Chhath Puja: રાજ્યમાં છઠ પૂજાની ઉત્સાહભેર ઉજવણી, તાપી નદીના કિનારે શ્રદ્ધાળુઓ ઉમટ્યા

દિવાળીના તહેવાર બાદ ઉત્તર ભારતીયોમાં છઠ પૂજાનું અનેરૂ મહત્વ છે, ત્યારે ગુજરાતમાં પણ આ પર્વનું મહત્ત્વ વધ્યું છે. ગુજરાતમાં ઠેર ઠેર વસતા ઉત્તર ભારતીયો દ્વારા છઠ પૂજાની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં રહેતા ઉત્તર ભારતીયો દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા છઠ પૂજા ઘાટ સહિત અલગ-અલગ જગ્યાએ છઠ પૂજા માટે લોકો ઉમટી પડ્યા છે, ત્યારે સુરતમાં સૌથી વધુ 7 લાખ, અમદાવાદમાં 2 લાખ અને વડોદરામાં 35 હજાર લોકો છઠ પૂજા કરવા ઉમટી પડ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટના છઠ પૂજા ઘાટ પર લોકોએ પૂજા કરી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે છઠ પૂજાની ઉજવણી કરવામાં આવી રહી છે. ઇન્દિરા બ્રિજ નીચે છઠ પૂજા ઘાટ પર પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદમાં અંદાજે બે લાખથી વધુ લોકો પૂજા-અર્ચના કરવા પહોંચ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રિવરફ્રન્ટ ખાતે પૂજા ઘાટ પર પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ નદી કાંઠે સૂર્યદેવની પૂજા કરી હતી. સાંજે સૂર્યદેવને અર્ધ્ય ચઢાવવાનું વિશે મહત્વ છે. પૂજા માટે શ્રદ્ધાળુઓ રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે સૌને નવા વર્ષના રામ રામ કહેતા જણાવ્યું હતું કે, દેશભરમાં દિવાળીનો દીપોત્સવ ઉજવાયો છે. અયોધ્યામાં 500 વર્ષ પછી ખુશી આવી છે. PMની અપાર શ્રદ્ધાથી બધુ શક્ય બન્યું છે. છઠ મહાપર્વ નિમિત્તે ખુબ સરસ આયોજન થયું છે. દિવાળીના તહેવારો લાંભ પાંચમે પૂરા થયા છે. જ્યારે બિહારમાં છઠનો તહેવાર શરૂ થયો. ગુજરાતીઓ માટે પાંચમ અને બિહાર અને આસપાસના રાજ્યોમાં છઠનો પર્વ ઉજવાય છે. આજે દેશના અન્ય રાજ્યના લોકો અહીં પૂજા કરે છે, ત્યારે મને અહીં હાજર રહેવાની તક મળી છે. હિન્દી ભાષી રાજ્યોના લોકો માટે પોતાના વતન જેવું વાતાવરણ મળે માટે છઠ પૂજાનું અહીં આયોજન કરવામાં આવ્યું છે. વિકસિત ભારતના નિર્માણ માટે સૌ દેશવાસીઓ આગળ વધીએ અને એક સાથે રહીએ. તાપી નદીના કિનારે 7 લાખ લોકો દ્વારા છઠ પૂજા કરાઈ સુરત શહેરમાં બિહાર અને ઝારખંડના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે, ત્યારે શહેરમાં છઠ પૂજા માટેની તાપી નદીના કિનારે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ખાસ કરીને ભગવાન દીવાકરને પૂજા-અર્ચનાને કારણે તાપી નદીનું વિશેષ મહત્ત્વ વધી જતું હોય છે. તાપી માતાને સૂર્યની પુત્રી માનવામાં આવે છે, આથી તાપી નદીના કિનારે પૂજા-અર્ચના કરવાથી ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. હિન્દુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે, તાપી નદીને ભગવાન સૂર્યનારાયણની પુત્રી તરીકે ઓળખવામાં આવે છે, આથી બિહાર અને ઝારખંડના લોકો તાપી નદીના કિનારે પૂજા કરવાનું વધુ પસંદ કરે છે, ત્યારે સુરત શહેરમાં તાપી નદીના કિનારે 7 લાખથી વધુ લોકો દ્વારા