Ahmedabad, Anand અને Kutchની શાળાઓ આવતીકાલે રહેશે બંધ
અમદાવાદમાં આવતીકાલે તમામ શાળાઓ બંધ રહેશેઆણંદ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ, હાઈસ્કુલ અને આંગણવાડીમાં રહેશે રજા કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહીને લઈને શાળાઓ રહેશે બંધ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને અમદાવાદમાં આવતીકાલે તમામ શાળાઓ બંધ રહેશે. ભારે વરસાદના કારણે તમામ શાળાઓ બંધ રહેશે. કલેક્ટરે તંત્ર સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો છે. ત્યારે આવતીકાલે સતત બીજા દિવસે પણ શાળાઓ બંધ રહેશે. આણંદ જિલ્લાની શાળાઓમાં પણ રજા જાહેર ત્યારે બીજી તરફ આણંદ જિલ્લાની શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. આવતીકાલે 28 ઓગસ્ટે આણંદ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ, હાઈસ્કુલ અને આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવી છે. આ સાથે તમામ ખાનગી સ્કૂલોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિને લઈને રજા જાહેર કરવામાં આવી છે. કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહીને લઈને શાળાઓ રહેશે બંધ કચ્છમાં પણ આવતીકાલે 28 ઓગસ્ટે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. અતિ ભારે વરસાદની આગાહી લઈને શાળાઓ બંધ રહેશે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટે આદેશ કર્યો છે. જેથી આવતીકાલે જિલ્લાની શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા લેવાયો આ નિર્ણય ઉલ્લેખનીય છે કે આજે રાજ્યના 245 તાલુકામાં વરસાદ વરસ્યો છે અને તેમાં સૌથી વધુ રાજકોટ જિલ્લામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે, ત્યારે આગામી 2થી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે વિદ્યાર્થીઓની સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદને પગલે લોકો હેરાન- પરેશાન તમને જણાવી દઈએ કે રાજ્યભરમાં વરસાદના કારણે અનેક લોકોને હેરાન, પરેશાન થવાનો વારો આવ્યો છે અને વાહનચાલકોને વરસાદના કારણે મોટી મુશ્કેલી પડી રહી છે. ઘણા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે, ઘરવખરી સહિતનો સામાન પાણીમાં પલળી જતાં સ્થાનિકો મોટી મુશ્કેલીમાં મુકાયા હતા, ત્યારે 1200થી વધુ લોકોનું તો રાજ્યભરમાંથી સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- અમદાવાદમાં આવતીકાલે તમામ શાળાઓ બંધ રહેશે
- આણંદ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ, હાઈસ્કુલ અને આંગણવાડીમાં રહેશે રજા
- કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહીને લઈને શાળાઓ રહેશે બંધ
સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને અમદાવાદમાં આવતીકાલે તમામ શાળાઓ બંધ રહેશે. ભારે વરસાદના કારણે તમામ શાળાઓ બંધ રહેશે. કલેક્ટરે તંત્ર સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો છે. ત્યારે આવતીકાલે સતત બીજા દિવસે પણ શાળાઓ બંધ રહેશે.
આણંદ જિલ્લાની શાળાઓમાં પણ રજા જાહેર
ત્યારે બીજી તરફ આણંદ જિલ્લાની શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. આવતીકાલે 28 ઓગસ્ટે આણંદ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ, હાઈસ્કુલ અને આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવી છે. આ સાથે તમામ ખાનગી સ્કૂલોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિને લઈને રજા જાહેર કરવામાં આવી છે.
કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહીને લઈને શાળાઓ રહેશે બંધ
કચ્છમાં પણ આવતીકાલે 28 ઓગસ્ટે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. અતિ ભારે વરસાદની આગાહી લઈને શાળાઓ બંધ રહેશે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટે આદેશ કર્યો છે. જેથી આવતીકાલે જિલ્લાની શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓની સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા લેવાયો આ નિર્ણય
ઉલ્લેખનીય છે કે આજે રાજ્યના 245 તાલુકામાં વરસાદ વરસ્યો છે અને તેમાં સૌથી વધુ રાજકોટ જિલ્લામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે, ત્યારે આગામી 2થી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે વિદ્યાર્થીઓની સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારે વરસાદને પગલે લોકો હેરાન- પરેશાન
તમને જણાવી દઈએ કે રાજ્યભરમાં વરસાદના કારણે અનેક લોકોને હેરાન, પરેશાન થવાનો વારો આવ્યો છે અને વાહનચાલકોને વરસાદના કારણે મોટી મુશ્કેલી પડી રહી છે. ઘણા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે, ઘરવખરી સહિતનો સામાન પાણીમાં પલળી જતાં સ્થાનિકો મોટી મુશ્કેલીમાં મુકાયા હતા, ત્યારે 1200થી વધુ લોકોનું તો રાજ્યભરમાંથી સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.