Navsari Cityમાં પૂર્ણા નદીના પાણી ઘુસતા સર્જાઈ તારાજી,જુઓ Drone Photos

નવસારી શહેરમાં ઠેર ઠરે પાણી ભરાતા સ્થાનિકો હેરાન જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી પૂર્ણા નદી ગાંડીતૂર બનતા શહેરમાં પાણી ઘુસ્યા નવસારીમાં વરસાદ ધોધમાર વરસતા પૂર્ણા નદીમાં પાણીનો ભરાવો થયો છે જેના કારણે શહેરમાં પૂર્ણા નદીના પાણી ઘુસી ગયા છે.શહેરના રૂસ્તમ વાડી, ભેસત ખાડા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે.તો વિરાવળ, રંગુનનગર, રીંગ રોડ પર પાણી ઘરમાં ઘુસી ગયા છે.નવસારી શહેરના આકાશી દ્રશ્યો આવ્યા સામે. નવસારીમાં પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ નવસારીમા ભારે વરસાદને લઈ પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે,પૂર્ણા નદીમા પૂરને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે,લોકોને નદીના પટમાં જવા માટે પ્રતિંબધ ફરમાવાયો છે,સાથે સાથે મચ્છી માર્કેટ રીંગ રોડ સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે,મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. લોકોનું કરાયું સ્થળાંતર શહેરમાં ભારે વરસાદ વરસતા 120 લોકોનું સ્થળાંતર કરાયું છે,એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે છે,શહેરમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના રેસ્કયુ કરવાની કામગીરી ચાલી રહી છે,સાથે સાથે કલેકટર અને ડીડીઓએ પણ ઘટના સ્થળની મુલાકત લીધી છે અને અધિકારીઓને સ્ટેન્ડબાય રહેવાની સૂચના આપી છે.પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.પૂર્ણા નદીએ ભયજનક સ્થિતિ વટાવી છે. નવસારી શહેરના માથે તોળાયું પૂર સંકટ નદીઓના જળસ્તરમાં ધરખમ વધારો થયો છે.પૂર્ણા નદીની સપાટીમાં 7 ફૂટનો વધારો થયો છે.ઉપરવાસમાં ભારે વરસાદથી જળસ્તર વધ્યું છે.પૂર્ણા નદીમાં જળસ્તર 23 ફૂટે પહોંચ્યું છે.નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે સાથે સાથે લાઉડસ્પીકર થકી સૂચના આપવામાં આવી રહી છે અને લોકોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી અપાઈ છે. 

Navsari Cityમાં પૂર્ણા નદીના પાણી ઘુસતા સર્જાઈ તારાજી,જુઓ Drone Photos

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નવસારી શહેરમાં ઠેર ઠરે પાણી ભરાતા સ્થાનિકો હેરાન
  • જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
  • પૂર્ણા નદી ગાંડીતૂર બનતા શહેરમાં પાણી ઘુસ્યા

નવસારીમાં વરસાદ ધોધમાર વરસતા પૂર્ણા નદીમાં પાણીનો ભરાવો થયો છે જેના કારણે શહેરમાં પૂર્ણા નદીના પાણી ઘુસી ગયા છે.શહેરના રૂસ્તમ વાડી, ભેસત ખાડા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે.તો વિરાવળ, રંગુનનગર, રીંગ રોડ પર પાણી ઘરમાં ઘુસી ગયા છે.નવસારી શહેરના આકાશી દ્રશ્યો આવ્યા સામે.

નવસારીમાં પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ

નવસારીમા ભારે વરસાદને લઈ પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે,પૂર્ણા નદીમા પૂરને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે,લોકોને નદીના પટમાં જવા માટે પ્રતિંબધ ફરમાવાયો છે,સાથે સાથે મચ્છી માર્કેટ રીંગ રોડ સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે,મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.


લોકોનું કરાયું સ્થળાંતર

શહેરમાં ભારે વરસાદ વરસતા 120 લોકોનું સ્થળાંતર કરાયું છે,એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે છે,શહેરમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના રેસ્કયુ કરવાની કામગીરી ચાલી રહી છે,સાથે સાથે કલેકટર અને ડીડીઓએ પણ ઘટના સ્થળની મુલાકત લીધી છે અને અધિકારીઓને સ્ટેન્ડબાય રહેવાની સૂચના આપી છે.પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.પૂર્ણા નદીએ ભયજનક સ્થિતિ વટાવી છે.


નવસારી શહેરના માથે તોળાયું પૂર સંકટ

નદીઓના જળસ્તરમાં ધરખમ વધારો થયો છે.પૂર્ણા નદીની સપાટીમાં 7 ફૂટનો વધારો થયો છે.ઉપરવાસમાં ભારે વરસાદથી જળસ્તર વધ્યું છે.પૂર્ણા નદીમાં જળસ્તર 23 ફૂટે પહોંચ્યું છે.નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે સાથે સાથે લાઉડસ્પીકર થકી સૂચના આપવામાં આવી રહી છે અને લોકોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી અપાઈ છે.