Gandhinagar: ડભોડામાં 250 વર્ષ જૂનું ઝાડ ભારે વરસાદમાં ધરાશાયી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગરના ડભોડામાં તાજેતરમાં ભારે વરસાદમાં એક 250 વર્ષ જુનુ આંબલીનુ તોતીંગ ઝાડ પડી ગયુ હતુ. આ ઝાડનો ઇતિહાસ અઢીસો વર્ષ પહેલા નો મનાય છે અને અંગ્રેજોના સમયે સાદરા સ્ટેટથી ડભોડાને જોડતા માર્ગ પર આ વૃક્ષને વવાયુ હોવાની માન્યતા છે. અગ્રેજાના કાળના આ ઝાડ પડી જવા થી વર્ષો જુની જીવંત ઇકોલોજીકલ વિરાસતનો તથખઆ ઓકિસજનના વિપુલ ભંડાર પુરો પાડતી સિસ્ટમનો અંત આવ્યો હોવાનુ ભાવપુર્વક ગ્રામજનોએ જણાવ્યુ હતુ.
ડભોડામાં આ ઝાડથી આખા એક વિસ્તારની ઓળખ થતી હતી. અંબાલાલ કાકાની આંબલી તરીકે ઝાડને ઓળખવામાં આવતુ હતુ અને ગામમાં કોઇ બહારથી આવનાર વ્યકતી જ્યારે આ વિસ્તારમાં જવુ હોય તો પણ આંબલી વિસ્તાર તરીકે પુછવામા આવતુ હતુ. રોડની નજીકમા પડી ગયેલા આ તોતીંગ ઝાડથી કોઇ જાનહાની કે નુકસાન ના થયુ હોવાની વિગતો છે. ઝાડને દુર કરવામાં આવ્યુ ત્યારે સ્થાનીક ગ્રામજનો પૈકી વર્ષો સુધી આ ઝાડની છત્રછાયામાં રહેનારા રહીશોએ તેની પુજા અને દીપ જલાવીને આખરી વિદાય આપી હતી તો કેટલાક ગ્રાજનોએ તેના કેટલાક લાકડાના ટુકડાને પણ યાદગીરીના સ્વરુપે સંગ્રહ્યા હતા. ઓકિસજનનો ભંડાર આપતા વૃક્ષના પડી જવાની ઘટના બાદ ખરેખર આખે આખા વિસ્તાર જેનાથી ઓળખાતો હતો એ ઓળખનુ પ્રતિક જ મટી ગયુ હોવાની સ્થિતી જોવા મળી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

