Bharuch News: દહેજ-સાયખા માર્ગ પર ઇથેલિન ઓક્સાઇડ ભરેલું ટેન્કર પલટી ખાતા મચી ગયો હડકંપ, તંત્ર દોડતું થયું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાંથી એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. દહેજમાંથી અત્યંત જોખમી ગણાતું ઇથેલિન ઓક્સાઇડ કેમિકલ ભરીને સાયખા GIDC સ્થિત જય કેમિકલ કંપનીમાં અનલોડ કરવા જઈ રહેલું ટેન્કર (નંબર GJ-16-AV-1327) પીસાદ ગામ નજીક અકસ્માતનો ભોગ બન્યું હતું. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ટેન્કર રસ્તા પર પલટી ખાઈ ગયું હતું.
તંત્ર તાત્કાલિક એક્શનમાં, માર્ગ બંધ કરાયો
ટેન્કરમાં જીવલેણ અને સંવેદનશીલ કેમિકલ ભરેલું હોવાથી ઘટનાની જાણ થતાં જ સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો હતો. સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને વાગરા મામલતદાર, પોલીસ અને અન્ય અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક અસરથી આ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ફાયર વિભાગના વાહનોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા હતા.

સદનસીબે મોટી હોનારત ટળી
પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેના કારણે વહીવટી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, જો ટેન્કરમાંથી જીવલેણ કેમિકલનું લીકેજ થયું હોત તો આસપાસના વિસ્તારમાં મોટી જાનહાનિ અને પર્યાવરણને ન પુરાઈ તેવું ગંભીર નુકસાન થઈ શક્યું હોત.

ઔદ્યોગિક પટ્ટામાં સુરક્ષા સામે ગંભીર સવાલો
આ ઘટનાએ દહેજ-સાયખા ઔદ્યોગિક પટ્ટામાં જોખમી કેમિકલના પરિવહન અને ટ્રાફિક નિયમોના પાલન સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે. હાઇવે પર બેફામ દોડતા કેમિકલ ટેન્કરો નાગરિકોની સલામતી માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે. હાલ તંત્ર દ્વારા આ મામલે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Bharuch ક્રાઇમ બ્રાન્ચે પાનોલી GIDCમાં ખેતરમાં કેમિકલ વેસ્ટ ઠાલવવાનું કૌભાંડ ઝડપાયું
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

