Sayla તાલુકા પંચાયતના વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ ફોટાઓ મુકાતા ચકચાર

ભાજપ દ્વારા હાલ સદસ્યતા અભિયાન ચાલી રહ્યુ છે. જેમાં હોદ્દેદારોને ટારગેટ આપવામાં આવતા તેઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. ત્યારે સાયલા તાલુકા પંચાયતના વોટસ એપ ગ્રુપમાં તાલુકા પંચાયતના સભ્યનો ફોન હેક થતા સદસ્યતા અભિયાનની લીંક સાથે તેમના નંબર પરથી અશ્લીલ ફોટાઓ પણ મુકી દેવાતા ચકચાર ફેલાઈ છે.જિલ્લામાં હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ સદસ્યતા અભિયાન ચલાવાઈ રહ્યુ છે. જેમાં ભાજપના કાર્યકરો, સંગઠ્ઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને રીતસરના ટારગેટ દેવાયા છે. ટારગેટ પુરા નહીં થાય તો પક્ષમાં વેલ્યુ નહી રહે તે ડરથી કાર્યકરોની ઉંઘ હરામ થઈ ગઈ છે. ત્યારે સાયલા તાલુકા પંચાયતના એક સભ્યનો ફોન સાયબર ગઠિયા દ્વારા હેક થતાં સાયલા તાલુકા પંચાયતના વોટસએપ ગ્રુપમાં સદસ્ય બનવાની લીંક સાથે અશ્લીલ ફોટાઓ મુકી દેતા ચકચાર ફેલાઈ છે. આ અંગેના કોઈએ સ્ક્રીન શોટ પાડીને વાયરલ તેનો ફોટો વાયરલ કરી દીધો હતો. આ બનાવથી સાયલા પંથકમાં ચર્ચાનું બજાર ગરમ થઈ ગયુ છે. જોકે, આ અંગેની જાણ થતા તાલુકા પંચાયતના સભ્યે આ ફોટાઓ ડીલીટ કરી દીધા હતા.

Sayla તાલુકા પંચાયતના વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ ફોટાઓ મુકાતા ચકચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાજપ દ્વારા હાલ સદસ્યતા અભિયાન ચાલી રહ્યુ છે. જેમાં હોદ્દેદારોને ટારગેટ આપવામાં આવતા તેઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. ત્યારે સાયલા તાલુકા પંચાયતના વોટસ એપ ગ્રુપમાં તાલુકા પંચાયતના સભ્યનો ફોન હેક થતા સદસ્યતા અભિયાનની લીંક સાથે તેમના નંબર પરથી અશ્લીલ ફોટાઓ પણ મુકી દેવાતા ચકચાર ફેલાઈ છે.

જિલ્લામાં હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ સદસ્યતા અભિયાન ચલાવાઈ રહ્યુ છે. જેમાં ભાજપના કાર્યકરો, સંગઠ્ઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને રીતસરના ટારગેટ દેવાયા છે. ટારગેટ પુરા નહીં થાય તો પક્ષમાં વેલ્યુ નહી રહે તે ડરથી કાર્યકરોની ઉંઘ હરામ થઈ ગઈ છે. ત્યારે સાયલા તાલુકા પંચાયતના એક સભ્યનો ફોન સાયબર ગઠિયા દ્વારા હેક થતાં સાયલા તાલુકા પંચાયતના વોટસએપ ગ્રુપમાં સદસ્ય બનવાની લીંક સાથે અશ્લીલ ફોટાઓ મુકી દેતા ચકચાર ફેલાઈ છે. આ અંગેના કોઈએ સ્ક્રીન શોટ પાડીને વાયરલ તેનો ફોટો વાયરલ કરી દીધો હતો. આ બનાવથી સાયલા પંથકમાં ચર્ચાનું બજાર ગરમ થઈ ગયુ છે. જોકે, આ અંગેની જાણ થતા તાલુકા પંચાયતના સભ્યે આ ફોટાઓ ડીલીટ કરી દીધા હતા.