રાઈવર ટાંકા લેતો હોવાનો વીડિયો વાયરલ

ખાનગી એમ્બ્યુલન્સનો ડ્રાઈવર દર્દીના ટાંકા લેતો વીડિયો સામે આવતા SSG હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ રંજન ઐય્યરે કહ્યું કે, મારા ધ્યાને આ વીડિયો આવ્યો છે. હાલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. તેમજ આ વીડિયોનું વિશ્લેષણ કરવામાં આવશે.

SSG હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે આપ્યું નિવેદન

વધુમાં રંજન ઐય્યરે કહ્યું કે, જો અનઅધિકૃત વ્યક્તિ હતો તો કોણે ગ્લોઝ અને સાધનો કોણે પૂરા પાડ્યા તેની પણ તપાસ કરવામાં આવી છે. સમગ્ર ઘટના બાબતે જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. SSG હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં આવતી રહે છે. ત્યારે SSG હોસ્પિટલમાં દર્દીના સ્વાસ્થ્ય સાથે છેડા થાય તો જવાબદારી કોની તેવા વેધક સવાલ ઉઠ્યા છે. વાયરલ થયેલ વીડિયો મામલે SSG હોસ્પિટલનું તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું.

અગાઉ SSG હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મીઓની બેદરકારી સામે આવી હતી

ઉલ્લેખનીય છેકે, થોડા દિવસો પહેલા વડોદરામાં SSG હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મીઓની બેદરકારી સામે આવી હતી. જેમાં પહેલા માળેથી બોક્સો નીચે નાખતા બોક્સ તૂટ્યા હતા. તેમાં દવા, ગ્લુકોઝની બોટલના બોક્સો નીચે નાખતા કેમેરામાં કેદ થયા હતા. રાજસ એન્ટરપ્રાઇઝને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ત્યારે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે પગલા ભરવા માગ ઉઠી રહી હતી.

SSG હોસ્પિટલમાં આવેલી કેન્ટીની મોટી બેદરકારી સામે આવી હતી

વડોદરાની SSG હોસ્પિટલમાં આવેલી કેન્ટીની મોટી બેદરકારી સામે આવી હતી. જેમાં કેન્ટીનના કોન્ટ્રાકટર દ્રારા સડેલા શાકભાજી અને કઠોળ ખુલ્લામાં જોવા મળ્યા હતા.વડોદરા આરોગ્ય વિભાગની ટીમે SSG હોસ્પિટલમાં દરોડા પાડયા હતા.અગાઉ પણ દરોડા પાડયા હતા અને જરૂરી સૂચનાઓ આપી હતી તેમ છત્તા કેન્ટીન ચલાવનાર કોન્ટ્રાકટરને આ બાબતને ધ્યાને લીધી ન હતી. હોસ્પિટલમાં રોજના હજારો લોકો જમવા તેમજ નાસ્તો કરવા માટે આવતા હોય છે.ત્યારે શું કમાવવાની લાલચે આ કોન્ટ્રાકટરો લોકોને ખરાબ અને સડેલું ખવડાવશે? કેન્ટીનમાં નિયમોના ધજાગરા જોવા મળ્યા હતા.