Gujarat Weather News: રાજ્યમાં આગઝરતી ગરમી સાથે વરસાદની શક્યતા : અંબાલાલ પટેલની આગાહી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ઘટાડો થયો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે. માત્ર ચાર શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે. અમદાવાદ શહેરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે. અમદાવાદ શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આઠમી મે સુધી છુટાછવાયા વરસાદની આગાહી કરી છે.
8 મે સુધી છૂટાછવાયા વરસાદની શક્યતા
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આઠમી મે સુધી છુટા છવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં 12 મે સુધી ગરમીમાં વધારો થશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે છે. 15મી મે બાદ ફરી વરસાદી પ્રવૃત્તિ વધવાની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 23મે આસપાસ પ્રિ-મોન્સૂન વરસાદ થવાની સંભાવના છે. અંબાલાલ પટેલે રાજ્યમાં 8મી મે સુધી પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં વરસાદની આગાહી કરી છે.
15મે બાદ ફરી વરસાદી પ્રવૃત્તિ વધવાની શક્યતા
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે.11 મે પછી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે. તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજકોટ અને મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ તાપમાન ઊંચકાશે. 23 મે આસપાસ પ્રી-મોન્સુન પ્રવૃત્તિ શરૂ થવાની શક્યતા છે. 15 મે બાદ અરબી સમુદ્રમાં વાવાઝોડાની સંભાવના છે. બંગાળની ખાડીમાં વાવઝોડુ સક્રિય થવાની પણ સંભાવનાઓ છે.
આ પણ વાંચોઃ Surat News: શુક્રવારે મનપાના મેયર સહિત પાંચ પદોને લઇ કવાયત, સુરતી અને સૌરાષ્ટ્રીયન જૂથો વચ્ચે ભારે ખેંચતાણ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

