Tapiની મીંઢોળા નદીનું જળસ્તર વધ્યુ,ભારે વરસાદ થતા નવા નીરની થઈ આવક

ઉપરવાસમાં વરસાદના કારણે પાણીનું જળસ્તર વધ્યું સ્વામી વિવેકાનંદ રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યાં સોનગઢ વિસ્તારોમાં મીંઢોળા નદી બે કાંઠે વહી રહી છે તાપીમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મીંઢોળા નદીનુ જળસ્તર વધ્યું છે.સ્વામી વિવેકાનંદ રિવરફ્રન્ટ પર પાણી આવવાનું શરૂ થયું છે.સોનગઢ સહિતના વિસ્તારોમાં વરસાદને લઈને મીંઢોળા બે કાંઠે વહી રહી છે,તાપીમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે,સાથે સાથે ઉપરવાસમાં વરસાદને પગલે નદીમાં નવા નીરની આવક થઈ છે. તાપીમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપીમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે,તાપીમાં ગઈકાલે પણ સાંજે 6 થી 8 કલાક દરમિયાન 4 ઈંચ વરસાદ થતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્રારા જોઈએ તે રીતે કામગીરી કરવામાં આવતી નથી. છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગરમાં યલો એલર્ટ નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી અને રાજકોટ, જામનગર, સોમનાથ તથા બોટાદ, ભાવનગર, અમરેલી તથા કચ્છ અને સુરેન્દ્રનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા સાબરકાંઠા, આણંદ, ખેડા, દાહોદમાં વરસાદનું યલો એલર્ટ છે .તેમજ છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગરમાં પણ યલો એલર્ટ છે. સૌરાષ્ટ્ર બાદ છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. સુરત, નવસારી સહિત અન્ય જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદને કારણે અનેક નદીઓ ગાંડી બની છે. અનેક ગામોમાં પાણી ભરાયા છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કરીને સ્કૂલમાં રજાની જાહેરાત કરવામાં આવી બે દિવસ માત્ર સુરતને ઘમરોળ્યા બાદ હવે વરસાદે આખા દક્ષિણ ગુજરાતને ધમરોળવાનું શરૂ કર્યું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે તમામ નદીઓ ગાંડીતૂર થઇ છે ધોધમાર વરસાદ થતા અનેક જળાશયો છલકાયા તો બીજી તરફ ગામોમાં વરસાદી પાણી પણ ઘૂસ્યા છે. સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. વરસાદને કારણે શહેરીજનો પારવાહી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. આ વચ્ચે બુધવારના રોજ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કરીને સ્કૂલમાં રજાની જાહેરાત કરવામાં આવી છે.

Tapiની મીંઢોળા નદીનું જળસ્તર વધ્યુ,ભારે વરસાદ થતા નવા નીરની થઈ આવક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉપરવાસમાં વરસાદના કારણે પાણીનું જળસ્તર વધ્યું
  • સ્વામી વિવેકાનંદ રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યાં
  • સોનગઢ વિસ્તારોમાં મીંઢોળા નદી બે કાંઠે વહી રહી છે

તાપીમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મીંઢોળા નદીનુ જળસ્તર વધ્યું છે.સ્વામી વિવેકાનંદ રિવરફ્રન્ટ પર પાણી આવવાનું શરૂ થયું છે.સોનગઢ સહિતના વિસ્તારોમાં વરસાદને લઈને મીંઢોળા બે કાંઠે વહી રહી છે,તાપીમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે,સાથે સાથે ઉપરવાસમાં વરસાદને પગલે નદીમાં નવા નીરની આવક થઈ છે.

તાપીમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપીમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે,તાપીમાં ગઈકાલે પણ સાંજે 6 થી 8 કલાક દરમિયાન 4 ઈંચ વરસાદ થતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્રારા જોઈએ તે રીતે કામગીરી કરવામાં આવતી નથી.


છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગરમાં યલો એલર્ટ

નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી અને રાજકોટ, જામનગર, સોમનાથ તથા બોટાદ, ભાવનગર, અમરેલી તથા કચ્છ અને સુરેન્દ્રનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા સાબરકાંઠા, આણંદ, ખેડા, દાહોદમાં વરસાદનું યલો એલર્ટ છે .તેમજ છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગરમાં પણ યલો એલર્ટ છે. સૌરાષ્ટ્ર બાદ છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. સુરત, નવસારી સહિત અન્ય જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદને કારણે અનેક નદીઓ ગાંડી બની છે. અનેક ગામોમાં પાણી ભરાયા છે.

જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કરીને સ્કૂલમાં રજાની જાહેરાત કરવામાં આવી

બે દિવસ માત્ર સુરતને ઘમરોળ્યા બાદ હવે વરસાદે આખા દક્ષિણ ગુજરાતને ધમરોળવાનું શરૂ કર્યું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે તમામ નદીઓ ગાંડીતૂર થઇ છે ધોધમાર વરસાદ થતા અનેક જળાશયો છલકાયા તો બીજી તરફ ગામોમાં વરસાદી પાણી પણ ઘૂસ્યા છે. સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. વરસાદને કારણે શહેરીજનો પારવાહી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. આ વચ્ચે બુધવારના રોજ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કરીને સ્કૂલમાં રજાની જાહેરાત કરવામાં આવી છે.