Rajkotના જામકંડોરણાના રફાળા ગામે મદારી ટોળકીએ તાંત્રિકવિધી કરી વેપારી જોડે રૂપિયા પડાવ્યા

જામકંડોરણાના રફાળા ગામે તાંત્રિકવિધીના બહાને વેપારી સાથે રૂપિયા 13 લાખની છેતરપિંડી જામકંડોરણાના ખજૂરડા ગામના મહેન્દ્રભાઈ ડેડકીયા સાથે બની ઘટના મદારી ગેંગના ચાર સભ્યોને રૂ. 6.19 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેતી પોલીસ જામકંડોરણાના ખજુરડા ગામે સાધુના વેશમાં આવેલા શખ્સ આણી ટોળકીએ એક ખેડૂતને વિધિના બહાને રૂ. 13 લાખનો ચૂનો ચોપડ્યો હતો. મામલામાં પોલીસ ફરિયાદ થયાં બાદ જામકંડોરણા પોલીસે મદારી ગેંગના ચાર સભ્યોને રૂ. 6.19 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પહેલા દક્ષિણા માંગવા આવ્યા હતા વેપારીની દુકાને ચારેક મહિના પૂર્વે એક સાધુ દક્ષિણા માંગવા આવેલ ત્યારે તેને દક્ષિણમાં દસ રૂપિયા આપેલ. તેની સામે સાધુએ મહેન્દ્રભાઈને એક રુદ્રાક્ષ આપી તેઓના મોબાઈલ નંબર લીધેલ. થોડા સમય પછી આ દક્ષિણા લઈ જનાર આ સાધુએ મહેન્દ્રભાઈને ફોન કરીને જણાવેલ કે, તમને માતાજી પ્રસન્ન થયાં છે, તમને લક્ષ્મી મળશે તમારી પાસે જુના રૂપિયા હોય તો તેનાથી લક્ષ્મી આવશે અને તમારે જમીન છે તો તેમાં પણ પુષ્કળ માયા હોવાનું જણાવેલ. અને આ ધન પ્રાપ્તિ માટે વિધિ કરવાનું કહી પોતાના ગુરુજી સાથે વાતચીત કરાવી વિધિનો સામાન ચોખા, ઘઉં, અડદ, લોખંડ, ચાંદી, સોનુ જૂનો રૂપિયાનો સિક્કો, ચૂંદડી સહિતની ચીજ વસ્તુઓ મંગાવી વાંકાનેર તાલુકાના રફાળા ગામ પાસે બોલાવેલ. અને ત્યાં ગુરુજી, શિષ્ય અને સાધુ અને એક જીતુભાઇ નામનો શખ્સ સહિતના ચારેય શખ્સો વિધિ કરાવી. ધૂપ કરવાના બહાને રૂપિયા લીધા એક પેટીમાં ૫૦૦-૫૦૦ ની નોટ બતાવી હતી, આ દરમિયાન ત્યાં રહેલ એક અજાણ્યા માણસના મોઢામાંથી લોહી નિકળવા લાગેલ અને બેભાન થઇ ગયો. આ વખતે ગુરુજી બોલવા લાગ્યા,કે માતાજી ક્રોધિત થયેલ છે હવે અમારા દીકરાને સજીવન કરવા માટે ધૂપની જરૂર પડશે તમારે ૨૫ તોલા ધૂપ લાવું પડશે, એક તોલા ધૂપના ૨૧ હજાર લેખે વેપારી પાસેથી ૨૫ તોલા ધુપના નામે અલગ અલગ સમયે અને અલગ અલગ જગ્યાએ 13 લાખ રૂપિયા લીધા. રૂપિયા ભરેલા છે તેમ કહી પેટી આપી સાથે જ ઠગ ટોળકીના આરોપીઓએ ફરિયાદીને રૂપિયા ભરેલ એક પેટી આપેલ અને કહેલ ખોલતા નહી તમારી ઘરે રાખી દેજો ઘરે રાખ્યા બાદ પેટી ખોલતા તેમાંથી પસ્તી અને બાળકોને રમવાની નોટો નિકળતા મહેન્દ્રભાઈને સમજાણું કે તેઓના ઘરે આવેલ બાવાસાધુ તેના ગુરુજી, જીતુભા તથા બીજો એક અજાણ્યો માણસે એમ બધાએ સાથે મળી વિશ્વાસમાં લઈ તાંત્રિકવિધી કરવાના બહાને રૂપિયા તેર લાખની છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરેલ છે. પોલીસે દબોચ્યા આરોપીઓને મહેન્દ્રભાઈએ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં આ ઠગ ટોળકી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતાં પોલીસે ઠગ ટોળકીના ૪ મુખ્ય શખ્સોની ધરપકડ કરી તેઓની પાસેથી રોકડ રકમ ૪ લાખ, ૭ મોબાઈલ સહિત મોટર વાહન સહિત ૬ લાખ ૧૯ હજારનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ મદારી ઠગ ટોળકીના શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આ ફરીયાદમાં સંડોવાયેલ અન્ય ૪ શખ્સોની શોધખોળ હાથધરી હતી, પોલીસે પ્રજાજોગ સંદેશ આપ્યો હતો કે ,કોઈ પણ પ્રકારના સાધુ વેશ ધારીઓ દ્વારા દુઃખ દૂર કરી ચમત્કાર બતાવી અને લોભ લાલચ આપે તેવું લાલચમાં આવવું નહિ ત્યારે પ્રજાએ પણ અંધશ્રદ્ધામાંથી બહાર આવવું જોઈએ. ધરપકડ કરેલ 4 ઠગ મદારી ટોળકીના આરોપીઓના નામ ધરપકડ કરેલ તમામ આરોપીઓ મોરબી જિલ્લાના રહેવાસી છે,જાલમનાથ રાજુનાથ પઢીયાર,જોગનાથ રાજુનાથ પઢીયાર,પ્રકાશ નાથ ઝવેરનાથ રાજુનાથ પઢીયાર,ઝવેરનાથ રાજુનાથ પઢીયાર ફરાર આરોપીઓના નામ જાલમનાથ સંભુનાથ પઢીયાર,સાગરનાથ બાબુનાથ ભટ્ટી,અસમનાથ બકાનાથ પરમાર,પ્રદેશનાથ ઠાકોરનાથ બાંભણીયા

