Bavla: બોગસ મલ્ટિ સ્પે. હોસ્પિટલના મામલે હવે પોલીસ તપાસ માટે મેદાનમાં

ડિગ્રી વગરના તબીબની અનન્યા હોસ્પિટલે 14 વર્ષની દીકરીનો ભોગ લીધોકેરાળા પોલીસ મથકમાં પરિવાર દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવતા દીકરીની લાશને દફ્ન અવસ્થામાંથી કાઢી FSL તપાસ ડોકટરોની ભૂલના કારણે તેમની દીકરી મોતને ભેટી છે. બનાવ અંગે વાતાવરણ ઉગ્ર થયું હતું અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ખાનગી દવાખાનાઓના જમાવડા થઈ ગયા છે. સ્થાનિક તાલુકા આરોગ્ય કે જિલ્લા આરોગ્ય ખાતાઓ દ્વારા ક્યારેય દવાખાનાઓની ક્ષમતા કે જેમાં દવાખાનાના કે તબીબોના સર્ટિફ્કિેટ ચેક કરવામાં આવતાં નથી. જેના પરિણામે બાવળા તાલુકાના કેરાળા પોલીસ મથકની હદમાં આવતી અનન્યા હોસ્પિટલ ખાતે બે દિવસ અગાઉ એક 14 વર્ષીય કિશોરીનું કરુણ મોત નિપજ્યું હતું. જે અંગે પરિવાર દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ડોકટરોની ભૂલના કારણે તેમની દીકરી મોતને ભેટી છે. બનાવ અંગે વાતાવરણ ઉગ્ર થયું હતું અને તે અંગે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર મામલો અમદાવાદ જિલ્લા આરોગ્ય ખાતામાં પહોંચ્યો હતો. એથી આરોગ્ય ખાતાની ટીમ દ્વારા ઘટના અંગે તપાસ હાથ ધરતા હોસ્પિટલ ડો.મનીષ અમરેલિયા નામના વ્યક્તિના સર્ટિફ્કિેટ પર શરૂ કરવામાં આવ્યું હતું, જેનો સંપૂર્ણ વહીવટ અને સારવાર મેહુલ ચાવડા નામના ઈસમ દ્વારા આપવામાં આવતી હતી. ત્રણ દિવસ પહેલા ડુમાલી ગામમાં રહેતી પૂનમબેન સુરેશભાઈ દેવીપૂજકને સારવાર અર્થે અનન્યા હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જેનું સારવાર દરમ્યાન હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. પરિવાર દ્વારા ડોકટર સાથે બોલાચાલી અંગેના વીડિયો વાઇરલ થતા જિલ્લા આરોગ્ય શાખાની ટીમ દ્વારા હોસ્પિટલ તપાસ હાથ ધરતા હાજર ડોકટર મેહુલ ચાવડા પાસે કોઈ તબીબની ડિગ્રી મળી નથી. બનાવ અંગે હોબાળો મચતા મામલો કેરાળા પોલીસ મથકે પહોંચ્યો હતો. પરિવાર દ્વારા પોલીસ મથકે ફરીયાદ નોંધાવવામાં આવી હતી. મૃત્યુ બાદ પરિવાર દ્વારા દીકરીની લાશને વિધિ મુજબ દફ્ન કરવામાં આવી હતી. જ્યારે પોલીસ ફરીયાદ થતા ગુરુવારે કેરાળા પોલીસ દ્વારા લાશને બે દિવસ બાદ જમીનમાંથી કાઢી પ્રથમ પંચનામુ કરવા માટે બાવળાના સરકારી દવાખાને લઇ જવામાં આવી હતી. કેરાળા પોલીસ મથકના પીઆઈ સોલંકીએ જણાવ્યું હતું કે મોતના કારણ અંગેની જાણકારી માટે કાયદેસરની પ્રોસેસ કરી કિશોરીની લાશને અમદાવાદ ખાતે એફ્એસએલ માટે મોકલવામાં આવી છે.

