Sabarkanthaના Vijaynagarના જંગલોમાં 20 હેકટર જમીનમાં ડ્રોન દ્રારા કરાયું વૃક્ષારોપણ,જુઓ Video

પહાડોને ગ્રીનરી બનાવવા માટે ડ્રોનનો ઉપયોગ કરાયો વિજયનગરમાં વૃક્ષો વાવવા માટે નવતર પ્રયોગ શરૂ ફોરેસ્ટ વિભાગનું 20 હેકટર જમીનમાં ડ્રોનથી વૃક્ષા રોપણ સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પહાડોને ગ્રીનરીથી વધુ સજ્જ બનાવવા માટે વન વિભાગ દ્રારા ડ્રોનનો ઉપયોગ કરીને વૃક્ષારોપણ કરવમાં આવી રહ્યું છે.અંતરિયાળ પોળો વિસ્તારની આજુબાજુ વૃક્ષો વાવવા માટે નવતર પ્રયોગ શરૂ કરાયો છે.ફોરેસ્ટ વિભાગ દ્વારા 20 હેકટર જમીનમાં ડ્રોન દ્વારા વૃક્ષારોપણ કરાયું છે અને અગામી સમયમાં પણ કરવામાં આવશે. નવતર પ્રયોગ વૃક્ષારોપણ ડુંગર વિસ્તારના જંગલોને વધુ ગાઢ અને હરિયાળા બનાવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે,ડ્રોન દ્રારા ચેક પણ કરવામાં આવે છે કે,જે પર્વતોની વચ્ચે જગ્યા હોય તે જગ્યા પર વૃક્ષો વાવવામાં આવે છે.8000 હજાર સીડ બોલ બનાવી ડ્રોન દ્વારા વાવેતર કરવામાં આવી રહ્યું છે.200 કિલો છૂટું બિયારણ સિડ બોલ બનાવી ડ્રોન દ્વારા ઉપયોગ કરાઈ રહ્યો છે અને વૃક્ષારોપણ પણ કરવામાં આવી રહ્યું છે.ત્યારે અગામી સમયમાં પણ આજ રીતે વૃક્ષારોપણ કરવામાં આવશે.આ જંગલમાં લોકો ફરવા આવે છેસાબરકાંઠાના ઈડરમાં આવેલા વિજયનગર જંગલને જિલ્લા વન વિભાગ દ્વારા હરીયાળું કરવાના પ્રયાસ શરુ કરવામાં આવ્યા છે. જંગલનું પ્રમાણ વધારવા માટે સીડબોલ અને જંગલી રોપાના બીજનો ઉપયોગ કરવામાં આવે છે. જે અંતર્ગત ડ્રોનથી પહાડો ઉપર સીડબોલ અને રોપાના બીજ નાખવામાં આવે છે. જેના થકી ચોમાસામાં સીડબોલમાં મુકાયેલા વૃક્ષના બીજ અંકુરણ પામે છે. ડુંગરની ટોચ ઉપર વૃક્ષો ઊગી નીકળશે જેનાથી હવે પહાડો પણ લીલાછમ બને તો નવાઈ નહીં. નવતર પ્રયોગ હાથધરાયોનવતર પ્રયોગને સફળતા મળે એવી આશા સાથે આ પ્રયત્ન કરવામાં આવે છે. આ પ્રયોગ સફળ થશે તો ભવિષ્યમાં આ રીતે ફરીથી વાવેતર કરવામાં આવશે. જોકે, એક તરફ માનવ મજૂરી સહિત વૃક્ષારોપણ કરવામાં લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. તેમ છતાં ડુંગરોને હરિયાળા બનાવી શક્યા નથી. ત્યારે આ વખતે ડ્રોન થકી કરાયેલો પ્રયાસ આગામી સમયમાં કેટલો સફળ બની રહેશે તે જોવું રહ્યું.  

Sabarkanthaના Vijaynagarના જંગલોમાં 20 હેકટર જમીનમાં ડ્રોન દ્રારા કરાયું વૃક્ષારોપણ,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પહાડોને ગ્રીનરી બનાવવા માટે ડ્રોનનો ઉપયોગ કરાયો
  • વિજયનગરમાં વૃક્ષો વાવવા માટે નવતર પ્રયોગ શરૂ
  • ફોરેસ્ટ વિભાગનું 20 હેકટર જમીનમાં ડ્રોનથી વૃક્ષા રોપણ

સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પહાડોને ગ્રીનરીથી વધુ સજ્જ બનાવવા માટે વન વિભાગ દ્રારા ડ્રોનનો ઉપયોગ કરીને વૃક્ષારોપણ કરવમાં આવી રહ્યું છે.અંતરિયાળ પોળો વિસ્તારની આજુબાજુ વૃક્ષો વાવવા માટે નવતર પ્રયોગ શરૂ કરાયો છે.ફોરેસ્ટ વિભાગ દ્વારા 20 હેકટર જમીનમાં ડ્રોન દ્વારા વૃક્ષારોપણ કરાયું છે અને અગામી સમયમાં પણ કરવામાં આવશે.

નવતર પ્રયોગ વૃક્ષારોપણ

ડુંગર વિસ્તારના જંગલોને વધુ ગાઢ અને હરિયાળા બનાવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે,ડ્રોન દ્રારા ચેક પણ કરવામાં આવે છે કે,જે પર્વતોની વચ્ચે જગ્યા હોય તે જગ્યા પર વૃક્ષો વાવવામાં આવે છે.8000 હજાર સીડ બોલ બનાવી ડ્રોન દ્વારા વાવેતર કરવામાં આવી રહ્યું છે.200 કિલો છૂટું બિયારણ સિડ બોલ બનાવી ડ્રોન દ્વારા ઉપયોગ કરાઈ રહ્યો છે અને વૃક્ષારોપણ પણ કરવામાં આવી રહ્યું છે.ત્યારે અગામી સમયમાં પણ આજ રીતે વૃક્ષારોપણ કરવામાં આવશે.


આ જંગલમાં લોકો ફરવા આવે છે

સાબરકાંઠાના ઈડરમાં આવેલા વિજયનગર જંગલને જિલ્લા વન વિભાગ દ્વારા હરીયાળું કરવાના પ્રયાસ શરુ કરવામાં આવ્યા છે. જંગલનું પ્રમાણ વધારવા માટે સીડબોલ અને જંગલી રોપાના બીજનો ઉપયોગ કરવામાં આવે છે. જે અંતર્ગત ડ્રોનથી પહાડો ઉપર સીડબોલ અને રોપાના બીજ નાખવામાં આવે છે. જેના થકી ચોમાસામાં સીડબોલમાં મુકાયેલા વૃક્ષના બીજ અંકુરણ પામે છે. ડુંગરની ટોચ ઉપર વૃક્ષો ઊગી નીકળશે જેનાથી હવે પહાડો પણ લીલાછમ બને તો નવાઈ નહીં.

નવતર પ્રયોગ હાથધરાયો

નવતર પ્રયોગને સફળતા મળે એવી આશા સાથે આ પ્રયત્ન કરવામાં આવે છે. આ પ્રયોગ સફળ થશે તો ભવિષ્યમાં આ રીતે ફરીથી વાવેતર કરવામાં આવશે. જોકે, એક તરફ માનવ મજૂરી સહિત વૃક્ષારોપણ કરવામાં લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. તેમ છતાં ડુંગરોને હરિયાળા બનાવી શક્યા નથી. ત્યારે આ વખતે ડ્રોન થકી કરાયેલો પ્રયાસ આગામી સમયમાં કેટલો સફળ બની રહેશે તે જોવું રહ્યું.