GSSSBએ વર્ગ-3ના ગૃપ A અને ગૃપ Bનું પરિણામ કર્યું જાહેર, પરંતુ આ કારણે ઉમેદવારો રોષે ભરાયા
Class 3 Group A and Group B Exam Result : ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્કની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B)ની લેવામાં આવેલી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (પ્રિલિમ પરીક્ષા)ના પરિણામ જાહેર કરાયું છે. કેટેગરી વાઈઝ ભરવાની થતી જગ્યામાં 7 ગણા ઉમેદવારો લાયક ઠર્યા છે. નોટિફિકેશન કરતા અલગ પરિણામથી ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે.પ્રિલિમ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોનાં NORMALISED ગુણના મેરીટ્સના આધારે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના 7 ગણા ઉમેદવારોની એટલે કે, 40% લઘુત્તમ લાયકી ગુણની મર્યાદામાં Group- Aની અને Group-Bની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની કામચલાઉ યાદી જાહેર કરાઈ છે.ગ્રુપ-Aની સંપૂર્ણ મેરીટ યાદી જોવા માટે અહીં ક્લિકગ્રુપ-Bની સંપૂર્ણ મેરીટ યાદી જોવા માટે અહીં ક્લિક3.40 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષાવર્ગ 3ની અલગ અલગ 21 કેડરની 5554 જગ્યાઓ માટે રાજ્યના 3.40 લાખ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું પ્રાથમિક પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગ્રુપ A અને ગ્રુપ B માટેની સયુંકત પ્રિલિમ પરીક્ષાઓ 20મેનાં રોજ પૂર્ણ થઈ હતી. 1 એપ્રિલથી 20મે સુધી 19 દિવસોમાં 71 શિફ્ટમાં પરીક્ષા લેવાઈ હતી. મેરીટમાં આવનાર ઉમેદવારોની મુખ્ય પરીક્ષાનું આયોજન કરાશે. 5 લાખ 819 ઉમેદવાર પૈકી 66 ટકા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જે ઉમેદવારોએ પરીક્ષામાં હજાર રહ્યા નથી તેમના એકાઉન્ટમાં ફી પરત ઓનલાઇન ખાતામાં જમાં કરવામાં આવશે. પરીક્ષા 11 મે થી 20 મે સુધી ચાલી હતી.કેટલો મળશે પગાર?સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને કલેક્ટર કચેરી ક્લાર્કનો પગાર માસિક 26000 રૂપિયા છે. તો કાર્યાલય અધિક્ષક, કચેરી અધિક્ષક, સબ – રજિસ્ટ્રાર ગ્રેડ-1, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી પદ પસંદગી પામનાર ઉમેદવારને 49600 રૂપિયા માસિક પગાર મળશે. નિમણુંક થનાર ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Class 3 Group A and Group B Exam Result : ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્કની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B)ની લેવામાં આવેલી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (પ્રિલિમ પરીક્ષા)ના પરિણામ જાહેર કરાયું છે. કેટેગરી વાઈઝ ભરવાની થતી જગ્યામાં 7 ગણા ઉમેદવારો લાયક ઠર્યા છે. નોટિફિકેશન કરતા અલગ પરિણામથી ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે.
પ્રિલિમ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોનાં NORMALISED ગુણના મેરીટ્સના આધારે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના 7 ગણા ઉમેદવારોની એટલે કે, 40% લઘુત્તમ લાયકી ગુણની મર્યાદામાં Group- Aની અને Group-Bની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની કામચલાઉ યાદી જાહેર કરાઈ છે.
ગ્રુપ-Aની સંપૂર્ણ મેરીટ યાદી જોવા માટે અહીં ક્લિક
ગ્રુપ-Bની સંપૂર્ણ મેરીટ યાદી જોવા માટે અહીં ક્લિક
3.40 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
વર્ગ 3ની અલગ અલગ 21 કેડરની 5554 જગ્યાઓ માટે રાજ્યના 3.40 લાખ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું પ્રાથમિક પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગ્રુપ A અને ગ્રુપ B માટેની સયુંકત પ્રિલિમ પરીક્ષાઓ 20મેનાં રોજ પૂર્ણ થઈ હતી. 1 એપ્રિલથી 20મે સુધી 19 દિવસોમાં 71 શિફ્ટમાં પરીક્ષા લેવાઈ હતી. મેરીટમાં આવનાર ઉમેદવારોની મુખ્ય પરીક્ષાનું આયોજન કરાશે. 5 લાખ 819 ઉમેદવાર પૈકી 66 ટકા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જે ઉમેદવારોએ પરીક્ષામાં હજાર રહ્યા નથી તેમના એકાઉન્ટમાં ફી પરત ઓનલાઇન ખાતામાં જમાં કરવામાં આવશે. પરીક્ષા 11 મે થી 20 મે સુધી ચાલી હતી.
કેટલો મળશે પગાર?
સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને કલેક્ટર કચેરી ક્લાર્કનો પગાર માસિક 26000 રૂપિયા છે. તો કાર્યાલય અધિક્ષક, કચેરી અધિક્ષક, સબ – રજિસ્ટ્રાર ગ્રેડ-1, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી પદ પસંદગી પામનાર ઉમેદવારને 49600 રૂપિયા માસિક પગાર મળશે. નિમણુંક થનાર ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળશે.