Credai Ahmedabad : ગાહેડ દ્વારા 3,4 અને 5 જાન્યુઆરીએ પ્રોપર્ટી શૉનું આયોજન

3, 4 અને 5 જાન્યુઆરી 2025ના રોજ ક્રેડાઈ ગાહેડ દ્વારા પ્રોપર્ટી શૉનું આયોજન કરવામાં આવ્યું છે આ 19માં ગાહેડ પ્રોપર્ટી શૉના આયોજનમાં 50 ડેવલપર્સની 250 કરતા વધુ પ્રોપર્ટીઓનું ડીસ્પ્લે કરવામાં આવશે.આપને જણાવી દઈએ કે,આ પ્રોપર્ટી શૉનું ઉદ્ઘાટન ગુજરાત રાજયના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે અને ગૃહ મંત્રી હર્ષ સંધવી, ગેસ્ટ ઓફ ઓનરની ઉપસ્થિતિમાં થશે.આવાસોની માહિતી એકજ સ્થળેથી મળી રહે તે હેતુસર પ્રોપર્ટી શૉનું આયોજન ક્રેડાઈ અમદાવાદ- ગાહેડના પ્રમુખ ધ્રુવભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજયમાં બાંધકામ ક્ષેત્રે થઈ રહેલ વિકાસ કાર્યોમાં ગુજરાતના પ્રમુખ શહેરોની સરખામણીમાં અમદાવાદ મોખરાનું સ્થાન ધરાવે છે. વધતા જતા શહેરીકરણના વ્યાપના કારણે રોજગારીની તકો માટે શહેરોમાં થઈ રહેલ માઈગ્રેશનના કારણે વધુ આવાસોની આવશ્યકતાઓ ઉભી થઈ રહેલ છે, તે જોતાં દરેકને પોતાના બજેટ અને સ્વપ્નાઓને અનુરૂપ આવાસોની માહિતી એકજ સ્થળેથી મળી રહે તે હેતુસર ક્રેડાઈ અમદાવાદ દ્વારા 3, 4 અને 5 જાન્યુઆરી 2025ના સમય દરમ્યાન ગણેશ ગ્રાઉન્ડ, થલતેજ, એસ. જી. હાઈવે, અમદાવાદ ખાતે 19માં ગાહેડ પ્રોપર્ટી શૉનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના 50 કરતા વધુ અગ્રગણ્ય ડેવલપર્સ ભાગ લઈ રહ્યા છે સંસ્થા દ્વારા આયોજીત પ્રોપર્ટી શૉમાં ઘર, ઓફીસ અને પ્લોટ ખરીદનાર, ઈન્વેસ્ટર્સ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો મુલાકાત લેતા હોય છે.ક્રેડાઈ અમદાવાદ દ્વારા યોજવામાં આવતા ગાહેડ પ્રોપર્ટી શો માટે લોકોમાં વધુ આકર્ષણ રહે છે તે આપણા સૌ માટે અપેક્ષનીય છે. સંસ્થા દ્વારા આયોજીત આ 19માં ગાહેડ પ્રોપર્ટી શોમાં અમદાવાદ શહેરના 50 કરતા વધુ અગ્રગણ્ય ડેવલપર્સ ભાગ લઈ રહ્યા છે.અમદાવાદ શહેરની પેરીફેરીમાં નવ વિકસિત પ્રોજેક્ટ તેમજ આકાર પામનાર રેસીડેન્શિયલ,કોમર્શીયલ,પ્લોટીંગ અને વીક એન્ડ વિલા વગેરે આશરે 250થી વધુ પ્રોપર્ટીઝ ડિસ્પલે કરવામાં આવશે.આ પ્રોપર્ટી શોની મુલાકાત લઈ પ્રોપર્ટી ખરીદવા ઈચ્છુક નાગરિકો માટે વધુ સુગમતા રહે તેમજ તેમને ધિરાણ સરળતાથી મળી શકે તે માટે ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટયુશન્સને પણ આ પ્રોપર્ટી શોમાં સાથે રાખવામાં આવ્યા છે. પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન CM ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરાશે સંસ્થા દ્વારા આયોજીત પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે રાખવામાં આવ્યું છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહી શોભામાં અભિવૃધ્ધિ કરશે.