છઠ પૂજાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સાથે ડિંડોલી વિસ્તારમાં ખાસ છઠ પૂજા માટે જ આ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ તળાવને છઠ સરોવર તરીકે ઓળખવામાં આવે છે અને અહીં ખૂબ મોટી સંખ્યામાં લોકો ભક્તિ ભાવપૂર્વક માતાની પૂજા-અર્ચના કરે છે. લાખોની સંખ્યામાં પૂજા કરી શકે તેવી વ્યવસ્થા કોર્પોરેશનના પૂર્વ શાસક પક્ષના નેતા ગિરિજાશંકર મિશ્રાએ જણાવ્યું કે, સુરતમાં લાખોની સંખ્યામાં બિહારના લોકો વસે છે. દર વર્ષની માફક આ વર્ષે ઉત્તર ભારતીય લોકો તેમજ ઝારખંડવાસીઓ છઠ મૈયાની પૂજા કરવા માટે તાપી ઘાટ ઉપર આવતા હોય છે. પ્રકૃતિની પૂજા કરવાનો આપણા હિન્દુ શાસ્ત્રમાં ઉલ્લેખ જોવા મળે છે. આજે આખું વિશ્વ જે છે તે પ્રકૃતિના કારણે ચાલી રહ્યું છે. ભગવાન સૂર્યના કારણે પ્રકૃતિ ચાલે છે, ત્યારે સ્વાભાવિક રીતે છઠ માતાની પૂજાની સાથે ભગવાન દીવાકરની પૂજા કરવામાં આવતી હોય છે. 24 કલાક લોકો ઉપવાસ કરતા હોય છે. ઘણા લોકો પાણી પણ પીતા નથી. આપણો વિશ્વાસ છે કે, આપણે પ્રકૃતિની પૂજા કરીશું તો પ્રકૃતિ આપણી રક્ષા કરશે. કોર્પોરેશન દ્વારા 20 જગ્યા ઉપર છઠ પૂજાની વ્યવસ્થા બિહાર વિકાસ મંડળના અધ્યક્ષ પ્રભુનાથ પ્રસાદ યાદવે જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં 20 સ્થાન ઉપર છઠ પૂજા માટેની વ્યવસ્થા કરી છે. આજે લોકો સાંજના સમયે આથમતા ભગવાન દીવાકરની પૂજા કરે છે અને કાલે સવારે જ્યારે સૂર્ય ઉદય થશે, ત્યારે પણ તાપીના તટ પર આવીને ભગવાનની પૂજા અર્ચના કરશે અને ઉપવાસ રાખશે. આજે સાંજે લોકો પોતાના ઘરે પરત ફરશે અને પરમપરા મુજબ જે કોશી ભરવાની હોય છે તે કોશી ભરશે અને આવતીકાલે પ્રસાદી સાથે ફરીથી તાપી નદીના કિનારે પૂજા કરવા માટે પહોંચી જશે. ઉગતા સૂરજની સામે પારણા કરીને પોતાનો ઉપવાસ પૂર્ણ કરશે. વડોદરામાં 30 હજારથી વધુ ઉત્તર ભારતીયો ઊમટી પડ્યા વડોદરામાં છઠ મૈયાની પૂજાની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તર ભારતીયમાં પૂજા માટે અતિ ઉત્સાહ ઉમંગ દેખાઈ રહ્યો છે. વડોદરામાં વસતા અંદાજે 30 હજારથી વધુ ઉત્તર ભારતીયો છઠ પૂજા માટે ઊમટી પડ્યા છે. શહેરના બોપાદ તળાવ, હરણી તળાવ અને કમલનગર તળાવે છઠ પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં કોર્પોરેશન દ્વારા પણ વિવિધ વ્યવસ્થાઓ કરી આપવામાં આવી છે. આ સાથે મોટું આયોજન વડોદરા નજીક આવેલા કોટના મહી નદીના તટ પર કરવામાં આવ્યું છે ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ વ્રત દેશ અને સમાજના કલ્યાણ માટે હોય છે આ અંગે આયોજકે જણાવ્યુ હતું કે, આજના દિવસનું ખુબજ મહત્વ હોય છે, અમારાં દ્વારા છેલ્લાં કેટલાંય વર્ષોથી બાપોદ તળાવ, કમલાનગર તળાવ અને પાતળીયા હનુમાનજી મંદિર ખાતે તેનુ ભવ્ય આયોજન કરવામા આવે છે. જેટલાં આ વ્રત કરે છે તેમાં તેઓને કોઈ અસુવિધા ન થાય અને તેમાં માટે અમે તૈયાર છીએ. આ વ્રત દેશ અને સમાજના કલ્યાણ માટે હોય છે. અહીંયા 10થી 15 હજાર લોકો દર વર્ષે આવતા હોય છે અને 80 ટકાથી વધારે લોકો વ્રત કરવાવાળા હોય છે.

