Ahmedabad News: વરસાદી પાણીથી સાચવ્યું હવે રોડથી સાચવજો, ભૂવા પડવાથી રસ્તા બંધ થતા વાહનચાલકો પરેશાન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ ઠેર-ઠેર ભુવાઓ પડવાની ભરમાર સર્જાઈ છે.વરસાદે વિરામ લીધો હોવા છતાં પણ શહેરીજનો અને વાહનચાલકોની હાલાકી યથાવત જોવા મળી રહી છે.નહેરુનગરથી પાંજરાપોળ તરફ જતાં BRTS ટ્રેક પર પણ મોટો ભુવો પડતાં અને રસ્તો જોખમી બનતાં વાહનચાલકોની સુરક્ષા માટે આ રોડ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે.રસ્તાઓ બંધ થવાના કારણે આ વ્યસ્ત માર્ગ પરથી પસાર થતાં દૈનિક મુસાફરો ભારે પરેશાની અને ટ્રાફિક જામનો સામનો કરી રહ્યા છે.
વસ્ત્રાપુરમાં સરકારી વસાહત નજીકનો મુખ્ય રોડ બેસી ગયો
શહેરના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરમાં સરકારી વસાહત નજીકનો મુખ્ય રોડ પણ વરસાદી પાણીમાં ધોવાઈ જતાં જમીનમાં બેસી ગયો છે.વરસાદી પાણી ઓસરતાં જ મનપા દ્વારા કરવામાં આવેલા રોડ-રસ્તાના કામોની પોલ ખુલ્લી પડી ગઈ છે.વરસાદ બાદ આ રસ્તો અત્યંત બિહામણો અને જોખમી બની જતાં અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.જેને પગલે સ્થાનિકો દ્વારા વાહનચાલકોને આ માર્ગ પરથી પસાર થતી વખતે વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.કરોડો રૂપિયાના ખર્ચે બનતા રસ્તાઓ માત્ર એક જ વરસાદમાં ધોવાઈ જતાં અથવા બેસી જતાં નાગરિકોમાં મનપાના ભ્રષ્ટ અને નબળા વહીવટ પ્રતી ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અમદાવાદની બોપલ ગામની સોસાયટી બેટમાં ફેરવાઈ
અમદાવાદના બોપલ ગામમાં આવેલી ભાગવત સોસાયટી ભારે વરસાદના કારણે બેટમાં ફેરવાઈ ગઈ છે, જ્યાં ત્રણ દિવસ વિતી ગયા હોવા છતાં હજુ સુધી પાણી ઓસર્યા નથી. સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ સતત યથાવત રહેતાં સ્થાનિક રહીશો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. આ કટોકટીની સ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના તંત્ર દ્વારા પ્રભાવિત રહીશોને રાહત પહોંચાડવા માટે જરૂરી દવાઓ, પીવાનું પાણી અને ખાવા-પીવાનો સામાન સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Gujarat Rain News: રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય, ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગનું રેડ એલર્ટ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

