વખતપર સબ સ્ટેશન પાછળ ચાલતા કેમિકલના ગેરકાયદે વેપલા પર મામલતદાર દ્વારા દરોડો
શંકાસ્પદ કેમિકલનો જથ્થો, ટ્રક સહિત રૂ. 6.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયોસબ સ્ટેશન પાછળ ઓચિંતી રેડ કરતાં કેમિકલની હેરાફેરી કરતા તત્વોમાં નાસભાગ મચી જવા પામી હતી શંકાસ્પદ કેમિકલનો 120 લીટર જથ્થો તેમજ એક આઈસર ટ્રક મળી આવ્યો હતો સાયલા - ચોટીલા નેશનલ હાઇવે પર આવેલ કેટલીક હોટેલ્સમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓની ઉઠેલી ફરિયાદોને જોતા સ્થાનિક તંત્રને આ બાબતે કડક કાર્યવાહી કરવાની સૂચના ઉચ્ચસ્તરેથી આપવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને મળેલ આધારભૂત માહિતીને જોતા તેમના દ્વારા અપાયેલ સૂચના પ્રમાણે સાયલા મામલતદાર દક્ષાબેન બાસૂપ્યા તથા તેમની ટીમ દ્વારા વખતપર બોર્ડ સામે આવેલ જેટકોના સબ સ્ટેશન પાછળ ઓચિંતી રેડ કરતાં કેમિકલની હેરાફેરી કરતા તત્વોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ ઉપરાંત સાયલા ગ્રામ્યમાં તંત્ર દ્વારા પડાયેલા દરોડામાં સ્થળ પરથી અલગ અલગ કેરબાઓમાં ભરેલ શંકાસ્પદ કેમિકલનો 120 લીટર જથ્થો તેમજ એક આઈસર ટ્રક મળી આવ્યો હતો. આ બાબતે મામલતદાર દ્વારા કેમિકલનો જથ્થો કિંમત રૂ. 80,800, ટ્રકના રૂ. 5.50 લાખ ગણી કુલ રૂ. 6.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરવા સાથે સાયલા પોલીસ સ્ટેશનમાં સીઝ કરવાની કાર્યવાહી કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- શંકાસ્પદ કેમિકલનો જથ્થો, ટ્રક સહિત રૂ. 6.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
- સબ સ્ટેશન પાછળ ઓચિંતી રેડ કરતાં કેમિકલની હેરાફેરી કરતા તત્વોમાં નાસભાગ મચી જવા પામી હતી
- શંકાસ્પદ કેમિકલનો 120 લીટર જથ્થો તેમજ એક આઈસર ટ્રક મળી આવ્યો હતો
સાયલા - ચોટીલા નેશનલ હાઇવે પર આવેલ કેટલીક હોટેલ્સમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓની ઉઠેલી ફરિયાદોને જોતા સ્થાનિક તંત્રને આ બાબતે કડક કાર્યવાહી કરવાની સૂચના ઉચ્ચસ્તરેથી આપવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને મળેલ આધારભૂત માહિતીને જોતા તેમના દ્વારા અપાયેલ સૂચના પ્રમાણે સાયલા મામલતદાર દક્ષાબેન બાસૂપ્યા તથા તેમની ટીમ દ્વારા વખતપર બોર્ડ સામે આવેલ જેટકોના સબ સ્ટેશન પાછળ ઓચિંતી રેડ કરતાં કેમિકલની હેરાફેરી કરતા તત્વોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ ઉપરાંત સાયલા ગ્રામ્યમાં તંત્ર દ્વારા પડાયેલા દરોડામાં સ્થળ પરથી અલગ અલગ કેરબાઓમાં ભરેલ શંકાસ્પદ કેમિકલનો 120 લીટર જથ્થો તેમજ એક આઈસર ટ્રક મળી આવ્યો હતો.
આ બાબતે મામલતદાર દ્વારા કેમિકલનો જથ્થો કિંમત રૂ. 80,800, ટ્રકના રૂ. 5.50 લાખ ગણી કુલ રૂ. 6.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરવા સાથે સાયલા પોલીસ સ્ટેશનમાં સીઝ કરવાની કાર્યવાહી કરી હતી.