Chhath Puja: રાજ્યમાં છઠ પૂજાની ઉત્સાહભેર ઉજવણી, તાપી નદીના કિનારે શ્રદ્ધાળુઓ ઉમટ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના તહેવાર બાદ ઉત્તર ભારતીયોમાં છઠ પૂજાનું અનેરૂ મહત્વ છે, ત્યારે ગુજરાતમાં પણ આ પર્વનું મહત્ત્વ વધ્યું છે. ગુજરાતમાં ઠેર ઠેર વસતા ઉત્તર ભારતીયો દ્વારા છઠ પૂજાની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં રહેતા ઉત્તર ભારતીયો દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા છઠ પૂજા ઘાટ સહિત અલગ-અલગ જગ્યાએ છઠ પૂજા માટે લોકો ઉમટી પડ્યા છે, ત્યારે સુરતમાં સૌથી વધુ 7 લાખ, અમદાવાદમાં 2 લાખ અને વડોદરામાં 35 હજાર લોકો છઠ પૂજા કરવા ઉમટી પડ્યા છે.


સાબરમતી રિવરફ્રન્ટના છઠ પૂજા ઘાટ પર લોકોએ પૂજા કરી

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે છઠ પૂજાની ઉજવણી કરવામાં આવી રહી છે. ઇન્દિરા બ્રિજ નીચે છઠ પૂજા ઘાટ પર પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદમાં અંદાજે બે લાખથી વધુ લોકો પૂજા-અર્ચના કરવા પહોંચ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રિવરફ્રન્ટ ખાતે પૂજા ઘાટ પર પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ નદી કાંઠે સૂર્યદેવની પૂજા કરી હતી. સાંજે સૂર્યદેવને અર્ધ્ય ચઢાવવાનું વિશે મહત્વ છે. પૂજા માટે શ્રદ્ધાળુઓ રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે સૌને નવા વર્ષના રામ રામ કહેતા જણાવ્યું હતું કે, દેશભરમાં દિવાળીનો દીપોત્સવ ઉજવાયો છે. અયોધ્યામાં 500 વર્ષ પછી ખુશી આવી છે. PMની અપાર શ્રદ્ધાથી બધુ શક્ય બન્યું છે. છઠ મહાપર્વ નિમિત્તે ખુબ સરસ આયોજન થયું છે. દિવાળીના તહેવારો લાંભ પાંચમે પૂરા થયા છે. જ્યારે બિહારમાં છઠનો તહેવાર શરૂ થયો. ગુજરાતીઓ માટે પાંચમ અને બિહાર અને આસપાસના રાજ્યોમાં છઠનો પર્વ ઉજવાય છે. આજે દેશના અન્ય રાજ્યના લોકો અહીં પૂજા કરે છે, ત્યારે મને અહીં હાજર રહેવાની તક મળી છે. હિન્દી ભાષી રાજ્યોના લોકો માટે પોતાના વતન જેવું વાતાવરણ મળે માટે છઠ પૂજાનું અહીં આયોજન કરવામાં આવ્યું છે. વિકસિત ભારતના નિર્માણ માટે સૌ દેશવાસીઓ આગળ વધીએ અને એક સાથે રહીએ.

તાપી નદીના કિનારે 7 લાખ લોકો દ્વારા છઠ પૂજા કરાઈ

સુરત શહેરમાં બિહાર અને ઝારખંડના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે, ત્યારે શહેરમાં છઠ પૂજા માટેની તાપી નદીના કિનારે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ખાસ કરીને ભગવાન દીવાકરને પૂજા-અર્ચનાને કારણે તાપી નદીનું વિશેષ મહત્ત્વ વધી જતું હોય છે. તાપી માતાને સૂર્યની પુત્રી માનવામાં આવે છે, આથી તાપી નદીના કિનારે પૂજા-અર્ચના કરવાથી ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. હિન્દુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે, તાપી નદીને ભગવાન સૂર્યનારાયણની પુત્રી તરીકે ઓળખવામાં આવે છે, આથી બિહાર અને ઝારખંડના લોકો તાપી નદીના કિનારે પૂજા કરવાનું વધુ પસંદ કરે છે, ત્યારે સુરત શહેરમાં તાપી નદીના કિનારે 7 લાખથી વધુ લોકો દ્વારા છઠ પૂજાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સાથે ડિંડોલી વિસ્તારમાં ખાસ છઠ પૂજા માટે જ આ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ તળાવને છઠ સરોવર તરીકે ઓળખવામાં આવે છે અને અહીં ખૂબ મોટી સંખ્યામાં લોકો ભક્તિ ભાવપૂર્વક માતાની પૂજા-અર્ચના કરે છે.

