બારડોલીના જ્યોતિ ઉત્કર્ષ સંસ્થાન દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ

Jun 16, 2026 - 02:30
બારડોલીના જ્યોતિ ઉત્કર્ષ સંસ્થાન દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બારડોલી : બારડોલી તાલુકાના ભુવાસણ-ઝાંખરડા

ખાતે કાર્યરત જ્યોતિ ઉત્કર્ષ સંસ્થાન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવાકીય

પરંપરા જાળવી રાખવામાં આવી છે. સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિના

મૂલ્યે નોટબુક વિતરણ કરવાનો એક સરાહનીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

સેવાકાર્યમાં જ્યોતિ ઉત્કર્ષ સંસ્થાનના પ્રમુખ અલ્પેશભાઈ માહ્યાવંશી , ઉપપ્રમુખ નરેશભાઈ માહ્યાવંશી, હિતેશ માહ્યાવંશી,મંત્રી ભરતભાઈ માહ્યાવંશી, સહમંત્રી હેમાન્સુ

માહ્યાવંશી, પ્રમોદભાઈ માહ્યાવંશી તેમજ ખજાનચી નિમેષ

માહ્યાવંશી સહિતના તમામ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાતા મોહનભાઈ

માહ્યાવંશી અને સંસ્થાના હોદ્દેદારોના વરદ હસ્તે વિદ્યાર્થીઓને નોટબુકનું વિરતણ

કરવામાં આવ્યું હતું. સંસ્થાના આ ભાગીરથ લાભ કુલ 242 જેલા જરૂરિયામંદ

વિદ્યાર્થીઓને મળ્યો છે. આ વિતરણ વ્યવસ્થામાં સમાજના તમામ વર્ગોનો સમાવેશ કરવામાં

આવ્યો હતો. જેમાં મુખ્યત્વે 13 અનુસૂચિત જાતિ, 223 અનુસૂચિત

જનજાતિ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ અને ઓપન

કેટેગરીના 1 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક પૂરી પાડીને પ્રોત્સાહિત કરવામાં

આવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0