Surendranagar: જોરાવરનગર ભોગાવા નદીમાં રાત્રે મેડિકલ વેસ્ટ ઠાલવનારા ઝબ્બે

સુરેન્દ્રનગરના જોરાવરનગર ભોગાવામાં અવાર નવાર કોઈ બાયો મેડિકલ વેસ્ટ ઠાલવતા હોવાની ઘટના સામે આવતી હતી અત્યારે જાગૃત્ત નાગરિકે રાત્રે 3 વાગ્યે બાજુની હોસ્પિટલના સ્ટાફ્ને મેડિકલ વેસ્ટ ઠાલવતા રોકી આ ગંભીર બાબત હોવાનું જણાવ્યું હતું અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.જોરાવરનગરની ભોગવા નદીમાં અવાર નવાર મેડિકલ વેસ્ટ ઠાલવતો હતો. ત્યારે બાજુના જાગૃત્ત નાગરિકે મોડી રાત્રે ઠાલવતા હોવાનું કોઈએ જણાવતા વોચ રાખી હતી. દરમિયાન રાત્રે 3 વાગ્યે સ્ટ્રેચરમાં બેરલમાં બાયો મેડિકલ વેસ્ટ ભરીને ભોગાવા નદીમાં ઠાલવતા સમયે જ જાગૃત્ત નાગરિક પહોચી વિડીયો ફેટો પાડયા હતા અને આ બાયો મેડિકલ વેસ્ટ ગંભીર બિમારી ફેલાવી શકે અહી ના ઠલવાય એવું જણાવ્યુ હતું. વેસ્ટ ઠાલવતા સ્થળની નજીક સવા હોસ્પિટલ આવેલી છે જેથી રાત્રે ત્રણ વાગે બાયો મેડિકલ વેસ્ટ ઠાલવવા આવેલા અને વિડીયો ફેટોમાં દેખાતા શખ્સો સવા હોસ્પિટલનો જ સ્ટાફ્ના છે કે અન્ય હોસ્પિટલનો સ્ટાફ્ છે એની તંત્ર દ્વારા તપાસ કરી બાયો મેડિકલ વેસ્ટ ઠાલવતી હોસ્પિટલના જવાબદાર ડોકટરો સામે પગલા લેવાની માંગ ઉઠી છે. બાયો મેડિકલ વેસ્ટ કોન્ટ્રકટરને જ આપવાનો હોય છે કોઈ પણ હોસ્પિટલના બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે એની ફી ભરવાની હોય છે પરંતુ અહી જાહેરમાં અને એ પણ ભોગાવા નદીમાં ઠાલવતા વેસ્ટ ઠાલવતી હોસ્પિટલની કામગીરી સામે અનેક સવાલો થઈ રહ્યા છે. સોલડીમાં મેડિકલ વેસ્ટ પ્લાન્ટનો ખુલ્લો વિરોધ ચાલે છે મેડિકલ વેસ્ટ પ્લાન્ટમાં ગંભીર પ્રકારની બિમારીની એક્સપાયરી દવા, બ્લડ, ઓપરેશન કરેલા અવશેષો સહિતના મેડિકલ વેસ્ટનો નિકાલ થતો હોય છે અને ત્યાં યોગ્ય રીતે નિકાલ ના થાય તો આજુબાજુની જમીન, પાણીના તળ અને વાતાવરણને ગંભીર અસર થતી હોવાથી ધ્રાંગધ્રાના સોલડીમાં મેડિકલ વેસ્ટ પ્લાન્ટનો ખુલ્લો વિરોધ કરી કોઈ ભોગે પ્લાન્ટ આ વિસ્તારમાં નહી બનાવવા દેવા ગ્રામજનો મક્કમ દેખાઈ રહયા છે. જી.પી.સી.બી.અને પોલીસ કાર્યવાહી કરે એવી માંગ રાત્રે 3 વાગે મેડીકલ વેસ્ટ ઠાલવવા આવેલા સ્ટાફ્ની ફેટાના આધારે તપાસ કરી કઈ હોસ્પિટલનો મેડીકલ વેસ્ટ ઠાલવવા આવ્યા હતા એમની સામે જી.પી.સી.બી અને પોલીસ કડક કાર્યવાહી કરે અને કોઈ દિવસ જાહેરમાં ભોગવામાં મેડીકલ વેસ્ટ ના ઠાલવે એવી રહીશોની માંગ ઉઠી છે.

