T20 મેચને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું, મોટેરા સ્ટેડિયમ પાસે મુખ્ય માર્ગો કરાશે બંધ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં આવતીકાલે 26 ફેબ્રુઆરી યોજાનારી ઈન્ટરનેશનલ T20 મેચને લઈને ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મેચ દરમિયાન મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડિયમ ખાતે ઉમટવાની શક્યતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા માટે કેટલાક માર્ગો પર અવરજવર પ્રતિબંધિત રાખવામાં આવશે.
ઈમરજન્સી સેવાઓ માટે રસ્તાઓ ખુલ્લા રહેશે
જાહેરનામા મુજબ જનપથ ટી પોઈન્ટથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (મોટેરા સ્ટેડિયમ)ના મુખ્ય ગેટ સુધી તેમજ કૃપા રેસીડેન્સીથી મોટેરા ગામ સુધીનો માર્ગ સામાન્ય વાહનો માટે બંધ રહેશે. આ પ્રતિબંધ મેચ પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
તેમ છતાં સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ તેમજ સ્ટેડિયમ આસપાસ વસવાટ કરતા સ્થાનિક રહેવાસીઓને આ જાહેરનામું લાગુ પડશે નહીં. તેઓને જરૂરી ઓળખ પુરાવા દર્શાવી અવરજવર કરવાની મંજૂરી રહેશે.
મેચ દરમિયાન વૈકલ્પિક રૂટ વાપરવા સલાહ
ટ્રાફિક પોલીસે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. તપોવન સર્કલથી ONGC ચાર રસ્તા, વિસતથી જનપથ થઈ પાવર હાઉસ ચાર રસ્તા મારફતે પ્રબોધરાવળ સર્કલ સુધી અવરજવર કરી શકાશે. ઉપરાંત કૃપા રેસીડેન્સીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ-કોટેશ્વર રોડ મારફતે એપોલો સર્કલ તરફ વાહન વ્યવહાર માટે વિકલ્પ ઉપલબ્ધ રહેશે.
ટ્રાફિક વિભાગે નાગરિકોને સમયસર આયોજન કરીને ઘરેથી નીકળવા અને સૂચિત માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરી છે, જેથી શહેરમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી ન થાય અને મેચ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.
આ પણ વાંચો: WI Vs ZIM મેચના પરિણામથી ટીમ ઈન્ડિયાને થશે ફાયદો? માત્ર એક જીતથી સેમીફાઈનલમાં એન્ટ્રી!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

