Tapi: 50 ફુટ ઉંચેથી પડતો માંડવા ધોધનો આહલાદક નજારો, જુઓ VIDEO

50 ફુટ ઉંચેથી પડતો માંડવા ધોધ ચોમાસામાં સક્રિય થતાં સોળે કળાએ ખીલી ઉઠયોતાપીના ડોલવણ તાલુકામાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે રમણીય ધોધ રહણીયા ડુંગર પરથી ખળ ખળ વહેતા ઝરણા મનમોહિત કરી રહ્યા છે તાપીના ડોલવણ તાલુકાના ચુનાવાડી ગામે ગાઢ જંગલોની વચ્ચે રહણીયા ડુંગર પરથી પડતો માંડવા ધોધ કે જે બહુ ઓછો જાણીતો ધોધ છે, અંદાજે 50 ફુટ ઉંચેથી પડતો આ ધોધ હાલ ચોમાસામાં સક્રિય થતાં સોળે કળાએ ખીલી ઉઠયો છે. ખુબ જ ઓછા લોકોને આ ધોધ વિશેની જાણકારી તાપી જિલ્લામાં સોનગઢના ચિમેર અને અન્ય ધોધ વિશે તો સૌ કોઈએ જોયું અને સાંભળ્યું હશે, પરંતુ તાપીના ડોલવણ તાલુકામાં પણ પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે રમણીય ધોધ હશે એવી કોઈએ કલ્પના પણ કરી નહીં હોય પણ ડોલવણના ચુનાવાડી ગામનો ખૂબ જ રોમાંચક માંડવા ધોધનો આહલાદક નજારો જોવા લોકો જેમ જેમ માહિતી મળે છે તેમ તેમ હવે આવી રહ્યા છે. માંડવા ધોધ ચોમાસાની સિઝનમાં આકર્ષણનું કેન્દ્ર ડોલવણના પદમડુંગરી ઈકો ટુરીઝમ નજીક ચુનાવાડી ગામથી ચારેક કિમી દૂર ગાઢ વનરાજી વચ્ચે રહણીયા ડુંગર ઉપરથી નીકળતાં નાના નાના ઝરણામાંથી માંડવા ધોધ ચોમાસાની સિઝનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. જોકે અહીંના સ્થાનિકો સિવાય ધોધ વિશે કોઈને વિશેષ જાણકારીના અભાવે આ ધોધ સુધી હજુ વધારે લોકો પહોંચી રહ્યા નથી. ધોધ સુધી પહોંચવાનો પગ દંડી રસ્તો પણ ખુબ જ રોમાંચક તાપીના ડોલવણમાં ગાઢ જંગલો વચ્ચે આવેલા આ ધોધ સુધી પહોંચવાનો પગ દંડી રસ્તો પણ ખુબ જ રોમાંચક અનુભવ કરાવે છે. તેમજ રહણીયા ડુંગર પરથી ખળ ખળ વહેતા ઝરણા મનમોહિત કરી રહ્યા છે. હાલ ચોમાસામાં પ્રકૃતિએ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેમ અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું છે. સોનગઢનો ચિમેર ધોધ સોળે કળાએ ખીલ્યો ચીમેર ધોધ દક્ષિણ ગુજરાતનો સૌથી ઉંચાઈથી પડતો ધોધ છે તે તો સૌ કોઈ જાણે છે. આ સ્થળને હજી પણ સારી રીતે વિકસાવવામાં આવે તો એક પર્યટક સ્થળ તરીકે પણ વિકસી શકે છે, આ કુદરતી ધોધને નિહાળવા આસપાસના ગામના લોકો અને પર્યટકો આવતા હોય છે, ધોધ ઉંચાઈ પર હોવાથી તેની આસપાસ સુરક્ષા ગોઠવવી જરૂરી બની ગયુ છે.

Tapi: 50 ફુટ ઉંચેથી પડતો માંડવા ધોધનો આહલાદક નજારો, જુઓ VIDEO

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 50 ફુટ ઉંચેથી પડતો માંડવા ધોધ ચોમાસામાં સક્રિય થતાં સોળે કળાએ ખીલી ઉઠયો
  • તાપીના ડોલવણ તાલુકામાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે રમણીય ધોધ
  • રહણીયા ડુંગર પરથી ખળ ખળ વહેતા ઝરણા મનમોહિત કરી રહ્યા છે

તાપીના ડોલવણ તાલુકાના ચુનાવાડી ગામે ગાઢ જંગલોની વચ્ચે રહણીયા ડુંગર પરથી પડતો માંડવા ધોધ કે જે બહુ ઓછો જાણીતો ધોધ છે, અંદાજે 50 ફુટ ઉંચેથી પડતો આ ધોધ હાલ ચોમાસામાં સક્રિય થતાં સોળે કળાએ ખીલી ઉઠયો છે.

ખુબ જ ઓછા લોકોને આ ધોધ વિશેની જાણકારી

તાપી જિલ્લામાં સોનગઢના ચિમેર અને અન્ય ધોધ વિશે તો સૌ કોઈએ જોયું અને સાંભળ્યું હશે, પરંતુ તાપીના ડોલવણ તાલુકામાં પણ પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે રમણીય ધોધ હશે એવી કોઈએ કલ્પના પણ કરી નહીં હોય પણ ડોલવણના ચુનાવાડી ગામનો ખૂબ જ રોમાંચક માંડવા ધોધનો આહલાદક નજારો જોવા લોકો જેમ જેમ માહિતી મળે છે તેમ તેમ હવે આવી રહ્યા છે.

માંડવા ધોધ ચોમાસાની સિઝનમાં આકર્ષણનું કેન્દ્ર

ડોલવણના પદમડુંગરી ઈકો ટુરીઝમ નજીક ચુનાવાડી ગામથી ચારેક કિમી દૂર ગાઢ વનરાજી વચ્ચે રહણીયા ડુંગર ઉપરથી નીકળતાં નાના નાના ઝરણામાંથી માંડવા ધોધ ચોમાસાની સિઝનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. જોકે અહીંના સ્થાનિકો સિવાય ધોધ વિશે કોઈને વિશેષ જાણકારીના અભાવે આ ધોધ સુધી હજુ વધારે લોકો પહોંચી રહ્યા નથી.

ધોધ સુધી પહોંચવાનો પગ દંડી રસ્તો પણ ખુબ જ રોમાંચક

તાપીના ડોલવણમાં ગાઢ જંગલો વચ્ચે આવેલા આ ધોધ સુધી પહોંચવાનો પગ દંડી રસ્તો પણ ખુબ જ રોમાંચક અનુભવ કરાવે છે. તેમજ રહણીયા ડુંગર પરથી ખળ ખળ વહેતા ઝરણા મનમોહિત કરી રહ્યા છે. હાલ ચોમાસામાં પ્રકૃતિએ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેમ અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું છે.

સોનગઢનો ચિમેર ધોધ સોળે કળાએ ખીલ્યો

ચીમેર ધોધ દક્ષિણ ગુજરાતનો સૌથી ઉંચાઈથી પડતો ધોધ છે તે તો સૌ કોઈ જાણે છે. આ સ્થળને હજી પણ સારી રીતે વિકસાવવામાં આવે તો એક પર્યટક સ્થળ તરીકે પણ વિકસી શકે છે, આ કુદરતી ધોધને નિહાળવા આસપાસના ગામના લોકો અને પર્યટકો આવતા હોય છે, ધોધ ઉંચાઈ પર હોવાથી તેની આસપાસ સુરક્ષા ગોઠવવી જરૂરી બની ગયુ છે.