Rajkot: TRP કાંડમાં ભાજપના નેતાઓ સામે તપાસ કેમ નહીં: લલિત વસોયા

ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસ દ્વારા સંવેદના સભા કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયાનું નિવેદન તપાસ કમિટી માત્ર 'ભીનું સંકેલો કમિટી' બનીને રહી ગઈ કોંગ્રેસની ન્યાય યાત્રા રાજકોટ ખાતે પહોંચી છે. રાજકોટના ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસના નેતાઓએ TRP કાંડનો મુદ્દો યાદ કરતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે આક્ષેપો કર્યો હતા. તેમજ જે તપાસ કમિટી બનાવવામાં આવી છે. જે તપાસ કમિટી સામે પણ આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસના લલિત વસોયાનું નિવેદન લલિત વસોયાએ નિવેદન કરતા જણાવ્યું હતું કે, જવાબદારોને બચાવવા માટે તપાસ સમિતિ બની છે. તેમજ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું હતું કે, ‘ભાજપ સરકાર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ’ છે. કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયાનું નિવેદનપાલ આંબલિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, TRP ગેમઝોન અગ્નિકાંડમાં ચાર તપાસ કમિટી બનાવવામાં આવી છે. ચાર કમિટીમાં એક પણ અધિકારી એવા ન નિકળ્યા કે જે IPS કે IAS સામે ગાળિયો મજબૂત કરી શક્યા હોય. ચારેય ઘટનામાં એક વાત સ્પષ્ટ છે કે, જવાબદારોને બચાવવા માટે તપાસ સમિતિ નિમાઈ છે. રાજકોટની દુર્ઘટનામાં સાગઠિયાને મહોરું બનાવી બાકી બધાને બચાવી લેવાયા છે. સ્ટેન્ડિંગ ચેરમેન, મેયર સહિતના ભાજપનાં અગેવાનોના સહકાર વિના સાગઠિયા કરી શકે તેવી તાકાત નથી. ભાજપના નેતા સાગઠિયાને જેલમાં મળવા જાય કારણ સાગઠિયા કોઈનું નામ ન આપી દે. કોંગ્રેસ ગુજરાતની ચારેય દુર્ઘટના માટે સતત રજૂઆતો કરે છે. આગામી દિવસોમાં આવી દુર્ઘટનાઓ ન બને પ્રજાને ન્યાય મળે તેના માટે ન્યાય યાત્રા યોજવામાં આવી છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ પીડિત પરિવારો સાથે રહીને લડશે.ઇન્દ્રનીલ રાજગુરુનું નિવેદન રાજગુરૂએ જણાવ્યું કે, ભાજપ સરકાર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. અને એમાંથી બહાર પણ નીકળી શકે તેમ નથી. ભાજપની વ્યવસ્થા જ ભ્રષ્ટાચારથી થઈ છે, કોઈપણ ગુજરાતીનું મોત થાય તેનો વાંધો નથી. ભાજપના કોઈ અગેવાનનું નામ ન ખુલે તેનું ધ્યાન તપાસ સમિતિ રાખે છે. સરકાર પાસે માંગ છે કે ભાજપના આગેવાનો ભ્રષ્ટાચાર કરે છે તેને પકડો. રાજકોટમાં સાગઠિયાએ ભાજપનાં મોટા અગેવાનોના નામ લીધા છે. ભાજપના ધારાસભ્ય રમેશ રૂપાપરા સાગઠિયાને મળવા જાય છતાં તેના નામ લેવાની હિંમત નથી, લોકોએ આ મુદ્દે જાગૃત થવાની જરૂર છે. ભ્રષ્ટાચાર માટે કોઈપણ ગુજરાતીને કંઈપણ થાય તેની ચિંતા ભાજપને નથી. રાજકોટનાં લોકોએ બંધ પાળી ભાજપની આંખ ઉઘાડી છે. કાલે ભાજપના આગેવાનો રાજકોટમાં આવ્યા હતા. ગઇકાલની રેલીમાં કોઈ પ્રજા ગઈ નથી. માત્ર સ્કૂલ સંચાલકો જેને ભાજપે લૂંટવાની છૂટ આપી છે તેવી શાળાઓના બાળકો જ તિરંગા યાત્રામાં હતા.આ સભામાં શકિતસિંહ ગોહિલ, લાલજી દેસાઈ, પાલ આંબલીયા, લલિત વસોયા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અને રાજકોટના પીડિત પરિવાર પણ આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા.

