Dwarka જિલ્લામાં જળહોનારત જેવી સ્થિતિ, જર્જરિત મકાન પડતા 3ના મોત

એક જ પરિવારના 10 લોકો કાટમાળ નીચે દબાયા NDRFની ટીમે 3 મૃતદેહ બહાર કાઢ્યા કાટમાળ નીચે દટાઇ જતા મોત નિપજ્યા દ્વારકા જિલ્લામાં જળહોનારત જેવી સ્થિતિ જોવા મળી છે. જેમાં ખંભાળીયામાં જર્જરિત મકાન પડતા 3ના મોત થયા છે. તેમજ NDRFની ટીમે 3 મૃતદેહ બહાર કાઢ્યા છે. કાટમાળ નીચે દટાઇ જતા મોત નિપજ્યા હતા. દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક જામ ખંભાળીયામાં જર્જરીત મકાન ધરાશયી થવાની ઘટનામાં 3ના મોત નિપજયા છે. કાટમાળ નીચે દબાઇ જતા NDRFની મદદ લેવામાં આવી હતી જામ ખંભાળીયાના રાજડા રોડ પર ગગવાણી ફળીમાં રહેતા અશોકભાઇ જેઠાભાઇ કણજારીયાનું ‌ત્રણ માળનું જર્જરીત મકાન વરસાદને કારણે એકા એક ધરાસાયી થતા એક જ પરિવારના 10 લોકો કાટમાળ નીચે દબાયા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક રેસક્યું કરીને બાળકો સહિત 7 લોકોને કાટમાળ નીચેથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે સાતેય લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી જ્યારે અશોકભાઇના 65 વર્ષિય મમ્મી કેશરબેન જેઠાભાઇ કણજારીયા, અને તેમની બંને બાળકીઓ 18, વર્ષિય પાયલબેન અને 13 વર્ષિય પ્રિતિબેન અશ્વીનભાઇ કણજારીયા કાટમાળ નીચે દબાઇ જતા NDRFની મદદ લેવામાં આવી હતી. જામ ખંભાળીયા પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે ભારે જહેમત બાદ NDRFની ટીમ દ્વારા એક પછી એક એમ કાટમાળનીચે દબાયેલી 2 બાળકીઓ અને 1 વૃદ્ધ મહિલાનું રેસકયુ કરીને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. ત્રણેયને સારવાર મળે તે પહેલા જ ત્રણેયના કમકમાટીભર્યા મોત નિપજયા હતા. અચાનક બનેલી દુઃખદ ઘટના બનતા સતવારા સમાજ તેમજ જામ ખંભાળીયા પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

Dwarka જિલ્લામાં જળહોનારત જેવી સ્થિતિ,  જર્જરિત મકાન પડતા 3ના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એક જ પરિવારના 10 લોકો કાટમાળ નીચે દબાયા
  • NDRFની ટીમે 3 મૃતદેહ બહાર કાઢ્યા
  • કાટમાળ નીચે દટાઇ જતા મોત નિપજ્યા

દ્વારકા જિલ્લામાં જળહોનારત જેવી સ્થિતિ જોવા મળી છે. જેમાં ખંભાળીયામાં જર્જરિત મકાન પડતા 3ના મોત થયા છે. તેમજ NDRFની ટીમે 3 મૃતદેહ બહાર કાઢ્યા છે. કાટમાળ નીચે દટાઇ જતા મોત નિપજ્યા હતા. દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક જામ ખંભાળીયામાં જર્જરીત મકાન ધરાશયી થવાની ઘટનામાં 3ના મોત નિપજયા છે.

કાટમાળ નીચે દબાઇ જતા NDRFની મદદ લેવામાં આવી હતી

જામ ખંભાળીયાના રાજડા રોડ પર ગગવાણી ફળીમાં રહેતા અશોકભાઇ જેઠાભાઇ કણજારીયાનું ‌ત્રણ માળનું જર્જરીત મકાન વરસાદને કારણે એકા એક ધરાસાયી થતા એક જ પરિવારના 10 લોકો કાટમાળ નીચે દબાયા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક રેસક્યું કરીને બાળકો સહિત 7 લોકોને કાટમાળ નીચેથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે સાતેય લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી જ્યારે અશોકભાઇના 65 વર્ષિય મમ્મી કેશરબેન જેઠાભાઇ કણજારીયા, અને તેમની બંને બાળકીઓ 18, વર્ષિય પાયલબેન અને 13 વર્ષિય પ્રિતિબેન અશ્વીનભાઇ કણજારીયા કાટમાળ નીચે દબાઇ જતા NDRFની મદદ લેવામાં આવી હતી.

જામ ખંભાળીયા પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે

ભારે જહેમત બાદ NDRFની ટીમ દ્વારા એક પછી એક એમ કાટમાળનીચે દબાયેલી 2 બાળકીઓ અને 1 વૃદ્ધ મહિલાનું રેસકયુ કરીને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. ત્રણેયને સારવાર મળે તે પહેલા જ ત્રણેયના કમકમાટીભર્યા મોત નિપજયા હતા. અચાનક બનેલી દુઃખદ ઘટના બનતા સતવારા સમાજ તેમજ જામ ખંભાળીયા પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.