Vadodaraના ડેસરમા પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીના પતિ સહિત બે દીકરાઓએ કરી હત્યા

ડેસર તાલુકાના પ્રતાપપુરા ખાખરીયા ફળિયામાં રહેતા મહેશ ઉર્ફે પોપટ જશવંતસિંહ પરમાર ઉ. વર્ષ ૩૫, તેની પત્ની વર્ષાબેન અને બે નાની દીકરીઓ રીન્કુ અને શીતલ સાથે રહે છે ડમ્પર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેમના જ ખાખરીયા ફળિયા માં રહેતા ગણપત ઉર્ફે ગણો મગનભાઈ પરમારની પત્ની સંગીતા સાથે મહેશ પરમારને પ્રેમ સંબંધ બંધાયો હતો બેસતા વર્ષની મધ્યરાત્રી દરમિયાન પ્રેમી મહેશ ઉર્ફે પોપટ સંગીતાને મળવા માટે આવ્યો હતો પરંતુ તેને ક્યાં ખબર હતી કે આજે તેની છેલ્લી મુલાકાત છે. ફળિયામાં બધા થયા ભેગા રાત્રી દરમિયાન ખાખરીયા ફળિયામાં રહેતા રમેશભાઈ જેણાભાઈ ચૌહાણ ના ઘરના દરવાજા સામે રસ્તા ઉપર‌ કાળ બનીને ત્રાટકેલા ગણપત પરમાર અને તેના બે દીકરા ભૂખ્યા વરૂની જેમ મહેશ ઉર્ફે પોપટ પરમાર ઉપર તૂટી પડ્યા હતા ઉપરા છાપરી માથામાં દંડાના ફટકા મારી લોહી લુહાણ કરી ભોય ભેગો કરી દીધો હતો ત્યારબાદ જાણે કંઈ થયું જ નથી તેમ ઘરે જતા રહ્યા હતા તે અરસામાં જેના ઘરની પાસે હત્યા થઈ હતી તે રમેશભાઈની પત્નીએ બુમાબૂમ કરતા ફળીયામાં ટોળા ભેગા થઈ ગયા હતા બીજી તરફ ગણપત પરમારની પત્ની સંગીતા પણ પતિનો મિજાજ પારખી જતા ‌હવે તેને પણ જીવતી નહીં મૂકે તેવા ડર ના કારણે રાત્રિના અંધારામાં ઘર છોડી ભાગી છુટ્ટી હતી. ડોકટરે મૃત જાહેર કર્યો પ્રતાપપુરાના ગ્રામજને નજીકના રાજપુર ગામમાં રહેતા મહેશ ઉર્ફે પોપટ પરમાર ના ફોઈ સુમિત્રાબેન અને ફુવા કરણસિંહ ચૌહાણને ફોન કરીને જાણ કરતા ફોઈ સુમિત્રાબેન અને તેઓનો દીકરો બાઈક લઈને પ્રતાપપુરાના ખાખરીયા ફળિયામાં વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં આવી પહોંચ્યા હતા પોતાનો ભત્રીજો મહેશ પરમાર રસ્તા ઉપર લોહી લુહાણ અવસ્થામાં પડ્યો હતો માથા અને મોઢામાંથી સતત લોહી નીકળતું હતું તે દરમિયાન તાત્કાલિક 108 નો સંપર્ક કરી ડેસર સરકારી હોસ્પિટલે લઈ જવાયો હતો ત્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે મહેશ પરમારને મૃત જાહેર કર્યો હતો. લોકોમા રોષની લાગણી ડેસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા ફરજ ઉપરના પી.આઈ વી એન ચૌધરી એ ઘટના સ્થળે દોડી જઈ સુમિત્રાબેન ચૌહાણની ફરિયાદના આધારે ગુનો નોંધી મહેશના મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસમા જોતરાયા હતા,પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય હત્યારા પિતા પુત્રોને ઝડપી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.આ હત્યાકાંડથી બે પરિવારો ના ઘર બરબાદ થયા છે બે દીકરીઓના પિતા મહેશ ઉર્ફે પોપટની હત્યા કરાતા માતા લીલા બેન અને પત્ની વર્ષાબેન ઉપર આભ ફાટ્યું હતું જ્યારે હત્યા કરનાર ગણપત પરમાર સહિત બંને દીકરાઓને પોલીસે અટકાયત કરી પત્ની સંગીતા ઘર છોડીને ભાગી ગઈ છે.હવે માત્ર તેઓનું ખુલ્લુ મકાન ખાખરીયા ફળિયામાં જોવા મળી રહ્યું છે.  

