Agriculture News: આ ખેડૂતોને કૃષિ સહાય પેકેજનો નહીં મળે લાભ, જાણો કેમ?
સરકારે જાહેર કરેલા કૃષિ સહાય પેકેજ અંગે નવી અપડેટ સામે આવી છે. કૃષિ વિભાગે નવો ઠરાવ કર્યો છે કે ખેડૂતોને કોઈ એક રાહત પેકેજનો જ લાભ મળશે. જે ખેડૂતોએ જુલાઈ મહિનાના પેકેજનો લાભ લીધો હશે તો નવા પેકેજનો લાભ નહીં મળે.મળતી માહિતી મુજબ, માવઠાનો માર વેઠી રહેલા ખેડૂતો માટે સરકારે જાહેર કરેલા કૃષિ સહાય પેકેજને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. કૃષિ વિભાગે નવો ઠરાવ કર્યો છે. જેને સાંભળીને ઘણા ખેડૂતોને નિરાશ થવાનો વારો આવી શકે છે. અત્યાર સુધી ખેડૂતો પાક નુકસાનની સહાયતા પર મોટી આશા રાખીને બેઠા હતા. પરંતુ ખેડૂતોને કોઈ એક રાહત પેકેજનો જ લાભ મળશે.અતિવૃષ્ટિનો માર વેઠી રહેલા ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કૃષિ વિભાગે કરેલા ઠરાવ અનુસાર, ખેડૂતને કોઈ એક રાહત પેકેજનો જ લાભ મળશે. એટલે કે જુલાઈ મહિનામાં જાહેર થયેલા પેકેજનો લાભ લેનાર ખેડૂતને નવા પેકેજનો લાભ નહીં મળે. એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરના રાહત પેકેજનો લાભ ખેડૂતોને નહીં મળી શકે. એક દિવસ અગાઉ જ રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી હતી.ગુરુવારે જ અતિવૃષ્ટિને લઈને ગુજરાત સરકારે 1 હજાર કરોડનાં રાહત પેકેજની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠકમાં કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભારે વરસાદના કારણે પાકને થયેલા નુકસાન માટે ખેડૂતો માટે રૂપિયા 1419.62 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. ઓગષ્ટ-2024માં થયેલ ભારે વરસાદના કારણે પાક નુકસાનીને લઈ સરકારે કુલ રૂ. 1419.62 કરોડની સહાય ખેડૂતોને ચુકવવાનો નિર્ણય કર્યો હતો. જેમાં SDRF ઉપરાંત રાજય સરકારે પોતાના ભંડોળમાંથી નુકસાનની તીવ્રતા ધ્યાને લઈને રાજય બજેટમાંથી વધારાની રકમ ચૂકવવા નિર્ણય કર્યો હતો.આ બાબતે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનું ખેડૂતોને સહાયની રકમ અંગે નિવેદન આપ્યું હતું કે સહાયની રકમ માટે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં અરજીથી લઇને ચૂકવવાની પ્રક્રિયા એક મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. ઉપરાંત ઓક્ટોમ્બર મહિનાના વરસાદથી થયેલા નુકસાનનો સર્વે યુદ્ધના ધોરણે ચાલુ જ છે. જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. આ ઉપરાંત જ્યાં દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો હશે ત્યાંના ખેડૂતોને સરકાર દ્વારા સહાય કરવામાં આવશે. આ અંગે પણ ખૂબ ટૂંકા સમયમાં હજુ એક રાહત પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સરકારે જાહેર કરેલા કૃષિ સહાય પેકેજ અંગે નવી અપડેટ સામે આવી છે. કૃષિ વિભાગે નવો ઠરાવ કર્યો છે કે ખેડૂતોને કોઈ એક રાહત પેકેજનો જ લાભ મળશે. જે ખેડૂતોએ જુલાઈ મહિનાના પેકેજનો લાભ લીધો હશે તો નવા પેકેજનો લાભ નહીં મળે.
મળતી માહિતી મુજબ, માવઠાનો માર વેઠી રહેલા ખેડૂતો માટે સરકારે જાહેર કરેલા કૃષિ સહાય પેકેજને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. કૃષિ વિભાગે નવો ઠરાવ કર્યો છે. જેને સાંભળીને ઘણા ખેડૂતોને નિરાશ થવાનો વારો આવી શકે છે. અત્યાર સુધી ખેડૂતો પાક નુકસાનની સહાયતા પર મોટી આશા રાખીને બેઠા હતા. પરંતુ ખેડૂતોને કોઈ એક રાહત પેકેજનો જ લાભ મળશે.
અતિવૃષ્ટિનો માર વેઠી રહેલા ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કૃષિ વિભાગે કરેલા ઠરાવ અનુસાર, ખેડૂતને કોઈ એક રાહત પેકેજનો જ લાભ મળશે. એટલે કે જુલાઈ મહિનામાં જાહેર થયેલા પેકેજનો લાભ લેનાર ખેડૂતને નવા પેકેજનો લાભ નહીં મળે. એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરના રાહત પેકેજનો લાભ ખેડૂતોને નહીં મળી શકે. એક દિવસ અગાઉ જ રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી હતી.
ગુરુવારે જ અતિવૃષ્ટિને લઈને ગુજરાત સરકારે 1 હજાર કરોડનાં રાહત પેકેજની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠકમાં કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભારે વરસાદના કારણે પાકને થયેલા નુકસાન માટે ખેડૂતો માટે રૂપિયા 1419.62 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. ઓગષ્ટ-2024માં થયેલ ભારે વરસાદના કારણે પાક નુકસાનીને લઈ સરકારે કુલ રૂ. 1419.62 કરોડની સહાય ખેડૂતોને ચુકવવાનો નિર્ણય કર્યો હતો. જેમાં SDRF ઉપરાંત રાજય સરકારે પોતાના ભંડોળમાંથી નુકસાનની તીવ્રતા ધ્યાને લઈને રાજય બજેટમાંથી વધારાની રકમ ચૂકવવા નિર્ણય કર્યો હતો.
આ બાબતે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનું ખેડૂતોને સહાયની રકમ અંગે નિવેદન આપ્યું હતું કે સહાયની રકમ માટે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં અરજીથી લઇને ચૂકવવાની પ્રક્રિયા એક મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. ઉપરાંત ઓક્ટોમ્બર મહિનાના વરસાદથી થયેલા નુકસાનનો સર્વે યુદ્ધના ધોરણે ચાલુ જ છે. જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. આ ઉપરાંત જ્યાં દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો હશે ત્યાંના ખેડૂતોને સરકાર દ્વારા સહાય કરવામાં આવશે. આ અંગે પણ ખૂબ ટૂંકા સમયમાં હજુ એક રાહત પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.