Than: ચાંદરેલિયા રેલવે ફાટક પાસે રિક્ષા પલટી ખાઈ જતાં પિતા-પુત્રને ઈજા

સાયલા-લીંબડી હાઈવે પર પીકઅપ વાહન પાછળ ટ્રક અથડાઈથાનથી પુસ્તકો લઈ રિક્ષામાં ઘરે જતા હતા ત્યારે ચાલકે કાવુ મારતા રિક્ષા પલટી ખાઈ ગઈ રિક્ષા ચાલકે ગફલતભરી રીતે ચલાવીને કાવુ મારતા રિક્ષા બાઈક સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી ઝાલાવાડના સાયલા અને ચુડા પોલીસ મથકે અકસ્માતના 2 બનાવ નોંધાયા છે. જેમાં થાન તાલુકાના નળખંભા ગામે રહેતા 48 વર્ષીય રવજીભાઈ જીવણભાઈ સારલા તેમના પુત્ર મહીપતને સ્કુલના પુસ્તકો લેવાના હોય સાથે લઈને થાન ગયા હતા. જયાંથી રિક્ષામાં પિતા-પુત્ર પરત ફરતા હતા. ત્યારે ચાંદરેલીયા ગામના ફાટક પાસે સામેથી બાઈક આવતુ હોય રિક્ષા ચાલકે ગફલતભરી રીતે ચલાવીને કાવુ મારતા રિક્ષા બાઈક સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. જેમાં રવજીભાઈ અને તેમના પુત્ર 13 વર્ષીય મહીપતને ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. બનાવની સાયલા પોલીસ મથકે રિક્ષા ચાલક ધારાડુંગરી ગામના પ્રેમજીભાઈ રઘાભાઈ સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ એચ.એન.ઝાલા ચલાવી રહ્યા છે. જયારે રાજકોટ જિલ્લાના કોટડા તાલુકાના સાપર ગામે રહેતા વિષ્ણુદાસ ઓધવદાસ ગોંડલીયા તા. 9મી જુલાઈના રોજ રાત્રે પીકઅપ કારમાં સીએનસી મશીન લઈને પાલનપુર જવા નીકળ્યા હતા. મોડી રાત્રે દોઢ કલાકે તેઓ સાયલા-લીંબડી હાઈવે પર આવેલ ચૂડા તાલુકાના નવી મોરવાડ પાસે બીહારી ઢાબા પાસે ઉભેલ એક ટ્રક પાછળ પીકઅપ પાર્ક કરીને ચા-નાસ્તો કરવા ગયા હતા. ત્યારે સાયલા તરફથી આવતી એક ટ્રકે પીકઅપ પાછળ અથડાવી અકસ્માત કર્યો હતો. જેમાં આગળ ઉભેલી ટ્રક સાથે પણ પીકઅપ અથડાવાથી બન્ને તરફ ટોટલ લોસ થઈ ગઈ હતી. બનાવની પાછળથી અકસ્માત કરનાર ટ્રકના ચાલક રાજેશ ચીન્નાથંબી એમબીશી સામે ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ ડી.પી.બારૈયા ચલાવી રહ્યા છે.

Than: ચાંદરેલિયા રેલવે ફાટક પાસે રિક્ષા પલટી ખાઈ જતાં પિતા-પુત્રને ઈજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાયલા-લીંબડી હાઈવે પર પીકઅપ વાહન પાછળ ટ્રક અથડાઈ
  • થાનથી પુસ્તકો લઈ રિક્ષામાં ઘરે જતા હતા ત્યારે ચાલકે કાવુ મારતા રિક્ષા પલટી ખાઈ ગઈ
  • રિક્ષા ચાલકે ગફલતભરી રીતે ચલાવીને કાવુ મારતા રિક્ષા બાઈક સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી

ઝાલાવાડના સાયલા અને ચુડા પોલીસ મથકે અકસ્માતના 2 બનાવ નોંધાયા છે. જેમાં થાન તાલુકાના નળખંભા ગામે રહેતા 48 વર્ષીય રવજીભાઈ જીવણભાઈ સારલા તેમના પુત્ર મહીપતને સ્કુલના પુસ્તકો લેવાના હોય સાથે લઈને થાન ગયા હતા. જયાંથી રિક્ષામાં પિતા-પુત્ર પરત ફરતા હતા.

ત્યારે ચાંદરેલીયા ગામના ફાટક પાસે સામેથી બાઈક આવતુ હોય રિક્ષા ચાલકે ગફલતભરી રીતે ચલાવીને કાવુ મારતા રિક્ષા બાઈક સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. જેમાં રવજીભાઈ અને તેમના પુત્ર 13 વર્ષીય મહીપતને ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. બનાવની સાયલા પોલીસ મથકે રિક્ષા ચાલક ધારાડુંગરી ગામના પ્રેમજીભાઈ રઘાભાઈ સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ એચ.એન.ઝાલા ચલાવી રહ્યા છે. જયારે રાજકોટ જિલ્લાના કોટડા તાલુકાના સાપર ગામે રહેતા વિષ્ણુદાસ ઓધવદાસ ગોંડલીયા તા. 9મી જુલાઈના રોજ રાત્રે પીકઅપ કારમાં સીએનસી મશીન લઈને પાલનપુર જવા નીકળ્યા હતા. મોડી રાત્રે દોઢ કલાકે તેઓ સાયલા-લીંબડી હાઈવે પર આવેલ ચૂડા તાલુકાના નવી મોરવાડ પાસે બીહારી ઢાબા પાસે ઉભેલ એક ટ્રક પાછળ પીકઅપ પાર્ક કરીને ચા-નાસ્તો કરવા ગયા હતા. ત્યારે સાયલા તરફથી આવતી એક ટ્રકે પીકઅપ પાછળ અથડાવી અકસ્માત કર્યો હતો. જેમાં આગળ ઉભેલી ટ્રક સાથે પણ પીકઅપ અથડાવાથી બન્ને તરફ ટોટલ લોસ થઈ ગઈ હતી. બનાવની પાછળથી અકસ્માત કરનાર ટ્રકના ચાલક રાજેશ ચીન્નાથંબી એમબીશી સામે ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ ડી.પી.બારૈયા ચલાવી રહ્યા છે.