Surendranagar: લીંબડીના પાણશીણા હાઈવેની હોટલ પાછળ ડીઝલ ચોરીનો પર્દાફાશ

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર અવારનવાર પેટ્રોલ-ડીઝલની ચોરી ધ્યાને આવે છે. ત્યારે એસઓજી ટીમે લીંબડી હાઈવે પર પાણશીણા ગામ પાસે હોટલની પાછળ ટેન્કરોમાંથી ડીઝલ ચોરીનો પર્દાફાશ કર્યો છે. આ દરોડામાં પોલીસે હોટલના સંચાલક સહિત 6 શખ્સોને રૂપીયા 87.54 લાખથી વધુની મત્તા સાથે ઝડપી લીધા છે.સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ બી.એચ.શીંગરખીયાની સુચનાથી સ્ટાફના અનીરૂધ્ધસીંહ, અશ્વીનભાઈ, રવીરાજભાઈ સહિતનાઓ લીંબડી હાઈવે પર પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે લીંબડી હાઈવે પર પાણશીણા પાસે આવેલ હોટલ ક્રીષ્ના કાઠીયાવાડીની પાછળના મેદાનમાં ડીઝલ ચોરીની બાતમી મળી હતી. આથી પોલીસે રેડ કરી હતી. જેમાં ઉભેલા ર ટેન્કરોમાંથી નળી વાટે કેરબામાં ડીઝલ ચોરાતુ હોવાનું ધ્યાને આવ્યુ હતુ. પોલીસે 49,220 લીટર ડીઝલ કિંમત રૂપીયા 44,63,761, 2800 લીટર પેટ્રોલ કિંમત રૂપીયા 2,65,888, ર ટેન્કર અને 3 મોબાઈલ મળી કુલ રૂપીયા 87,54,649ના મુદ્દામાલ સાથે હોટલ સંચાલક રવીરાજ ચૌહાણ સહિત 6ને ઝડપી લીધા હતા. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં તેણે જણાવ્યુ કે, આ હોટલ કટારીયાના હીતેન્દ્ર ગૌતમભાઈ પનાડીયાની છે. અને હોટલ તે ભાડેથી ચલાવે છે. હાઈવે પર પસાર થતા ટેન્કરોમાંથી પેટ્રોલ-ડીઝલ કાઢી લઈ છુટકમાં વેચાણ કરતો હતો. આ પેટ્રોલ-ડીઝલ ટેન્કર ચાલકો પાસેથી રૂપીયા 80 પ્રતી લીટરના ભાવે તે લેતો હતો. એસઓજી ટીમે છ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લઈ પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ ઝેડ.એલ.ઓડેદરા ચલાવી રહ્યા છે. ડીઝલ ચોરીમાં ઝડપાયેલા આરોપીઓ ભાર્ગવ પ્રભાતભાઈ ડાંગર, (શ્રીનાથજી સોસાયટી,રાજકોટ) ઈન્દ્રજીત રાયધનભાઈ વીરડા,( મહાદેવપાર્ક સોસાયટી, રાજકોટ) માવજી કાનાભાઈ ડાંગર, (મહાદેવપાર્ક સોસાયટી, રાજકોટ) અજય શ્રીરામકુમાર યાદવ, ( ગુપ્તા કોલોની જામનગર, મુળ રહે. યુપી) અભીષેક રામનયન યાદવ, (ગુપ્તા કોલોની જામનગર, મુળ રહે. યુપી) રવીરાજ હરીસંગભાઈ ચૌહાણ, (ભાડુકા, તા. સાયલા)

Surendranagar: લીંબડીના પાણશીણા હાઈવેની હોટલ પાછળ ડીઝલ ચોરીનો પર્દાફાશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર અવારનવાર પેટ્રોલ-ડીઝલની ચોરી ધ્યાને આવે છે. ત્યારે એસઓજી ટીમે લીંબડી હાઈવે પર પાણશીણા ગામ પાસે હોટલની પાછળ ટેન્કરોમાંથી ડીઝલ ચોરીનો પર્દાફાશ કર્યો છે. આ દરોડામાં પોલીસે હોટલના સંચાલક સહિત 6 શખ્સોને રૂપીયા 87.54 લાખથી વધુની મત્તા સાથે ઝડપી લીધા છે.

સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ બી.એચ.શીંગરખીયાની સુચનાથી સ્ટાફના અનીરૂધ્ધસીંહ, અશ્વીનભાઈ, રવીરાજભાઈ સહિતનાઓ લીંબડી હાઈવે પર પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે લીંબડી હાઈવે પર પાણશીણા પાસે આવેલ હોટલ ક્રીષ્ના કાઠીયાવાડીની પાછળના મેદાનમાં ડીઝલ ચોરીની બાતમી મળી હતી. આથી પોલીસે રેડ કરી હતી. જેમાં ઉભેલા ર ટેન્કરોમાંથી નળી વાટે કેરબામાં ડીઝલ ચોરાતુ હોવાનું ધ્યાને આવ્યુ હતુ. પોલીસે 49,220 લીટર ડીઝલ કિંમત રૂપીયા 44,63,761, 2800 લીટર પેટ્રોલ કિંમત રૂપીયા 2,65,888, ર ટેન્કર અને 3 મોબાઈલ મળી કુલ રૂપીયા 87,54,649ના મુદ્દામાલ સાથે હોટલ સંચાલક રવીરાજ ચૌહાણ સહિત 6ને ઝડપી લીધા હતા. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં તેણે જણાવ્યુ કે, આ હોટલ કટારીયાના હીતેન્દ્ર ગૌતમભાઈ પનાડીયાની છે. અને હોટલ તે ભાડેથી ચલાવે છે. હાઈવે પર પસાર થતા ટેન્કરોમાંથી પેટ્રોલ-ડીઝલ કાઢી લઈ છુટકમાં વેચાણ કરતો હતો. આ પેટ્રોલ-ડીઝલ ટેન્કર ચાલકો પાસેથી રૂપીયા 80 પ્રતી લીટરના ભાવે તે લેતો હતો. એસઓજી ટીમે છ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લઈ પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ ઝેડ.એલ.ઓડેદરા ચલાવી રહ્યા છે.

ડીઝલ ચોરીમાં ઝડપાયેલા આરોપીઓ

ભાર્ગવ પ્રભાતભાઈ ડાંગર, (શ્રીનાથજી સોસાયટી,રાજકોટ)

ઈન્દ્રજીત રાયધનભાઈ વીરડા,( મહાદેવપાર્ક સોસાયટી, રાજકોટ)

માવજી કાનાભાઈ ડાંગર, (મહાદેવપાર્ક સોસાયટી, રાજકોટ)

અજય શ્રીરામકુમાર યાદવ, ( ગુપ્તા કોલોની જામનગર, મુળ રહે. યુપી)

અભીષેક રામનયન યાદવ, (ગુપ્તા કોલોની જામનગર, મુળ રહે. યુપી)

રવીરાજ હરીસંગભાઈ ચૌહાણ, (ભાડુકા, તા. સાયલા)