Rajkot: TRP કાંડમાં ભાજપના નેતાઓ સામે તપાસ કેમ નહીં: લલિત વસોયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસ દ્વારા સંવેદના સભા
  • કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયાનું નિવેદન
  • તપાસ કમિટી માત્ર 'ભીનું સંકેલો કમિટી' બનીને રહી ગઈ

કોંગ્રેસની ન્યાય યાત્રા રાજકોટ ખાતે પહોંચી છે. રાજકોટના ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસના નેતાઓએ TRP કાંડનો મુદ્દો યાદ કરતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે આક્ષેપો કર્યો હતા. તેમજ જે તપાસ કમિટી બનાવવામાં આવી છે. જે તપાસ કમિટી સામે પણ આક્ષેપો કર્યા હતા.

કોંગ્રેસના લલિત વસોયાનું નિવેદન

લલિત વસોયાએ નિવેદન કરતા જણાવ્યું હતું કે, જવાબદારોને બચાવવા માટે તપાસ સમિતિ બની છે. તેમજ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું હતું કે, ‘ભાજપ સરકાર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ’ છે.

કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયાનું નિવેદન

પાલ આંબલિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, TRP ગેમઝોન અગ્નિકાંડમાં ચાર તપાસ કમિટી બનાવવામાં આવી છે. ચાર કમિટીમાં એક પણ અધિકારી એવા ન નિકળ્યા કે જે IPS કે IAS સામે ગાળિયો મજબૂત કરી શક્યા હોય. ચારેય ઘટનામાં એક વાત સ્પષ્ટ છે કે, જવાબદારોને બચાવવા માટે તપાસ સમિતિ નિમાઈ છે. રાજકોટની દુર્ઘટનામાં સાગઠિયાને મહોરું બનાવી બાકી બધાને બચાવી લેવાયા છે. સ્ટેન્ડિંગ ચેરમેન, મેયર સહિતના ભાજપનાં અગેવાનોના સહકાર વિના સાગઠિયા કરી શકે તેવી તાકાત નથી. ભાજપના નેતા સાગઠિયાને જેલમાં મળવા જાય કારણ સાગઠિયા કોઈનું નામ ન આપી દે. કોંગ્રેસ ગુજરાતની ચારેય દુર્ઘટના માટે સતત રજૂઆતો કરે છે. આગામી દિવસોમાં આવી દુર્ઘટનાઓ ન બને પ્રજાને ન્યાય મળે તેના માટે ન્યાય યાત્રા યોજવામાં આવી છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ પીડિત પરિવારો સાથે રહીને લડશે.

ઇન્દ્રનીલ રાજગુરુનું નિવેદન

રાજગુરૂએ જણાવ્યું કે, ભાજપ સરકાર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. અને એમાંથી બહાર પણ નીકળી શકે તેમ નથી. ભાજપની વ્યવસ્થા જ ભ્રષ્ટાચારથી થઈ છે, કોઈપણ ગુજરાતીનું મોત થાય તેનો વાંધો નથી. ભાજપના કોઈ અગેવાનનું નામ ન ખુલે તેનું ધ્યાન તપાસ સમિતિ રાખે છે. સરકાર પાસે માંગ છે કે ભાજપના આગેવાનો ભ્રષ્ટાચાર કરે છે તેને પકડો. રાજકોટમાં સાગઠિયાએ ભાજપનાં મોટા અગેવાનોના નામ લીધા છે. ભાજપના ધારાસભ્ય રમેશ રૂપાપરા સાગઠિયાને મળવા જાય છતાં તેના નામ લેવાની હિંમત નથી, લોકોએ આ મુદ્દે જાગૃત થવાની જરૂર છે. ભ્રષ્ટાચાર માટે કોઈપણ ગુજરાતીને કંઈપણ થાય તેની ચિંતા ભાજપને નથી. રાજકોટનાં લોકોએ બંધ પાળી ભાજપની આંખ ઉઘાડી છે. કાલે ભાજપના આગેવાનો રાજકોટમાં આવ્યા હતા. ગઇકાલની રેલીમાં કોઈ પ્રજા ગઈ નથી. માત્ર સ્કૂલ સંચાલકો જેને ભાજપે લૂંટવાની છૂટ આપી છે તેવી શાળાઓના બાળકો જ તિરંગા યાત્રામાં હતા.

આ સભામાં શકિતસિંહ ગોહિલ, લાલજી દેસાઈ, પાલ આંબલીયા, લલિત વસોયા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અને રાજકોટના પીડિત પરિવાર પણ આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા.