Surendranagar: પાટડીના રામગ્રીના ખેડૂતનું અપહરણ કરી ખંડણી માગી
પાટડીના રામગ્રીના ખેડૂત ધ્રાંગધ્રાથી ઘેર જતા સમયે ક્ચોલિયા ગામ નજીક ચાર શખ્સોએ રસ્તામાં કાર રોકી અપહરણ કરી ખેતરમાં લઈ જઈ માર મારી 25 લાખની માંગણી કરી હતી.ખેડૂતથી વ્યવસ્થા ન થતા અત્યારે ઘેર પડયા હોય એ આપી દેવાનું જણાવી કારમાં ખેડૂતને રામગ્રી લઈ જઈ ઘરમાં ખેડૂત જતાની સાથે જ એક શખ્સ પાછળથી ઘરમાં ઘુસી ઘરમાં રાખેલા 2.5 લાખ રૂપિયા લઈ કારમાં ફરીથી સીમમાં લઈ જઈ ધમકી આપી બાકીના રૂપિયા કાલ સુધીમા કરી આપવાનું જણાવી છોડી મુક્યા બાદ ઘેર આવી ભાણજીખાન શહિત ચાર સામે બજાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.પ્રાપ્ત વિગતો અનુસાર પાટડી તાલુકાના રામગ્રી ગામના ખેડૂત જયંતિભાઈ કલ્યાણભાઈ પટેલ ધ્રાંગધ્રાથી કામ પતાવી કાર લઈને ઘેર જતા હતા.ત્યારે ક્ચોલીયા-કામલપર વચ્ચે રસ્તામાં સેડલાના ભાણજીખાન ઉફે ભનિયો મુરીદખાન અન્ય ત્રણ શખ્સો સાથે બે બાઈકમાં પહોચી કાર રોકી હતી.તુરંત જ એક શખ્સે ખેડૂતને ધક્કો મારી બીજા શખ્સે કાર સિધસર રોડ ઉપર લઈ જઈ માર મારી પચીસ લાખની માંગણી કરી હતી. 25 લાખ નહી આપે તો પતાવી દેવાની ધમકી આપી હતી.ખેડૂતે કડીના મનોજભાઈ પટેલ અને હારિજના અમરતભાઈ ઠક્કર બન્ને મિત્રોને રૂપિયા માટે મદદ માંગતા બન્ને પાસે રૂપિયા નહી હોવાનું જણાવતા ભાણજીખાને જણાવેલકે અત્યારે પાચ લાખ તો કરી જ આપવા પડશે તારા ઘેર કે ગામમાં સબંધી પાસેથી લઈ લેવાનું જણાવી ખેડૂતની જ કારમાં શખ્સ સાથે ઘેર લઈ ગયા હતા અને ખેડૂત ઘરમાં રૂપિયા લેવા જઈ રૂપિયા કાઢતા સમયે જ કારમાંથી શખ્સ સીધો ઘરમાં આવી કાઢેલા 2.5 લાખ રૂપિયા અને ખેડૂત બન્નેને ફરીથી કારમાં સીમમાં લઈ ગયા હતા.અને બાકીના રૂપિયા કાલ સાંજ સુધીમાં કરી આપવાનું જણાવી ધમકાવી ત્યાંથી શખ્સો નાસી છુટયા હતા. આ ગંભીર બાબતથી ગભરાઈ ગયેલા ખેડૂતે પુત્ર,ભત્રીજા હર્ષદ અને નસીબખાનને વાત કર્યા બાદ ચારેય શખ્સો સામે બજાણા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અપહરણ કર્યા બાદ ઘરમાં ઘૂસવાની હિંમત કરી ખેડૂતનું રસ્તામાંથી અપહરણ કરી 25 લાખ રૂપિયા માગ્યા તાત્કાલિક વ્યવસ્થા ન થતા ખેડૂતની કારમાં ઘેર લઈ ગયા,ખેડૂતની પાછળ શખ્સ ઘરમાં પણઘુસી ગયો અને ઘરમાંથી 2.5 લાખ રૂપિયા પણ પડાવી લીધા આમ આવી હિમત કરી ઘરનાને અંજામ આપતા લોકોમાં ફ્ફ્ળાટ વ્યાપી ગયેલ છે. બે માસ અગાઉ ચોરીની ફરિયાદ કરી હતી જયંતિભાઈ પટેલે બે માસ અગાઉ ચોરીની ફરિયાદ કરી હતી એ ચોરી પણ અપહરણ કેસના મુખ્ય આરોપી ભાણજીખાન શહિતના મળતિયાએ કરી હતી જે ચોરીની ફરિયાદની દાઝ રાખી અપહરણ અને ખંડણી માંગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. 