Bavla: બોગસ મલ્ટિ સ્પે. હોસ્પિટલના મામલે હવે પોલીસ તપાસ માટે મેદાનમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડિગ્રી વગરના તબીબની અનન્યા હોસ્પિટલે 14 વર્ષની દીકરીનો ભોગ લીધો
  • કેરાળા પોલીસ મથકમાં પરિવાર દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવતા દીકરીની લાશને દફ્ન અવસ્થામાંથી કાઢી FSL તપાસ
  • ડોકટરોની ભૂલના કારણે તેમની દીકરી મોતને ભેટી છે. બનાવ અંગે વાતાવરણ ઉગ્ર થયું હતું

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ખાનગી દવાખાનાઓના જમાવડા થઈ ગયા છે.

સ્થાનિક તાલુકા આરોગ્ય કે જિલ્લા આરોગ્ય ખાતાઓ દ્વારા ક્યારેય દવાખાનાઓની ક્ષમતા કે જેમાં દવાખાનાના કે તબીબોના સર્ટિફ્કિેટ ચેક કરવામાં આવતાં નથી. જેના પરિણામે બાવળા તાલુકાના કેરાળા પોલીસ મથકની હદમાં આવતી અનન્યા હોસ્પિટલ ખાતે બે દિવસ અગાઉ એક 14 વર્ષીય કિશોરીનું કરુણ મોત નિપજ્યું હતું. જે અંગે પરિવાર દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ડોકટરોની ભૂલના કારણે તેમની દીકરી મોતને ભેટી છે. બનાવ અંગે વાતાવરણ ઉગ્ર થયું હતું અને તે અંગે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર મામલો અમદાવાદ જિલ્લા આરોગ્ય ખાતામાં પહોંચ્યો હતો. એથી આરોગ્ય ખાતાની ટીમ દ્વારા ઘટના અંગે તપાસ હાથ ધરતા હોસ્પિટલ ડો.મનીષ અમરેલિયા નામના વ્યક્તિના સર્ટિફ્કિેટ પર શરૂ કરવામાં આવ્યું હતું, જેનો સંપૂર્ણ વહીવટ અને સારવાર મેહુલ ચાવડા નામના ઈસમ દ્વારા આપવામાં આવતી હતી. ત્રણ દિવસ પહેલા ડુમાલી ગામમાં રહેતી પૂનમબેન સુરેશભાઈ દેવીપૂજકને સારવાર અર્થે અનન્યા હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જેનું સારવાર દરમ્યાન હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. પરિવાર દ્વારા ડોકટર સાથે બોલાચાલી અંગેના વીડિયો વાઇરલ થતા જિલ્લા આરોગ્ય શાખાની ટીમ દ્વારા હોસ્પિટલ તપાસ હાથ ધરતા હાજર ડોકટર મેહુલ ચાવડા પાસે કોઈ તબીબની ડિગ્રી મળી નથી. બનાવ અંગે હોબાળો મચતા મામલો કેરાળા પોલીસ મથકે પહોંચ્યો હતો. પરિવાર દ્વારા પોલીસ મથકે ફરીયાદ નોંધાવવામાં આવી હતી. મૃત્યુ બાદ પરિવાર દ્વારા દીકરીની લાશને વિધિ મુજબ દફ્ન કરવામાં આવી હતી. જ્યારે પોલીસ ફરીયાદ થતા ગુરુવારે કેરાળા પોલીસ દ્વારા લાશને બે દિવસ બાદ જમીનમાંથી કાઢી પ્રથમ પંચનામુ કરવા માટે બાવળાના સરકારી દવાખાને લઇ જવામાં આવી હતી. કેરાળા પોલીસ મથકના પીઆઈ સોલંકીએ જણાવ્યું હતું કે મોતના કારણ અંગેની જાણકારી માટે કાયદેસરની પ્રોસેસ કરી કિશોરીની લાશને અમદાવાદ ખાતે એફ્એસએલ માટે મોકલવામાં આવી છે.