Surendranagar: જૂના ઝઘડાની અદાવતમાં તમંચાથી ફાયરીંગનો પ્રયાસ કરવાના કેસનો ફરાર આરોપી પકડાયો

ચોટીલામાં રહેતા યુવાન સાથે અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી ગત જુલાઈ માસમાં ફાયરીંગનો પ્રયાસ કરી માર મારવાનો બનાવ બન્યો હતો. આ કેસમાં ફરાર આરોપીને ચોટીલા પોલીસે ભીમગઢ ગામના રસ્તેથી ઝડપી લીધો છે.ચોટીલાની જમાતખાના વાળી શેરીમાં રહેતા 29 વર્ષીય મુબીનભાઈ યુનુશભાઈ હમીરકા ડ્રાઈવીંગ કરે છે. તેઓને અગાઉ ઈલીયાસ ઉર્ફે જોંગો દીનમહમદભાઈ નકુમ સાથે ઝઘડો થયો હતો. ત્યારે આ વાતનુ મનદુઃખ રાખીને ગત તા. 23મી જુલાઈના રોજ બપોરના સમયે મુબીનખાન ચોટીલા તાલુકાના નવાગામની સીમમાંથી બાઈક લઈને પસાર થતા હતા. ત્યારે ઈલીયાસ નકુમ અને ત્રણ અજાણ્યા શખ્સો લાકડાના ધોકા સાથે ધસી આવ્યા હતા. અને મુબીનભાઈને માર માર્યો હતો. જયારે ઈલીયાસે પોતાના પેન્ટના નેફામાં રહેલ તમંચો કાઢી જાનથી મારી નાંખવાના ઈરાદે ફાયરીંગનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ફાયરીંગ ન થતા તમંચો ફેંકી દઈ ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બનાવની મુબીનભાઈએ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ઈલીયાસ ગત તા. 7મી ઓગસ્ટના રોજ ઝડપાયો હતો અને સાથીદારોના નામ આપ્યા હતા. જેમાં આ કેસનો ફરાર આરોપી સલીમ ઈસ્માઈલ સંધી ભીમગઢના રોડેથી નીકળનાર હોવાની બાતમી મળતા ચોટીલા પીઆઈ આઈ.બી.વલવી, ધનરાજસીંહ વાઘેલા સહિતનાઓએ વોચ રાખી સલીમ સંધીને ઝડપી લીધો હતો.

Surendranagar: જૂના ઝઘડાની અદાવતમાં તમંચાથી ફાયરીંગનો પ્રયાસ કરવાના કેસનો ફરાર આરોપી પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ચોટીલામાં રહેતા યુવાન સાથે અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી ગત જુલાઈ માસમાં ફાયરીંગનો પ્રયાસ કરી માર મારવાનો બનાવ બન્યો હતો. આ કેસમાં ફરાર આરોપીને ચોટીલા પોલીસે ભીમગઢ ગામના રસ્તેથી ઝડપી લીધો છે.

ચોટીલાની જમાતખાના વાળી શેરીમાં રહેતા 29 વર્ષીય મુબીનભાઈ યુનુશભાઈ હમીરકા ડ્રાઈવીંગ કરે છે. તેઓને અગાઉ ઈલીયાસ ઉર્ફે જોંગો દીનમહમદભાઈ નકુમ સાથે ઝઘડો થયો હતો.

ત્યારે આ વાતનુ મનદુઃખ રાખીને ગત તા. 23મી જુલાઈના રોજ બપોરના સમયે મુબીનખાન ચોટીલા તાલુકાના નવાગામની સીમમાંથી બાઈક લઈને પસાર થતા હતા. ત્યારે ઈલીયાસ નકુમ અને ત્રણ અજાણ્યા શખ્સો લાકડાના ધોકા સાથે ધસી આવ્યા હતા. અને મુબીનભાઈને માર માર્યો હતો.

જયારે ઈલીયાસે પોતાના પેન્ટના નેફામાં રહેલ તમંચો કાઢી જાનથી મારી નાંખવાના ઈરાદે ફાયરીંગનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ફાયરીંગ ન થતા તમંચો ફેંકી દઈ ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બનાવની મુબીનભાઈએ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ઈલીયાસ ગત તા. 7મી ઓગસ્ટના રોજ ઝડપાયો હતો અને સાથીદારોના નામ આપ્યા હતા. જેમાં આ કેસનો ફરાર આરોપી સલીમ ઈસ્માઈલ સંધી ભીમગઢના રોડેથી નીકળનાર હોવાની બાતમી મળતા ચોટીલા પીઆઈ આઈ.બી.વલવી, ધનરાજસીંહ વાઘેલા સહિતનાઓએ વોચ રાખી સલીમ સંધીને ઝડપી લીધો હતો.