Vadodaraના ડેસરમા પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીના પતિ સહિત બે દીકરાઓએ કરી હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ડેસર તાલુકાના પ્રતાપપુરા ખાખરીયા ફળિયામાં રહેતા મહેશ ઉર્ફે પોપટ જશવંતસિંહ પરમાર ઉ. વર્ષ ૩૫, તેની પત્ની વર્ષાબેન અને બે નાની દીકરીઓ રીન્કુ અને શીતલ સાથે રહે છે ડમ્પર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેમના જ ખાખરીયા ફળિયા માં રહેતા ગણપત ઉર્ફે ગણો મગનભાઈ પરમારની પત્ની સંગીતા સાથે મહેશ પરમારને પ્રેમ સંબંધ બંધાયો હતો બેસતા વર્ષની મધ્યરાત્રી દરમિયાન પ્રેમી મહેશ ઉર્ફે પોપટ સંગીતાને મળવા માટે આવ્યો હતો પરંતુ તેને ક્યાં ખબર હતી કે આજે તેની છેલ્લી મુલાકાત છે.

ફળિયામાં બધા થયા ભેગા

રાત્રી દરમિયાન ખાખરીયા ફળિયામાં રહેતા રમેશભાઈ જેણાભાઈ ચૌહાણ ના ઘરના દરવાજા સામે રસ્તા ઉપર‌ કાળ બનીને ત્રાટકેલા ગણપત પરમાર અને તેના બે દીકરા ભૂખ્યા વરૂની જેમ મહેશ ઉર્ફે પોપટ પરમાર ઉપર તૂટી પડ્યા હતા ઉપરા છાપરી માથામાં દંડાના ફટકા મારી લોહી લુહાણ કરી ભોય ભેગો કરી દીધો હતો ત્યારબાદ જાણે કંઈ થયું જ નથી તેમ ઘરે જતા રહ્યા હતા તે અરસામાં જેના ઘરની પાસે હત્યા થઈ હતી તે રમેશભાઈની પત્નીએ બુમાબૂમ કરતા ફળીયામાં ટોળા ભેગા થઈ ગયા હતા બીજી તરફ ગણપત પરમારની પત્ની સંગીતા પણ પતિનો મિજાજ પારખી જતા ‌હવે તેને પણ જીવતી નહીં મૂકે તેવા ડર ના કારણે રાત્રિના અંધારામાં ઘર છોડી ભાગી છુટ્ટી હતી.


ડોકટરે મૃત જાહેર કર્યો

પ્રતાપપુરાના ગ્રામજને નજીકના રાજપુર ગામમાં રહેતા મહેશ ઉર્ફે પોપટ પરમાર ના ફોઈ સુમિત્રાબેન અને ફુવા કરણસિંહ ચૌહાણને ફોન કરીને જાણ કરતા ફોઈ સુમિત્રાબેન અને તેઓનો દીકરો બાઈક લઈને પ્રતાપપુરાના ખાખરીયા ફળિયામાં વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં આવી પહોંચ્યા હતા પોતાનો ભત્રીજો મહેશ પરમાર રસ્તા ઉપર લોહી લુહાણ અવસ્થામાં પડ્યો હતો માથા અને મોઢામાંથી સતત લોહી નીકળતું હતું તે દરમિયાન તાત્કાલિક 108 નો સંપર્ક કરી ડેસર સરકારી હોસ્પિટલે લઈ જવાયો હતો ત્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે મહેશ પરમારને મૃત જાહેર કર્યો હતો.

લોકોમા રોષની લાગણી

ડેસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા ફરજ ઉપરના પી.આઈ વી એન ચૌધરી એ ઘટના સ્થળે દોડી જઈ સુમિત્રાબેન ચૌહાણની ફરિયાદના આધારે ગુનો નોંધી મહેશના મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસમા જોતરાયા હતા,પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય હત્યારા પિતા પુત્રોને ઝડપી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.આ હત્યાકાંડથી બે પરિવારો ના ઘર બરબાદ થયા છે બે દીકરીઓના પિતા મહેશ ઉર્ફે પોપટની હત્યા કરાતા માતા લીલા બેન અને પત્ની વર્ષાબેન ઉપર આભ ફાટ્યું હતું જ્યારે હત્યા કરનાર ગણપત પરમાર સહિત બંને દીકરાઓને પોલીસે અટકાયત કરી પત્ની સંગીતા ઘર છોડીને ભાગી ગઈ છે.હવે માત્ર તેઓનું ખુલ્લુ મકાન ખાખરીયા ફળિયામાં જોવા મળી રહ્યું છે.