19.22 લાખ વેપારના લેવાનો વિડિયો બનાવડાવ્યો અપહરણ કર્તાએ ખેડૂતને સીમમાં લઈ જઈ ધમકાવી પોતાને 19.22 લાખ રૂપિયા વેપારના આપવાના છે એવો વિડીયો બનાવડાવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટડીના રામગ્રીના ખેડૂત ધ્રાંગધ્રાથી ઘેર જતા સમયે ક્ચોલિયા ગામ નજીક ચાર શખ્સોએ રસ્તામાં કાર રોકી અપહરણ કરી ખેતરમાં લઈ જઈ માર મારી 25 લાખની માંગણી કરી હતી.ખેડૂતથી વ્યવસ્થા ન થતા અત્યારે ઘેર પડયા હોય એ આપી દેવાનું જણાવી કારમાં ખેડૂતને રામગ્રી લઈ જઈ ઘરમાં ખેડૂત જતાની સાથે જ એક શખ્સ પાછળથી ઘરમાં ઘુસી ઘરમાં રાખેલા 2.5 લાખ રૂપિયા લઈ કારમાં ફરીથી સીમમાં લઈ જઈ ધમકી આપી બાકીના રૂપિયા કાલ સુધીમા કરી આપવાનું જણાવી છોડી મુક્યા બાદ ઘેર આવી ભાણજીખાન શહિત ચાર સામે બજાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પાટડી તાલુકાના રામગ્રી ગામના ખેડૂત જયંતિભાઈ કલ્યાણભાઈ પટેલ ધ્રાંગધ્રાથી કામ પતાવી કાર લઈને ઘેર જતા હતા.ત્યારે ક્ચોલીયા-કામલપર વચ્ચે રસ્તામાં સેડલાના ભાણજીખાન ઉફે ભનિયો મુરીદખાન અન્ય ત્રણ શખ્સો સાથે બે બાઈકમાં પહોચી કાર રોકી હતી.તુરંત જ એક શખ્સે ખેડૂતને ધક્કો મારી બીજા શખ્સે કાર સિધસર રોડ ઉપર લઈ જઈ માર મારી પચીસ લાખની માંગણી કરી હતી.
25 લાખ નહી આપે તો પતાવી દેવાની ધમકી આપી હતી.ખેડૂતે કડીના મનોજભાઈ પટેલ અને હારિજના અમરતભાઈ ઠક્કર બન્ને મિત્રોને રૂપિયા માટે મદદ માંગતા બન્ને પાસે રૂપિયા નહી હોવાનું જણાવતા ભાણજીખાને જણાવેલકે અત્યારે પાચ લાખ તો કરી જ આપવા પડશે તારા ઘેર કે ગામમાં સબંધી પાસેથી લઈ લેવાનું જણાવી ખેડૂતની જ કારમાં શખ્સ સાથે ઘેર લઈ ગયા હતા અને ખેડૂત ઘરમાં રૂપિયા લેવા જઈ રૂપિયા કાઢતા સમયે જ કારમાંથી શખ્સ સીધો ઘરમાં આવી કાઢેલા 2.5 લાખ રૂપિયા અને ખેડૂત બન્નેને ફરીથી કારમાં સીમમાં લઈ ગયા હતા.અને બાકીના રૂપિયા કાલ સાંજ સુધીમાં કરી આપવાનું જણાવી ધમકાવી ત્યાંથી શખ્સો નાસી છુટયા હતા.
આ ગંભીર બાબતથી ગભરાઈ ગયેલા ખેડૂતે પુત્ર,ભત્રીજા હર્ષદ અને નસીબખાનને વાત કર્યા બાદ ચારેય શખ્સો સામે બજાણા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
અપહરણ કર્યા બાદ ઘરમાં ઘૂસવાની હિંમત કરી
ખેડૂતનું રસ્તામાંથી અપહરણ કરી 25 લાખ રૂપિયા માગ્યા તાત્કાલિક વ્યવસ્થા ન થતા ખેડૂતની કારમાં ઘેર લઈ ગયા,ખેડૂતની પાછળ શખ્સ ઘરમાં પણઘુસી ગયો અને ઘરમાંથી 2.5 લાખ રૂપિયા પણ પડાવી લીધા આમ આવી હિમત કરી ઘરનાને અંજામ આપતા લોકોમાં ફ્ફ્ળાટ વ્યાપી ગયેલ છે.
બે માસ અગાઉ ચોરીની ફરિયાદ કરી હતી
જયંતિભાઈ પટેલે બે માસ અગાઉ ચોરીની ફરિયાદ કરી હતી એ ચોરી પણ અપહરણ કેસના મુખ્ય આરોપી ભાણજીખાન શહિતના મળતિયાએ કરી હતી જે ચોરીની ફરિયાદની દાઝ રાખી અપહરણ અને ખંડણી માંગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
19.22 લાખ વેપારના લેવાનો વિડિયો બનાવડાવ્યો
અપહરણ કર્તાએ ખેડૂતને સીમમાં લઈ જઈ ધમકાવી પોતાને 19.22 લાખ રૂપિયા વેપારના આપવાના છે એવો વિડીયો બનાવડાવ્યો હતો.