Chandipura: રાજકોટમાં વધુ એક ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ

9 વર્ષના બાળકને ચાંદીપુરા હોવાનું અનુમાન મૂળ મધ્યપ્રદેશનો બાળક લોધિકામાં રહે છે દર્દીના સેમ્પલ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા રાજકોટના લોધીકામાં 9 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. મુળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં લોધીકા તાલુકામાં છેલ્લા 10 દિવસથી રહેતા પરિવારના માસુમ બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. દર્દીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. વધુ સારવાર માટે બાળકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અગાઉ 7 વર્ષના બાળકમાં લક્ષણ જોવા મળ્યા રાજ્યમાં ચાંદીપુરા વાયરસનાં કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ પણ રાજકોટમાં સાત વર્ષનો બાળક સંક્રમિત હોવાની આશંકાએ તેના સેમ્પલ પણ પુના લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જોકે હાલમાં બાળકનું સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. ગોંડલમાં 7 વર્ષના બાળકનું મોત થયું હતું ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 7 વર્ષના બાળકની તબિયત લથડતાં તેને રાજકોટની જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેનો રિપોર્ટ આવે એ પહેલાં જ સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. 6 દર્દીઓનાં મોત નિપજ્યા અગાઉ સિવિલ હોસ્પિટલમાં મોરબી, પડધરી અને ગોડલ સહિતના વિસ્તારોમાંથી 7 જેટલા શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા. આ તમામ દર્દીઓનાં સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા હતા. જોકે રિપોર્ટ આવે તે પહેલાં જ આ છ જેટલા દર્દીઓનાં અવસાન થયા હતા. જેને લઈને તંત્ર દ્વારા સારવાર માટે યોગ્ય પગલા લેવામાં આવ્યા છે. ચાંદીપુરા વાયરસ માટે અલગ વોર્ડ ઉભો કરવા સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.

Chandipura: રાજકોટમાં વધુ એક ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 9 વર્ષના બાળકને ચાંદીપુરા હોવાનું અનુમાન
  • મૂળ મધ્યપ્રદેશનો બાળક લોધિકામાં રહે છે
  • દર્દીના સેમ્પલ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા

રાજકોટના લોધીકામાં 9 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. મુળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં લોધીકા તાલુકામાં છેલ્લા 10 દિવસથી રહેતા પરિવારના માસુમ બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. દર્દીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. વધુ સારવાર માટે બાળકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

અગાઉ 7 વર્ષના બાળકમાં લક્ષણ જોવા મળ્યા

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનાં કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ પણ રાજકોટમાં સાત વર્ષનો બાળક સંક્રમિત હોવાની આશંકાએ તેના સેમ્પલ પણ પુના લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જોકે હાલમાં બાળકનું સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે.

ગોંડલમાં 7 વર્ષના બાળકનું મોત થયું હતું

ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 7 વર્ષના બાળકની તબિયત લથડતાં તેને રાજકોટની જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેનો રિપોર્ટ આવે એ પહેલાં જ સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું.

6 દર્દીઓનાં મોત નિપજ્યા

અગાઉ સિવિલ હોસ્પિટલમાં મોરબી, પડધરી અને ગોડલ સહિતના વિસ્તારોમાંથી 7 જેટલા શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા. આ તમામ દર્દીઓનાં સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા હતા. જોકે રિપોર્ટ આવે તે પહેલાં જ આ છ જેટલા દર્દીઓનાં અવસાન થયા હતા. જેને લઈને તંત્ર દ્વારા સારવાર માટે યોગ્ય પગલા લેવામાં આવ્યા છે. ચાંદીપુરા વાયરસ માટે અલગ વોર્ડ ઉભો કરવા સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.