તદ્ઉપરાંત ક્રેડાઈના પદાધિકારીઓ, અમદાવાદના નામાંકિત ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ, સંસ્થાના સભ્યો, અગ્રગણ્ય ડેવલપર્સ પણ ઉપસ્થિત રહેશે. ક્રેડાઈની સ્થાપનાના 25માં વર્ષની સિલ્વર જયુબીલીની ઉજવણીના સંકલ્પો રાષ્ટ્રીય સંસ્થા ક્રેડાઈની સ્થાપનાના 25માં વર્ષની સિલ્વર જયુબીલીની ઉજવણીને અનુલક્ષીને ગત વર્ષે પ્રોપર્ટી શોના આયોજન દરમિયાન જાહેર કરેલા પાંચ સંકલ્પો પૈકી:સંસ્થાકીય આયોજનો અને સામાજિક ઉત્થાનની દિશામાં આદરવામાં આવેલા પ્રયત્નોના ભાગરુપે અમદાવાદ જિલ્લાની આજુબાજુમાં આવેલ સરકારી અને જર્જરિત 51 શાળાઓને રિનોવેટ કરી અદ્યતન બનાવવાની જવાબદારી સ્વીકારી, તે પૈકી 25 શાળાઓનું કામ પૂર્ણ થયું છે. બાકીની શાળાઓમાં કામ ચાલુ છે. જેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન મુખ્યમંત્રીના વરદહસ્તે થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણ સુધારા માટે ડેવલપ કરી રહ્યા છે ઓક્સિજન પાર્ક સંસ્થા દ્વારા સમાજમાં પણ પર્યાવરણ સુધારા માટે નાસ્મેદ ખાતે અતિવિશાળ પ્લોટમાં ઓક્સિજન પાર્ક ડેવલપ કરી રહ્યા છીએ.જેમાં આશરે 51,000 જેટલા ઝાડ રોપવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાંથી 37,000 જેટલા ઝાડ રોપી દેવામાં આવ્યા છે.આ અંગેની હજુ પણ આનુસાંગિક કામગીરી ચાલુ છે. ઘણા નાગરિકોને તેમજ ડેવલપર્સને થશે ફાયદો શહેરમાં સુનિયોજિત વિકાસ થાય તેવા હેતુસર વધુમાં વધુ ગ્રીન બિલ્ડીંગ્સ પ્રોજેક્ટને પ્રોત્સાહન મળે તે હેતુસર ઈન્સેન્ટીવ આપવા સી.જી.ડી.સી.આરમાં સુધારો કર્યો છે.રીયલ એસ્ટેટ વ્યવસાયમાં સ્કીલ્ડ અને ટ્રેન્ડ વ્યક્તિઓની અછત છે.આ અછતને દૂર કરવા મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સેપ્ટ યુનિવર્સિટી સાથે MOU કરાશે, સંસ્થાના આ આયોજનથી કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા ઘણા નાગરિકોને તેમજ ડેવલપર્સને ફાયદો થશે. ઓલમ્પિક અને નેશનલ ગેમ્સનું કરાયું આયોજન વધુમાં શહેરમાં પ્રોપર્ટી વસાવનાર ગ્રાહકો અને ડેવલપર્સ વચ્ચે ટ્રાન્સપરન્સી રહે તે માટે રેરા એરીયાથી વેચાણ કરવાની નીતિ અપનાવવા સંસ્થાએ સભ્યોને અનુરોધ કર્યો અને તેનો અમલ પણ ચાલુ કરી દેવામાં આવ્યો છે.આગામી સમયમાં શહેરમાં જ્યારે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં વિશિષ્ટ વ્યક્તિઓ પધારવાના હોય તેનો સીધો લાભ રીયલ એસ્ટેટ વ્યવસાયને થશે. 3 જાન્યુઆરીના રોજ ગુજકોનનું કરાયું આયોજનઆ પ્રોપર્ટી શોના આયોજન દરમિયાન રાજ્ય સ્તરની સંસ્થા ક્રેડાઈ ગુજરાત દ્વારા 3 જાન્યુઆરી 2025ના રોજ ગુજકોનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી આશરે 500 જેટલા ડેવલપર્સ ઉપસ્થિત રહેશે.નોલેજન શેયરીંગ માટે આયોજિત ગુજકોનમાં ક્રેડાઈ નેશનલના પ્રેસિડન્ટ બોમન ઈરાની, મનોજ ગોર સહિત અન્ય ઘણા જાણીતા સ્પીકર્સ પોતાના વિચારોની આપ-લે કરવાના છે. 4 જાન્યુઆરીએ કરાયું ગ્રોથ સમિટનું આયોજન  4 જાન્યુઆરી 2025ના રોજ શહેરી વિકાસને લગતી બાબતો અંગે ચર્ચા કરવા ગ્રોથ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.સંસ્થા દ્વારા રીયલ એસ્ટેટના સર્વાંગી વિકાસ માટે આદરવામાં આવી રહેલ અવિરત પ્રયત્નો અને ડેવલપર્સ અને ગ્રાહક વચ્ચે સેતુની જેમ કાર્ય પઘ્ઘતિને જાહેર જનતા સુધી પહોંચાડનારા અવિસ્મરણીય અને અદભુત આયોજનો છે.

