Tapi News : તાપીના સોનગઢમાં બે સમુદાય વચ્ચે ભારે ધાર્મિક તણાવ, ગીધમાળી ડુંગર પર પૂજા મુદ્દે વિવાદ વણસ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના નાના બંધારપાડા ગામનો ગીધમાળી ડુંગર ફરી વિવાદમાં આવ્યો છે. ડુંગર પર પૂજા કરવા ગયેલા આદિવાસીઓને પોલીસે અટકાવી દેવ બિરસા સેનાના અધ્યક્ષને ડિટેઇન કર્યા છે.
પરંપરાગત કણી કંસરીની પૂજા અટકવા પામી છે
દાવો કરવામાં આવ્યો છે કે આદિવાસીઓ આદિકાળથી દર વર્ષે પકવેલું અનાજ આ ગીધમાળી ડુંગર પર કણી કંસરીની પૂજા કરી ચઢાવે છે ત્યારબાદમાં ઉપયોગમાં લેતા આવ્યા છે ત્યારે કેટલાક સમય પહેલા આ ડુંગર પર ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા મરિયમ માતાનું મંદિર બનાવી દેતા પરંપરાગત કણી કંસરીની પૂજા અટકવા પામી છે.
ગીધમાળી ડુંગરને ચુસ્તબંદોબસ્ત સાથે અભેદ કિલ્લામાં દેવી દીધું હતું
ત્યારે દેવ બિરસા સેના દ્વારા આજે ગીધમાળી ડુંગર પર હિજારી (એક ટોપલીમાં પકવેલું અનાજ અને પૂજાની સામગ્રી) લઈને ગીધમાળી આયા ડુંગર પર જવા આહવાન કર્યું હતું. જો કે પોલીસે આ ગીધમાળી ડુંગરને ચુસ્તબંદોબસ્ત સાથે અભેદ કિલ્લામાં દેવી દીધું હતું. અને દેવ બિરસા સેનાના કાર્યકરોને જતા અટકાવ્યા હતા. જો કે આદિકાળથી પૂર્વજો દ્વારા આ ડુંગર પર કરાતી પૂજા અટકતા અને ખ્રિસ્તીઓ દ્વારા મારિયમ માતાનું મંદિર બનાવી દેતા આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
Ahmedabad News : અમદાવાદના ચાણકયપુરીમાં પ્રેમ પ્રકરણમાં 2 રાઉન્ડ ફાયરિંગ, સોલા પોલીસે શરૂ કરી તપાસ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

