Tapiમાં ભારે વરસાદને પગલે અનેક નદીઓ ગાંડીતૂર થઈ,પેરવડ ગામે પુલનું થયું ધોવાણ

વ્યારાના પેરવડ ગામે પુલનું મોટાપાયે ધોવાણ પુલની રેલીંગ સહિત પુલનું મોટાપાયે ધોવાણ પુલનું ધોવાણ થતાં ભારે વાહનો માટે અવરજવર બંધ તાપી જિલ્લામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદને પગલે અનેક નદીઓ ગાંડીતુર થઈ છે,વ્યારાના પેરવડ ગામે પુલની રેલીંગ સહિત પુલનું મોટાપાયે ધોવાણ થયું છે.પુલનું ધોવાણ થતાં ભારે વાહનો માટે પુલ પરથી અવરજવર બંધ કરાઈ છે.પુલનું ધોવાણ થતાં ઝાખરી,રાણી આંબા, સાતશિલા સહિતના 15 થી વધુ ગામોના લોકોને પડશે અવરજવર માટે પડશે હાલાકી. ગ્રામજનોને ફરીને જવાનો વારો આવ્યો તાપીમાં ભારે વરસાદે તારાજી સર્જી છે 15થી વધુ ગામને જોડતો પુલ વરસાદી પાણીમાં ધોવાઈ જતા ગ્રામજનોને દૂર દૂર સુધી ફરીને જવાનો વારો આવ્યો છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે,પુલ બંધ કરાતા 10 કિમી દૂર ફરીને જવું પડે છે જેના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,પુલની રેલિંગ અને રોડ તૂટી જતા સ્થાનિકોને ફરીને જવાનો વારો આવ્યો છે,જયાં સુધી પુલનું સમારકામ નહી થાય ત્યાં સુધી પુલ બંધ રહેશે. પુલનુ સમારકામ વરસાદ પછી થશે શરૂ પુલ પર રેલિંગ અને સાઈડનો ભાગ વરસાદી પાણીમાં ધસી ગયો છે જેના કારણે રોડ બેસી જવાની ભીતિ તંત્ર સેવી રહ્યું છે.તંત્રએ હાલના ધોરણે બ્રિજ પર અવર-જવરમાં રોક લગાઈ છે,વરસાદ બંધ થશે અને નદીમાં પાણીનું જળસ્તર ઓછુ થશે ત્યારે આ બ્રિજ ફરીથી લોકો માટે ખુલ્લો મૂકાશે ત્યાં સુધી લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ફરીને જવું પડશે. તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક તાપીમાં ભારે વરસાદ વરસતા ઉકાઈ ડેમની જળ સપાટીમં વધારો થઈ રહ્યોં છે.ડેમમાં 1 લાખ 63 હજાર કયુસેક પાણીની આવક થઈ છે અને તેની સામે નદીમાં પણ પાણી છોડવામાં આવી રહ્યું છે,ઉકાઈ ડેમની હાલની જળ સપાટી 315.22 ફૂટ પર પહોંચી છે.નદીમાં પાણીનો પ્રવાહ વધતા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.  

Tapiમાં ભારે વરસાદને પગલે અનેક નદીઓ ગાંડીતૂર થઈ,પેરવડ ગામે પુલનું થયું ધોવાણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વ્યારાના પેરવડ ગામે પુલનું મોટાપાયે ધોવાણ
  • પુલની રેલીંગ સહિત પુલનું મોટાપાયે ધોવાણ
  • પુલનું ધોવાણ થતાં ભારે વાહનો માટે અવરજવર બંધ

તાપી જિલ્લામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદને પગલે અનેક નદીઓ ગાંડીતુર થઈ છે,વ્યારાના પેરવડ ગામે પુલની રેલીંગ સહિત પુલનું મોટાપાયે ધોવાણ થયું છે.પુલનું ધોવાણ થતાં ભારે વાહનો માટે પુલ પરથી અવરજવર બંધ કરાઈ છે.પુલનું ધોવાણ થતાં ઝાખરી,રાણી આંબા, સાતશિલા સહિતના 15 થી વધુ ગામોના લોકોને પડશે અવરજવર માટે પડશે હાલાકી.

ગ્રામજનોને ફરીને જવાનો વારો આવ્યો

તાપીમાં ભારે વરસાદે તારાજી સર્જી છે 15થી વધુ ગામને જોડતો પુલ વરસાદી પાણીમાં ધોવાઈ જતા ગ્રામજનોને દૂર દૂર સુધી ફરીને જવાનો વારો આવ્યો છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે,પુલ બંધ કરાતા 10 કિમી દૂર ફરીને જવું પડે છે જેના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,પુલની રેલિંગ અને રોડ તૂટી જતા સ્થાનિકોને ફરીને જવાનો વારો આવ્યો છે,જયાં સુધી પુલનું સમારકામ નહી થાય ત્યાં સુધી પુલ બંધ રહેશે.


પુલનુ સમારકામ વરસાદ પછી થશે શરૂ

પુલ પર રેલિંગ અને સાઈડનો ભાગ વરસાદી પાણીમાં ધસી ગયો છે જેના કારણે રોડ બેસી જવાની ભીતિ તંત્ર સેવી રહ્યું છે.તંત્રએ હાલના ધોરણે બ્રિજ પર અવર-જવરમાં રોક લગાઈ છે,વરસાદ બંધ થશે અને નદીમાં પાણીનું જળસ્તર ઓછુ થશે ત્યારે આ બ્રિજ ફરીથી લોકો માટે ખુલ્લો મૂકાશે ત્યાં સુધી લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ફરીને જવું પડશે.

તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક

તાપીમાં ભારે વરસાદ વરસતા ઉકાઈ ડેમની જળ સપાટીમં વધારો થઈ રહ્યોં છે.ડેમમાં 1 લાખ 63 હજાર કયુસેક પાણીની આવક થઈ છે અને તેની સામે નદીમાં પણ પાણી છોડવામાં આવી રહ્યું છે,ઉકાઈ ડેમની હાલની જળ સપાટી 315.22 ફૂટ પર પહોંચી છે.નદીમાં પાણીનો પ્રવાહ વધતા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.