Tapi: ડાંગમાં ભારે વરસાદ, અંબિકા-પૂર્ણા નદી બની ગાંડીતૂર, 45 રસ્તાઓ બંધ

ડાંગમાં ભારે વરસાદને લઈ તાપીની અંબિકા અને પૂર્ણા નદી બની ગાંડીતૂરમાર્ગ મકાન વિભાગના બે અને પંચાયત હસ્તકના 45 રસ્તાઓ બંધ જંગલના રસ્તા પ્રવાસીઓને બહાર લવાયા આજે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ડાંગમાં ભારે વરસાદ વરસવાને પગલે બે નદીઓ ગાંડીતૂર બની છે. તાપીની અંબિકા નદી અને પૂર્ણા નદી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગાંડીતૂર બની છે. માર્ગ મકાન વિભાગના બે અને પંચાયત હસ્તકના 45 રસ્તાઓ બંધ ત્યારે હાલમાં ભારે વરસાદ અને નદીઓ ગાંડીતૂર બનવાના કારણે માર્ગ મકાન વિભાગના બે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, સાથે જ પંચાયત હસ્તકના 45 રસ્તાઓ પણ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. નાના અને લો લેવલ કોઝ વે પર પણ પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. વિસ્તારમાં ખુબ જ જાણીતુ પદમડુંગરી ઈકો ટુરિઝમ સ્પોટ તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવ્યુ છે અને રસ્તાઓ પર પાણી ફરી વળતા જંગલના રસ્તે પ્રવાસીઓને બહાર લાવવામાં આવ્યા છે. ભરૂચના અમોદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ભરૂચના આમોદમાં ફરી એકવાર સાંજના સમયે વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે શહેરની મોટાભાગની દુકાનોમાં પણ ભારે વરસાદને કારણે વરસાદી પાણી ઘુસી ગયા અને આખુ નગર પાણી પાણી થયું છે. આમોદમાં મુખ્ય બજાર, તિલક મેદાન અને મચ્છી માર્કેટમાં પણ ઘુંટણસમા પાણી ભરાઈ ગયા છે. જોરદાર ગરમી અને ઉકરાટ વચ્ચે વરસાદે અચાનક એન્ટ્રી મારી હતી, ત્યારે બાળકોએ વરસાદમાં ન્હાવાની પણ મજા માણી હતી. ડાંગના વઘઈમાં અને સુબીરમાં 3.6 ઈંચ વરસાદ હવામાન વિભાગના આંકડા અનુસાર આજે રાજ્યમાં 99 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે. નવસારીના ચીખલીમાં 4.2 ઈંચ વરસાદ તો વાંસદામાં 4 ઈંચ વરસાદ, વરસ્યો છે. ત્યારે વલસાડ તાલુકામાં 3.7 ઈંચ વરસાદ, ડાંગના વઘઈમાં અને સુબીરમાં 3.6 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડના ધરમપુરમાં 3.4 ઈંચ વરસાદ અને તાપીના ડોલવણમાં 2.4 ઈંચ વરસાદ નોંધાયો છે. ઘણા વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તાઓ બંધ હોવાના લીધે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.

Tapi: ડાંગમાં ભારે વરસાદ, અંબિકા-પૂર્ણા નદી બની ગાંડીતૂર, 45 રસ્તાઓ બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડાંગમાં ભારે વરસાદને લઈ તાપીની અંબિકા અને પૂર્ણા નદી બની ગાંડીતૂર
  • માર્ગ મકાન વિભાગના બે અને પંચાયત હસ્તકના 45 રસ્તાઓ બંધ
  • જંગલના રસ્તા પ્રવાસીઓને બહાર લવાયા

આજે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ડાંગમાં ભારે વરસાદ વરસવાને પગલે બે નદીઓ ગાંડીતૂર બની છે. તાપીની અંબિકા નદી અને પૂર્ણા નદી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગાંડીતૂર બની છે.

માર્ગ મકાન વિભાગના બે અને પંચાયત હસ્તકના 45 રસ્તાઓ બંધ

ત્યારે હાલમાં ભારે વરસાદ અને નદીઓ ગાંડીતૂર બનવાના કારણે માર્ગ મકાન વિભાગના બે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, સાથે જ પંચાયત હસ્તકના 45 રસ્તાઓ પણ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. નાના અને લો લેવલ કોઝ વે પર પણ પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. વિસ્તારમાં ખુબ જ જાણીતુ પદમડુંગરી ઈકો ટુરિઝમ સ્પોટ તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવ્યુ છે અને રસ્તાઓ પર પાણી ફરી વળતા જંગલના રસ્તે પ્રવાસીઓને બહાર લાવવામાં આવ્યા છે.

ભરૂચના અમોદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ

ભરૂચના આમોદમાં ફરી એકવાર સાંજના સમયે વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે શહેરની મોટાભાગની દુકાનોમાં પણ ભારે વરસાદને કારણે વરસાદી પાણી ઘુસી ગયા અને આખુ નગર પાણી પાણી થયું છે. આમોદમાં મુખ્ય બજાર, તિલક મેદાન અને મચ્છી માર્કેટમાં પણ ઘુંટણસમા પાણી ભરાઈ ગયા છે. જોરદાર ગરમી અને ઉકરાટ વચ્ચે વરસાદે અચાનક એન્ટ્રી મારી હતી, ત્યારે બાળકોએ વરસાદમાં ન્હાવાની પણ મજા માણી હતી.

ડાંગના વઘઈમાં અને સુબીરમાં 3.6 ઈંચ વરસાદ

હવામાન વિભાગના આંકડા અનુસાર આજે રાજ્યમાં 99 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે. નવસારીના ચીખલીમાં 4.2 ઈંચ વરસાદ તો વાંસદામાં 4 ઈંચ વરસાદ, વરસ્યો છે. ત્યારે વલસાડ તાલુકામાં 3.7 ઈંચ વરસાદ, ડાંગના વઘઈમાં અને સુબીરમાં 3.6 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડના ધરમપુરમાં 3.4 ઈંચ વરસાદ અને તાપીના ડોલવણમાં 2.4 ઈંચ વરસાદ નોંધાયો છે. ઘણા વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તાઓ બંધ હોવાના લીધે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.