Vapi: ખાડાના કારણે યુવતીનું મોત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં, યુવાનોએ કર્યો વિરોધ

ઘટના સ્થળે અલગ-અલગ પ્રકારના બેનરો સાથે વાપીના યુવાનોએ કર્યો વિરોધબે દિવસ થયા છતાં ખાડા નથી પુરાયા નેશનલ હાઈવે ઓથોરિટીએ નથી પૂર્યા ખાડા વલસાડ જિલ્લાના વાપીમાં ખાડાના કારણે યુવતી મોતને ભેટી છે. વાપીમાં ખાડાને કારણે યુવતીનું મોત થવાનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનાને બે દિવસ પસાર થઈ ગયા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ખાડા ન પુરવામાં આવતા ઘટના સ્થળે વાપીના યુવાનો દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. વાપીના યુવાનો અલગ-અલગ પ્રકારના બેનરો સાથે રાખી કર્યો વિરોધ યુવાનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ભેગા થઈને ખાડા પાસે બેનરો લઈને ઉભા છે અને અનોખો વિરોધ કરી રહ્યા છે. યુવાનોએ અલગ અલગ પ્રકારના સૂત્રો લખેલા બેનરો સાથે રાખીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. યુવાનો આક્રોશ વ્યક્ત કરતા કહી રહ્યા છે કે હજી લોકો મરશે, ત્યારે તંત્ર ખાડા પુરશે. હજી કેટલા લોકોનો ભોગ આ ખાડા લેશે. એવા અલગ અલગ પ્રકારના સુત્રો લખેલા બેનરો સાથે યુવાનો વિરોધ કરી રહ્યા છે. વડોદરા શહેરમાં આજે વધુ એક ભૂવો પડ્યો વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થિતિ એક સાંધે ત્યાં 13 તૂટે જેવી થઈ છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં પડેલા ભુવા અને ખાડાઓનું રીપેરીંગ કામકાજ હજુ સુધી પૂરૂ થયુ નથી, તે પહેલા જ વાઘોડિયા રોડ પર વધુ એક ભુવા પડ્યો છે. ત્યારે શહેરમાં પડી રહેલા સતત ભૂવાના કારણે હવે વડોદરા ભૂવાનગરી બની હોવાનો અહેસાસ નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે. કોર્પોરેશનની આ પ્રકારની કામગીરીને લઈ લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં ખાડારાજ ઉલ્લેખનીય છે કે ચોમાસામાં રાજ્યના અનેક શહેરમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ઘણી જગ્યાએ ભૂવા રાજ જોવા મળી રહ્યું છે. રાજ્યના જામનગર, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, ભરૂચ, આણંદ, પેટલાદ, વાપી, વલસાડ સહિત ઘણા શહેરોમાં ખાડા રાજ જોવા મળી રહ્યું છે પણ અધિકારીઓને તેનું કામકાજ કરવાનો સમય નથી, કારણ કે તેઓ એસી ઓફિસોમાં બેસી રહેવામાં વ્યસ્ત છે. 

Vapi: ખાડાના કારણે યુવતીનું મોત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં, યુવાનોએ કર્યો વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઘટના સ્થળે અલગ-અલગ પ્રકારના બેનરો સાથે વાપીના યુવાનોએ કર્યો વિરોધ
  • બે દિવસ થયા છતાં ખાડા નથી પુરાયા
  • નેશનલ હાઈવે ઓથોરિટીએ નથી પૂર્યા ખાડા

વલસાડ જિલ્લાના વાપીમાં ખાડાના કારણે યુવતી મોતને ભેટી છે. વાપીમાં ખાડાને કારણે યુવતીનું મોત થવાનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનાને બે દિવસ પસાર થઈ ગયા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ખાડા ન પુરવામાં આવતા ઘટના સ્થળે વાપીના યુવાનો દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો છે.

વાપીના યુવાનો અલગ-અલગ પ્રકારના બેનરો સાથે રાખી કર્યો વિરોધ

યુવાનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ભેગા થઈને ખાડા પાસે બેનરો લઈને ઉભા છે અને અનોખો વિરોધ કરી રહ્યા છે. યુવાનોએ અલગ અલગ પ્રકારના સૂત્રો લખેલા બેનરો સાથે રાખીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. યુવાનો આક્રોશ વ્યક્ત કરતા કહી રહ્યા છે કે હજી લોકો મરશે, ત્યારે તંત્ર ખાડા પુરશે. હજી કેટલા લોકોનો ભોગ આ ખાડા લેશે. એવા અલગ અલગ પ્રકારના સુત્રો લખેલા બેનરો સાથે યુવાનો વિરોધ કરી રહ્યા છે.

વડોદરા શહેરમાં આજે વધુ એક ભૂવો પડ્યો

વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થિતિ એક સાંધે ત્યાં 13 તૂટે જેવી થઈ છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં પડેલા ભુવા અને ખાડાઓનું રીપેરીંગ કામકાજ હજુ સુધી પૂરૂ થયુ નથી, તે પહેલા જ વાઘોડિયા રોડ પર વધુ એક ભુવા પડ્યો છે. ત્યારે શહેરમાં પડી રહેલા સતત ભૂવાના કારણે હવે વડોદરા ભૂવાનગરી બની હોવાનો અહેસાસ નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે. કોર્પોરેશનની આ પ્રકારની કામગીરીને લઈ લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.

રાજ્યના અનેક શહેરોમાં ખાડારાજ

ઉલ્લેખનીય છે કે ચોમાસામાં રાજ્યના અનેક શહેરમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ઘણી જગ્યાએ ભૂવા રાજ જોવા મળી રહ્યું છે. રાજ્યના જામનગર, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, ભરૂચ, આણંદ, પેટલાદ, વાપી, વલસાડ સહિત ઘણા શહેરોમાં ખાડા રાજ જોવા મળી રહ્યું છે પણ અધિકારીઓને તેનું કામકાજ કરવાનો સમય નથી, કારણ કે તેઓ એસી ઓફિસોમાં બેસી રહેવામાં વ્યસ્ત છે.