લાખોની સંખ્યામાં પૂજા કરી શકે તેવી વ્યવસ્થા

કોર્પોરેશનના પૂર્વ શાસક પક્ષના નેતા ગિરિજાશંકર મિશ્રાએ જણાવ્યું કે, સુરતમાં લાખોની સંખ્યામાં બિહારના લોકો વસે છે. દર વર્ષની માફક આ વર્ષે ઉત્તર ભારતીય લોકો તેમજ ઝારખંડવાસીઓ છઠ મૈયાની પૂજા કરવા માટે તાપી ઘાટ ઉપર આવતા હોય છે. પ્રકૃતિની પૂજા કરવાનો આપણા હિન્દુ શાસ્ત્રમાં ઉલ્લેખ જોવા મળે છે. આજે આખું વિશ્વ જે છે તે પ્રકૃતિના કારણે ચાલી રહ્યું છે. ભગવાન સૂર્યના કારણે પ્રકૃતિ ચાલે છે, ત્યારે સ્વાભાવિક રીતે છઠ માતાની પૂજાની સાથે ભગવાન દીવાકરની પૂજા કરવામાં આવતી હોય છે. 24 કલાક લોકો ઉપવાસ કરતા હોય છે. ઘણા લોકો પાણી પણ પીતા નથી. આપણો વિશ્વાસ છે કે, આપણે પ્રકૃતિની પૂજા કરીશું તો પ્રકૃતિ આપણી રક્ષા કરશે.

કોર્પોરેશન દ્વારા 20 જગ્યા ઉપર છઠ પૂજાની વ્યવસ્થા

બિહાર વિકાસ મંડળના અધ્યક્ષ પ્રભુનાથ પ્રસાદ યાદવે જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં 20 સ્થાન ઉપર છઠ પૂજા માટેની વ્યવસ્થા કરી છે. આજે લોકો સાંજના સમયે આથમતા ભગવાન દીવાકરની પૂજા કરે છે અને કાલે સવારે જ્યારે સૂર્ય ઉદય થશે, ત્યારે પણ તાપીના તટ પર આવીને ભગવાનની પૂજા અર્ચના કરશે અને ઉપવાસ રાખશે. આજે સાંજે લોકો પોતાના ઘરે પરત ફરશે અને પરમપરા મુજબ જે કોશી ભરવાની હોય છે તે કોશી ભરશે અને આવતીકાલે પ્રસાદી સાથે ફરીથી તાપી નદીના કિનારે પૂજા કરવા માટે પહોંચી જશે. ઉગતા સૂરજની સામે પારણા કરીને પોતાનો ઉપવાસ પૂર્ણ કરશે.

વડોદરામાં 30 હજારથી વધુ ઉત્તર ભારતીયો ઊમટી પડ્યા

વડોદરામાં છઠ મૈયાની પૂજાની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તર ભારતીયમાં પૂજા માટે અતિ ઉત્સાહ ઉમંગ દેખાઈ રહ્યો છે. વડોદરામાં વસતા અંદાજે 30 હજારથી વધુ ઉત્તર ભારતીયો છઠ પૂજા માટે ઊમટી પડ્યા છે. શહેરના બોપાદ તળાવ, હરણી તળાવ અને કમલનગર તળાવે છઠ પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં કોર્પોરેશન દ્વારા પણ વિવિધ વ્યવસ્થાઓ કરી આપવામાં આવી છે. આ સાથે મોટું આયોજન વડોદરા નજીક આવેલા કોટના મહી નદીના તટ પર કરવામાં આવ્યું છે ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

આ વ્રત દેશ અને સમાજના કલ્યાણ માટે હોય છે

આ અંગે આયોજકે જણાવ્યુ હતું કે, આજના દિવસનું ખુબજ મહત્વ હોય છે, અમારાં દ્વારા છેલ્લાં કેટલાંય વર્ષોથી બાપોદ તળાવ, કમલાનગર તળાવ અને પાતળીયા હનુમાનજી મંદિર ખાતે તેનુ ભવ્ય આયોજન કરવામા આવે છે. જેટલાં આ વ્રત કરે છે તેમાં તેઓને કોઈ અસુવિધા ન થાય અને તેમાં માટે અમે તૈયાર છીએ. આ વ્રત દેશ અને સમાજના કલ્યાણ માટે હોય છે. અહીંયા 10થી 15 હજાર લોકો દર વર્ષે આવતા હોય છે અને 80 ટકાથી વધારે લોકો વ્રત કરવાવાળા હોય છે.