Surendranagar: જોરાવરનગર ભોગાવા નદીમાં રાત્રે મેડિકલ વેસ્ટ ઠાલવનારા ઝબ્બે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરના જોરાવરનગર ભોગાવામાં અવાર નવાર કોઈ બાયો મેડિકલ વેસ્ટ ઠાલવતા હોવાની ઘટના સામે આવતી હતી અત્યારે જાગૃત્ત નાગરિકે રાત્રે 3 વાગ્યે બાજુની હોસ્પિટલના સ્ટાફ્ને મેડિકલ વેસ્ટ ઠાલવતા રોકી આ ગંભીર બાબત હોવાનું જણાવ્યું હતું અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

જોરાવરનગરની ભોગવા નદીમાં અવાર નવાર મેડિકલ વેસ્ટ ઠાલવતો હતો. ત્યારે બાજુના જાગૃત્ત નાગરિકે મોડી રાત્રે ઠાલવતા હોવાનું કોઈએ જણાવતા વોચ રાખી હતી. દરમિયાન રાત્રે 3 વાગ્યે સ્ટ્રેચરમાં બેરલમાં બાયો મેડિકલ વેસ્ટ ભરીને ભોગાવા નદીમાં ઠાલવતા સમયે જ જાગૃત્ત નાગરિક પહોચી વિડીયો ફેટો પાડયા હતા અને આ બાયો મેડિકલ વેસ્ટ ગંભીર બિમારી ફેલાવી શકે અહી ના ઠલવાય એવું જણાવ્યુ હતું. વેસ્ટ ઠાલવતા સ્થળની નજીક સવા હોસ્પિટલ આવેલી છે જેથી રાત્રે ત્રણ વાગે બાયો મેડિકલ વેસ્ટ ઠાલવવા આવેલા અને વિડીયો ફેટોમાં દેખાતા શખ્સો સવા હોસ્પિટલનો જ સ્ટાફ્ના છે કે અન્ય હોસ્પિટલનો સ્ટાફ્ છે એની તંત્ર દ્વારા તપાસ કરી બાયો મેડિકલ વેસ્ટ ઠાલવતી હોસ્પિટલના જવાબદાર ડોકટરો સામે પગલા લેવાની માંગ ઉઠી છે.

બાયો મેડિકલ વેસ્ટ કોન્ટ્રકટરને જ આપવાનો હોય છે

કોઈ પણ હોસ્પિટલના બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે એની ફી ભરવાની હોય છે પરંતુ અહી જાહેરમાં અને એ પણ ભોગાવા નદીમાં ઠાલવતા વેસ્ટ ઠાલવતી હોસ્પિટલની કામગીરી સામે અનેક સવાલો થઈ રહ્યા છે.

સોલડીમાં મેડિકલ વેસ્ટ પ્લાન્ટનો ખુલ્લો વિરોધ ચાલે છે

મેડિકલ વેસ્ટ પ્લાન્ટમાં ગંભીર પ્રકારની બિમારીની એક્સપાયરી દવા, બ્લડ, ઓપરેશન કરેલા અવશેષો સહિતના મેડિકલ વેસ્ટનો નિકાલ થતો હોય છે અને ત્યાં યોગ્ય રીતે નિકાલ ના થાય તો આજુબાજુની જમીન, પાણીના તળ અને વાતાવરણને ગંભીર અસર થતી હોવાથી ધ્રાંગધ્રાના સોલડીમાં મેડિકલ વેસ્ટ પ્લાન્ટનો ખુલ્લો વિરોધ કરી કોઈ ભોગે પ્લાન્ટ આ વિસ્તારમાં નહી બનાવવા દેવા ગ્રામજનો મક્કમ દેખાઈ રહયા છે.

જી.પી.સી.બી.અને પોલીસ કાર્યવાહી કરે એવી માંગ

રાત્રે 3 વાગે મેડીકલ વેસ્ટ ઠાલવવા આવેલા સ્ટાફ્ની ફેટાના આધારે તપાસ કરી કઈ હોસ્પિટલનો મેડીકલ વેસ્ટ ઠાલવવા આવ્યા હતા એમની સામે જી.પી.સી.બી અને પોલીસ કડક કાર્યવાહી કરે અને કોઈ દિવસ જાહેરમાં ભોગવામાં મેડીકલ વેસ્ટ ના ઠાલવે એવી રહીશોની માંગ ઉઠી છે.