Mehsana: IELTS સર્ટિફિકેટ કૌભાંડ કેસમાં આવતીકાલે સુનાવણી,45 લોકો સામે થઈ હતી ફરિયાદ

મહેસાણા ચીફ મેટ્રો કોર્ટમાં રિવિઝન અરજી પર થશે સુનાવણીસરકારી વકીલે તમામ આરોપીઓની ધરપકડ કરવા કરી માગ DYSP દ્વારા ગુનો નહીં બનતો હોવાનો કરવામાં આવ્યો હતો રિપોર્ટ મહેસાણામાં IELTS સર્ટિફિકેટ કૌભાંડ કેસ મહેસાણા પોલીસ માટે મુસીબત બની શકે છે. IELTS સર્ટિફિકેટ કૌભાંડ કેસમાં આવતીકાલે કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. થોડા દિવસ પહેલા ખોટી રીતે IELTS સર્ટીફિકેટ બનાવવાના કેસમાં 45 લોકો સામે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. તત્કાલિન SOG PI ભાવેશ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી ત્યારે કેસ મામલે આવતીકાલે બુધવારે મહેસાણા ચીફ મેટ્રો કોર્ટમાં રિવિઝન અરજી પર સુનાવણી કરવામાં આવશે. આ કેસમાં તત્કાલિન SOG PI ભાવેશ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી અને આ કેસની તપાસ વિસનગર ડી.વાય.એસ.પી ડીનેશસિંહ ચૌહાણને સોંપાઈ હતી અને ડી.વાય.એસ.પી દ્વારા મહેસાણા ચીફ કોર્ટમાં સમરી ભરાઈ હતી અને ગુનો નહીં બનતો હોવાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને ચીફ કોર્ટે આ સમરી માન્ય રાખતા તમામ આરોપીઓ બચી ગયા હતા. યોગ્ય તપાસ વગર જ સમરી ભર્યાનો સરકારી વકીલનો આક્ષેપ ત્યારે ચીફ કોર્ટના હુકમ સામે તત્કાલીન મહેસાણા એસ.પી અચલ ત્યાગી દ્વારા રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી અને આ અરજીને પગલે આજે કોર્ટમાં સરકારી વકીલ વિજય બારોટ દ્વારા દલીલ કરાઈ હતી. યોગ્ય તપાસ વગર જ સમરી ભર્યાનો આક્ષેપ સરકારી વકીલે કર્યો હતો અને સરકારી વકીલે તમામ આરોપીઓની ધરપકડ કરવા માગ કરી હતી. ત્યારે વધુ સુનાવણી માટે કેસ આવતીકાલ ઉપર મુલતવી રાખવામાં આવ્યો છે. તમામ આરોપીની ધરપકડ કરવાની વકીલની માગ સરકારી વકીલ દ્વારા આ કેસમાં તમામ આરોપીની ધરપકડ કરવાની માગ કરાઈ છે અને યોગ્ય તપાસ વિના સમરી ભરી આરોપીઓને બચાવવાનો પ્રયાસ હોવાની સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસ અધિકારીના રિપોર્ટ સામે ઉચ્ચ પોલીસ અધિકારીએ કોર્ટમાં અરજી કરી હોવાનો આ પ્રથમ કેસ છે, ત્યારે રાજ્યમાં આ કેસ ઉદાહરણ રૂપ બની શકે છે.

Mehsana: IELTS સર્ટિફિકેટ કૌભાંડ કેસમાં આવતીકાલે સુનાવણી,45 લોકો સામે થઈ હતી ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહેસાણા ચીફ મેટ્રો કોર્ટમાં રિવિઝન અરજી પર થશે સુનાવણી
  • સરકારી વકીલે તમામ આરોપીઓની ધરપકડ કરવા કરી માગ
  • DYSP દ્વારા ગુનો નહીં બનતો હોવાનો કરવામાં આવ્યો હતો રિપોર્ટ

મહેસાણામાં IELTS સર્ટિફિકેટ કૌભાંડ કેસ મહેસાણા પોલીસ માટે મુસીબત બની શકે છે. IELTS સર્ટિફિકેટ કૌભાંડ કેસમાં આવતીકાલે કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. થોડા દિવસ પહેલા ખોટી રીતે IELTS સર્ટીફિકેટ બનાવવાના કેસમાં 45 લોકો સામે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

તત્કાલિન SOG PI ભાવેશ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી

ત્યારે કેસ મામલે આવતીકાલે બુધવારે મહેસાણા ચીફ મેટ્રો કોર્ટમાં રિવિઝન અરજી પર સુનાવણી કરવામાં આવશે. આ કેસમાં તત્કાલિન SOG PI ભાવેશ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી અને આ કેસની તપાસ વિસનગર ડી.વાય.એસ.પી ડીનેશસિંહ ચૌહાણને સોંપાઈ હતી અને ડી.વાય.એસ.પી દ્વારા મહેસાણા ચીફ કોર્ટમાં સમરી ભરાઈ હતી અને ગુનો નહીં બનતો હોવાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને ચીફ કોર્ટે આ સમરી માન્ય રાખતા તમામ આરોપીઓ બચી ગયા હતા.

યોગ્ય તપાસ વગર જ સમરી ભર્યાનો સરકારી વકીલનો આક્ષેપ

ત્યારે ચીફ કોર્ટના હુકમ સામે તત્કાલીન મહેસાણા એસ.પી અચલ ત્યાગી દ્વારા રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી અને આ અરજીને પગલે આજે કોર્ટમાં સરકારી વકીલ વિજય બારોટ દ્વારા દલીલ કરાઈ હતી. યોગ્ય તપાસ વગર જ સમરી ભર્યાનો આક્ષેપ સરકારી વકીલે કર્યો હતો અને સરકારી વકીલે તમામ આરોપીઓની ધરપકડ કરવા માગ કરી હતી. ત્યારે વધુ સુનાવણી માટે કેસ આવતીકાલ ઉપર મુલતવી રાખવામાં આવ્યો છે.

તમામ આરોપીની ધરપકડ કરવાની વકીલની માગ

સરકારી વકીલ દ્વારા આ કેસમાં તમામ આરોપીની ધરપકડ કરવાની માગ કરાઈ છે અને યોગ્ય તપાસ વિના સમરી ભરી આરોપીઓને બચાવવાનો પ્રયાસ હોવાની સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસ અધિકારીના રિપોર્ટ સામે ઉચ્ચ પોલીસ અધિકારીએ કોર્ટમાં અરજી કરી હોવાનો આ પ્રથમ કેસ છે, ત્યારે રાજ્યમાં આ કેસ ઉદાહરણ રૂપ બની શકે છે.