Suratના નાના વરાછામાં હાઈડ્રોલિક ક્રેન પડતા આસપાસના ઘર અને વાહનોને થયું નુકસાન
સુરતમાં ક્રેન પડવામાં ગંભીર બેદરકારી આવી સામે નાના વરાછામાં હાઈડ્રોલિક ક્રેન પડી હતી રણજિત બિલ્ડકોનની ગંભીર બંદરકારી આવી સામે સુરતના નાના વરાછામાં મેટ્રો કામની કામગીરી દરમિયાન ક્રેન ધડાકાભેર નીચે પડતા લોકોમાં દોડધામ મચી હતી.4 ક્રેનની જગ્યાએ 2 જ ક્રેનથી ગદર ચઢાવામાં આવ્યું હતું જેના કારણે આ ઘટના બની હોવાની શંકા સેવાઈ રહી છે.વજન વધુ હોવાથી ક્રેન ગદરને ઉંચકી ના શકી અને ધડાકાભેર નીચે પડી હતી.રણજિત બિલ્ડકોની ગંભીર બેદરકારી સામે આવી છે. ક્રેન આખી વળી ગઈ નાના વરાછા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન પડવાની ઘટના સામે આવી છે,આ ક્રેન એવી ધડાકાભેર પડી કે આસપાસના ઘરોને પણ નુકસાન થયું છે અને વાહનોને પણ નુકસાન થયું છે,મહત્વનું છે કે,જે ગદર ચઢાવવા 4 ક્રેન જોઈએ ત્યાં 2 ક્રેનની મદદ લેવાઈ તેના કારણે આ ઘટના બની હતી,ઘટના બનતાની સાથે જ મેટ્રો બ્રિજના સુપરવાઈઝર તેમજ કોર્પોરેશનના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા,આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. એક ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો સમગ્ર ઘટનામાં જયારે ક્રેન પડી ત્યારે એક ડ્રાઈવર તેની નીચે ઉભો હતો અને તે દોડવા ગયો પણ ઈજાગ્રસ્ત થયો હતો,તો તેને પણ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.ફાયર વિભાગની ટીમે પણ ઘટના સ્થળે પહોંચીને કાટમાળ દૂર કરવાની કામગીરી હાથધરી હતી,જો કે મકાનમાં કોઈ રહેતું હતુ નહી તેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. કોન્ટ્રાકટર સામે પગલા ભરાશે ઘટનાની જાણ થતાની સાથે જ મેયર તેમજ ડેપ્યુટી મેયર ઘટના સ્થળે પહોંચ્યા હતા,તેમનું કહેવું છે કે ,ગુજરાત મેટ્રો રેલ સાથે આ અંગે સંકલન કરીને નુકસાનની ભરપાઈ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ ઘટના ખૂબ જ ગંભીર છે ને ગુનેગારો વિરુદ્ધ અસરકારક ધોરણે પગલાં લેવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સુરતમાં ક્રેન પડવામાં ગંભીર બેદરકારી આવી સામે
- નાના વરાછામાં હાઈડ્રોલિક ક્રેન પડી હતી
- રણજિત બિલ્ડકોનની ગંભીર બંદરકારી આવી સામે
સુરતના નાના વરાછામાં મેટ્રો કામની કામગીરી દરમિયાન ક્રેન ધડાકાભેર નીચે પડતા લોકોમાં દોડધામ મચી હતી.4 ક્રેનની જગ્યાએ 2 જ ક્રેનથી ગદર ચઢાવામાં આવ્યું હતું જેના કારણે આ ઘટના બની હોવાની શંકા સેવાઈ રહી છે.વજન વધુ હોવાથી ક્રેન ગદરને ઉંચકી ના શકી અને ધડાકાભેર નીચે પડી હતી.રણજિત બિલ્ડકોની ગંભીર બેદરકારી સામે આવી છે.
ક્રેન આખી વળી ગઈ
નાના વરાછા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન પડવાની ઘટના સામે આવી છે,આ ક્રેન એવી ધડાકાભેર પડી કે આસપાસના ઘરોને પણ નુકસાન થયું છે અને વાહનોને પણ નુકસાન થયું છે,મહત્વનું છે કે,જે ગદર ચઢાવવા 4 ક્રેન જોઈએ ત્યાં 2 ક્રેનની મદદ લેવાઈ તેના કારણે આ ઘટના બની હતી,ઘટના બનતાની સાથે જ મેટ્રો બ્રિજના સુપરવાઈઝર તેમજ કોર્પોરેશનના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા,આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી.
એક ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો
સમગ્ર ઘટનામાં જયારે ક્રેન પડી ત્યારે એક ડ્રાઈવર તેની નીચે ઉભો હતો અને તે દોડવા ગયો પણ ઈજાગ્રસ્ત થયો હતો,તો તેને પણ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.ફાયર વિભાગની ટીમે પણ ઘટના સ્થળે પહોંચીને કાટમાળ દૂર કરવાની કામગીરી હાથધરી હતી,જો કે મકાનમાં કોઈ રહેતું હતુ નહી તેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
કોન્ટ્રાકટર સામે પગલા ભરાશે
ઘટનાની જાણ થતાની સાથે જ મેયર તેમજ ડેપ્યુટી મેયર ઘટના સ્થળે પહોંચ્યા હતા,તેમનું કહેવું છે કે ,ગુજરાત મેટ્રો રેલ સાથે આ અંગે સંકલન કરીને નુકસાનની ભરપાઈ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ ઘટના ખૂબ જ ગંભીર છે ને ગુનેગારો વિરુદ્ધ અસરકારક ધોરણે પગલાં લેવામાં આવશે.