Rajkotના જામકંડોરણાના રફાળા ગામે મદારી ટોળકીએ તાંત્રિકવિધી કરી વેપારી જોડે રૂપિયા પડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જામકંડોરણાના રફાળા ગામે તાંત્રિકવિધીના બહાને વેપારી સાથે રૂપિયા 13 લાખની છેતરપિંડી
  • જામકંડોરણાના ખજૂરડા ગામના મહેન્દ્રભાઈ ડેડકીયા સાથે બની ઘટના
  • મદારી ગેંગના ચાર સભ્યોને રૂ. 6.19 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેતી પોલીસ

જામકંડોરણાના ખજુરડા ગામે સાધુના વેશમાં આવેલા શખ્સ આણી ટોળકીએ એક ખેડૂતને વિધિના બહાને રૂ. 13 લાખનો ચૂનો ચોપડ્યો હતો. મામલામાં પોલીસ ફરિયાદ થયાં બાદ જામકંડોરણા પોલીસે મદારી ગેંગના ચાર સભ્યોને રૂ. 6.19 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

પહેલા દક્ષિણા માંગવા આવ્યા હતા

વેપારીની દુકાને ચારેક મહિના પૂર્વે એક સાધુ દક્ષિણા માંગવા આવેલ ત્યારે તેને દક્ષિણમાં દસ રૂપિયા આપેલ. તેની સામે સાધુએ મહેન્દ્રભાઈને એક રુદ્રાક્ષ આપી તેઓના મોબાઈલ નંબર લીધેલ. થોડા સમય પછી આ દક્ષિણા લઈ જનાર આ સાધુએ મહેન્દ્રભાઈને ફોન કરીને જણાવેલ કે, તમને માતાજી પ્રસન્ન થયાં છે, તમને લક્ષ્મી મળશે તમારી પાસે જુના રૂપિયા હોય તો તેનાથી લક્ષ્મી આવશે અને તમારે જમીન છે તો તેમાં પણ પુષ્કળ માયા હોવાનું જણાવેલ. અને આ ધન પ્રાપ્તિ માટે વિધિ કરવાનું કહી પોતાના ગુરુજી સાથે વાતચીત કરાવી વિધિનો સામાન ચોખા, ઘઉં, અડદ, લોખંડ, ચાંદી, સોનુ જૂનો રૂપિયાનો સિક્કો, ચૂંદડી સહિતની ચીજ વસ્તુઓ મંગાવી વાંકાનેર તાલુકાના રફાળા ગામ પાસે બોલાવેલ. અને ત્યાં ગુરુજી, શિષ્ય અને સાધુ અને એક જીતુભાઇ નામનો શખ્સ સહિતના ચારેય શખ્સો વિધિ કરાવી.


