Gujarat Rain: રાજ્યમાં આગામી બે દિવસ સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી રહી છે. રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદી ઝાપટા રહેશે.રાજ્યમાં 44 ટકા વધુ વરસાદ વરસ્યો: હવામાન વિભાગ જણાવી દઈએ કે રાજ્યમાં આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા રહેવાની શક્યતા છે. જો કે કચ્છમાં વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં 1 જૂનથી 18 સપ્ટેમ્બર સુધીમાં 44 ટકા વધુ વરસાદ વરસ્યો છે. જો કે રાજ્યના લોકોને ભાદરવા મહિનામાં ઉકળાટ સહન કરવો પડશે. હાલમાં અમદાવાદમાં 32 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને રાજ્યમાં 34થી 35 ડિગ્રી સુધી તાપમાન રહેશે. નવસારી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો છે તો ચીખલીમાં ધોધમાર વરસાદ વરસતા લોકોને બફારામાંથી થોડાકઅંશે રાહત મળી છે. આ સાથે જ આસપાસના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે. ભાવનગરમાં 6 વર્ષમાં આ વર્ષે સૌથી ઓછો વરસાદ ભાવનગરમાં છેલ્લા 6 વર્ષમાં આ વર્ષે સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. શહેરમાં 100 ટકા વરસાદ થવામાં હજુ પણ 8 ઈંચ વરસાદની ઘટ જોવા મળી છે. ત્યારે શહેરમાં ચોમાસુ પૂર્ણતાના આરે છે ત્યારે એક રાઉન્ડ ધોધમાર વરસાદ વરસે તો 100 ટકા વરસાદ થશે. તમને જણાવી દઈએ કે ગત વર્ષે 1021 મી.મી વરસેલા વરસાદ સામે આ વર્ષે 585 મી.મી વરસાદ નોંધાયો છે. જો કે આ વર્ષે રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વાહનચાલકો પણ તેના કારણે પરેશાન થયા હતા. રાધનપુરમાં ભારે વરસાદને પગલે ખેતરો જળમગ્ન ઉલ્લેખનીય છે કે રાધનપુર તાલુકામાં ઓગસ્ટ મહિનાના અંત અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને મેઘરાજાની તોફાની બેટિંગના કારણે રાધનપુર તાલુકામાં છાણીયાથર ગામના ખેડૂતો દ્વારા 600 હેકટર જમીનમાં પાકની વાવણી કરી હતી પણ આફત રૂપી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. ત્યારે છાણીયાથર ગામના ખેડૂતોએ ખેતરોમાં ભરાયેલા પાણીમાં ઉભા રહીને પાક નુકસાનીનો સર્વે કરીને સરકારના નિયમ મુજબ સત્વરે સહાય ચૂકવવામાં આવે તેવી માગ સાથે સુત્રોચાર કર્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી રહી છે. રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદી ઝાપટા રહેશે.
રાજ્યમાં 44 ટકા વધુ વરસાદ વરસ્યો: હવામાન વિભાગ
જણાવી દઈએ કે રાજ્યમાં આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા રહેવાની શક્યતા છે. જો કે કચ્છમાં વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં 1 જૂનથી 18 સપ્ટેમ્બર સુધીમાં 44 ટકા વધુ વરસાદ વરસ્યો છે. જો કે રાજ્યના લોકોને ભાદરવા મહિનામાં ઉકળાટ સહન કરવો પડશે. હાલમાં અમદાવાદમાં 32 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને રાજ્યમાં 34થી 35 ડિગ્રી સુધી તાપમાન રહેશે.
નવસારી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ
ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો છે તો ચીખલીમાં ધોધમાર વરસાદ વરસતા લોકોને બફારામાંથી થોડાકઅંશે રાહત મળી છે. આ સાથે જ આસપાસના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે.
ભાવનગરમાં 6 વર્ષમાં આ વર્ષે સૌથી ઓછો વરસાદ
ભાવનગરમાં છેલ્લા 6 વર્ષમાં આ વર્ષે સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. શહેરમાં 100 ટકા વરસાદ થવામાં હજુ પણ 8 ઈંચ વરસાદની ઘટ જોવા મળી છે. ત્યારે શહેરમાં ચોમાસુ પૂર્ણતાના આરે છે ત્યારે એક રાઉન્ડ ધોધમાર વરસાદ વરસે તો 100 ટકા વરસાદ થશે. તમને જણાવી દઈએ કે ગત વર્ષે 1021 મી.મી વરસેલા વરસાદ સામે આ વર્ષે 585 મી.મી વરસાદ નોંધાયો છે. જો કે આ વર્ષે રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વાહનચાલકો પણ તેના કારણે પરેશાન થયા હતા.
રાધનપુરમાં ભારે વરસાદને પગલે ખેતરો જળમગ્ન
ઉલ્લેખનીય છે કે રાધનપુર તાલુકામાં ઓગસ્ટ મહિનાના અંત અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને મેઘરાજાની તોફાની બેટિંગના કારણે રાધનપુર તાલુકામાં છાણીયાથર ગામના ખેડૂતો દ્વારા 600 હેકટર જમીનમાં પાકની વાવણી કરી હતી પણ આફત રૂપી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. ત્યારે છાણીયાથર ગામના ખેડૂતોએ ખેતરોમાં ભરાયેલા પાણીમાં ઉભા રહીને પાક નુકસાનીનો સર્વે કરીને સરકારના નિયમ મુજબ સત્વરે સહાય ચૂકવવામાં આવે તેવી માગ સાથે સુત્રોચાર કર્યા હતા.