Ahmedabad રિવરફ્રન્ટના મલ્ટી લેવલ પાર્કિંગમાં વાહન સ્ટંટ મામલે AMCની લાલ આંખ, રૂ.1 લાખની ડિપોઝિટ જપ્ત

Sep 28, 2026 - 19:30
Ahmedabad રિવરફ્રન્ટના મલ્ટી લેવલ પાર્કિંગમાં વાહન સ્ટંટ મામલે AMCની લાલ આંખ, રૂ.1 લાખની ડિપોઝિટ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા મલ્ટી લેવલ કાર પાર્કિંગમાં વિહિકલ સ્ટંટ કરવાનો વિવાદ સામે આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. આ સમગ્ર વિવાદિત મામલે AMC ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (DYMC) અમૃતેશ ઔરંગાબાદકરનું અધિકૃત નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે મનપા પાસે માત્ર વાહનોના પ્રદર્શન (ડિસ્પ્લે) માટે જ મંજૂરી માગવામાં આવી હતી, પરંતુ તેનો ગેરઉપયોગ કરીને જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા.

નોટિસ ફટકારી ખુલાસો મંગાયો

DYMC અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતું કે, કબીર સધવાની નામના વ્યક્તિ દ્વારા મલ્ટી લેવલ પાર્કિંગના સ્પેસ ઉપયોગ માટે અરજી કરીને માત્ર ડિસ્પ્લે યોજવાની પરવાનગી મેળવવામાં આવી હતી. જોકે, ત્યાં વાહનોના સ્ટંટ કરવામાં આવ્યા હોવાની બાબત ધ્યાને આવતાં જ તંત્ર દ્વારા આયોજકને તાત્કાલિક અસરથી કારણદર્શક નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે. આ સાથે જ શરતોનો ભંગ કરવા બદલ આયોજકની રૂ.1,00,000 (એક લાખ રૂપિયા)ની સિક્યોરિટી ડિપોઝિટ પણ જપ્ત કરી લેવામાં આવી છે.

Stunt at Ahmedabad's Riverfront Parking Lot

પોલીસ કાર્યવાહી માટે જાણ કરાશે

AMC ના ઉચ્ચ અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે, જાહેર મિલકત પર જોખમી સ્ટંટ કરીને લોકોના જીવ જોખમમાં મૂકવાના આ ગંભીર કૃત્ય અંગે પોલીસ તંત્રને પણ યોગ્ય કાનૂની કાર્યવાહી કરવા માટે સત્તાવાર જાણ કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે મનપાની મિલકતોનો આવો ગેરકાયદેસર અને જોખમી ઉપયોગ કરનારાઓ સામે આગામી સમયમાં પણ કોઈપણ જાતની ચલાવી લીધા વિના આકરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0