ધૂપ કરવાના બહાને રૂપિયા લીધા

એક પેટીમાં ૫૦૦-૫૦૦ ની નોટ બતાવી હતી, આ દરમિયાન ત્યાં રહેલ એક અજાણ્યા માણસના મોઢામાંથી લોહી નિકળવા લાગેલ અને બેભાન થઇ ગયો. આ વખતે ગુરુજી બોલવા લાગ્યા,કે માતાજી ક્રોધિત થયેલ છે હવે અમારા દીકરાને સજીવન કરવા માટે ધૂપની જરૂર પડશે તમારે ૨૫ તોલા ધૂપ લાવું પડશે, એક તોલા ધૂપના ૨૧ હજાર લેખે વેપારી પાસેથી ૨૫ તોલા ધુપના નામે અલગ અલગ સમયે અને અલગ અલગ જગ્યાએ 13 લાખ રૂપિયા લીધા.

રૂપિયા ભરેલા છે તેમ કહી પેટી આપી

સાથે જ ઠગ ટોળકીના આરોપીઓએ ફરિયાદીને રૂપિયા ભરેલ એક પેટી આપેલ અને કહેલ ખોલતા નહી તમારી ઘરે રાખી દેજો ઘરે રાખ્યા બાદ પેટી ખોલતા તેમાંથી પસ્તી અને બાળકોને રમવાની નોટો નિકળતા મહેન્દ્રભાઈને સમજાણું કે તેઓના ઘરે આવેલ બાવાસાધુ તેના ગુરુજી, જીતુભા તથા બીજો એક અજાણ્યો માણસે એમ બધાએ સાથે મળી વિશ્વાસમાં લઈ તાંત્રિકવિધી કરવાના બહાને રૂપિયા તેર લાખની છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરેલ છે.

પોલીસે દબોચ્યા આરોપીઓને

મહેન્દ્રભાઈએ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં આ ઠગ ટોળકી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતાં પોલીસે ઠગ ટોળકીના ૪ મુખ્ય શખ્સોની ધરપકડ કરી તેઓની પાસેથી રોકડ રકમ ૪ લાખ, ૭ મોબાઈલ સહિત મોટર વાહન સહિત ૬ લાખ ૧૯ હજારનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ મદારી ઠગ ટોળકીના શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આ ફરીયાદમાં સંડોવાયેલ અન્ય ૪ શખ્સોની શોધખોળ હાથધરી હતી, પોલીસે પ્રજાજોગ સંદેશ આપ્યો હતો કે ,કોઈ પણ પ્રકારના સાધુ વેશ ધારીઓ દ્વારા દુઃખ દૂર કરી ચમત્કાર બતાવી અને લોભ લાલચ આપે તેવું લાલચમાં આવવું નહિ ત્યારે પ્રજાએ પણ અંધશ્રદ્ધામાંથી બહાર આવવું જોઈએ.

ધરપકડ કરેલ 4 ઠગ મદારી ટોળકીના આરોપીઓના નામ

ધરપકડ કરેલ તમામ આરોપીઓ મોરબી જિલ્લાના રહેવાસી છે,જાલમનાથ રાજુનાથ પઢીયાર,જોગનાથ રાજુનાથ પઢીયાર,પ્રકાશ નાથ ઝવેરનાથ રાજુનાથ પઢીયાર,ઝવેરનાથ રાજુનાથ પઢીયાર

ફરાર આરોપીઓના નામ

જાલમનાથ સંભુનાથ પઢીયાર,સાગરનાથ બાબુનાથ ભટ્ટી,અસમનાથ બકાનાથ પરમાર,પ્રદેશનાથ ઠાકોરનાથ બાંભણીયા