Credai Ahmedabad : ગાહેડ દ્વારા 3,4 અને 5 જાન્યુઆરીએ પ્રોપર્ટી શૉનું આયોજન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

3, 4 અને 5 જાન્યુઆરી 2025ના રોજ ક્રેડાઈ ગાહેડ દ્વારા પ્રોપર્ટી શૉનું આયોજન કરવામાં આવ્યું છે આ 19માં ગાહેડ પ્રોપર્ટી શૉના આયોજનમાં 50 ડેવલપર્સની 250 કરતા વધુ પ્રોપર્ટીઓનું ડીસ્પ્લે કરવામાં આવશે.આપને જણાવી દઈએ કે,આ પ્રોપર્ટી શૉનું ઉદ્ઘાટન ગુજરાત રાજયના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે અને ગૃહ મંત્રી હર્ષ સંધવી, ગેસ્ટ ઓફ ઓનરની ઉપસ્થિતિમાં થશે.
આવાસોની માહિતી એકજ સ્થળેથી મળી રહે તે હેતુસર પ્રોપર્ટી શૉનું આયોજન
ક્રેડાઈ અમદાવાદ- ગાહેડના પ્રમુખ ધ્રુવભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજયમાં બાંધકામ ક્ષેત્રે થઈ રહેલ વિકાસ કાર્યોમાં ગુજરાતના પ્રમુખ શહેરોની સરખામણીમાં અમદાવાદ મોખરાનું સ્થાન ધરાવે છે. વધતા જતા શહેરીકરણના વ્યાપના કારણે રોજગારીની તકો માટે શહેરોમાં થઈ રહેલ માઈગ્રેશનના કારણે વધુ આવાસોની આવશ્યકતાઓ ઉભી થઈ રહેલ છે, તે જોતાં દરેકને પોતાના બજેટ અને સ્વપ્નાઓને અનુરૂપ આવાસોની માહિતી એકજ સ્થળેથી મળી રહે તે હેતુસર ક્રેડાઈ અમદાવાદ દ્વારા 3, 4 અને 5 જાન્યુઆરી 2025ના સમય દરમ્યાન ગણેશ ગ્રાઉન્ડ, થલતેજ, એસ. જી. હાઈવે, અમદાવાદ ખાતે 19માં ગાહેડ પ્રોપર્ટી શૉનું આયોજન કરવામાં આવ્યું છે
અમદાવાદના 50 કરતા વધુ અગ્રગણ્ય ડેવલપર્સ ભાગ લઈ રહ્યા છે
સંસ્થા દ્વારા આયોજીત પ્રોપર્ટી શૉમાં ઘર, ઓફીસ અને પ્લોટ ખરીદનાર, ઈન્વેસ્ટર્સ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો મુલાકાત લેતા હોય છે.ક્રેડાઈ અમદાવાદ દ્વારા યોજવામાં આવતા ગાહેડ પ્રોપર્ટી શો માટે લોકોમાં વધુ આકર્ષણ રહે છે તે આપણા સૌ માટે અપેક્ષનીય છે. સંસ્થા દ્વારા આયોજીત આ 19માં ગાહેડ પ્રોપર્ટી શોમાં અમદાવાદ શહેરના 50 કરતા વધુ અગ્રગણ્ય ડેવલપર્સ ભાગ લઈ રહ્યા છે.અમદાવાદ શહેરની પેરીફેરીમાં નવ વિકસિત પ્રોજેક્ટ તેમજ આકાર પામનાર રેસીડેન્શિયલ,કોમર્શીયલ,પ્લોટીંગ અને વીક એન્ડ વિલા વગેરે આશરે 250થી વધુ પ્રોપર્ટીઝ ડિસ્પલે કરવામાં આવશે.આ પ્રોપર્ટી શોની મુલાકાત લઈ પ્રોપર્ટી ખરીદવા ઈચ્છુક નાગરિકો માટે વધુ સુગમતા રહે તેમજ તેમને ધિરાણ સરળતાથી મળી શકે તે માટે ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટયુશન્સને પણ આ પ્રોપર્ટી શોમાં સાથે રાખવામાં આવ્યા છે.
પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન CM ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરાશે
સંસ્થા દ્વારા આયોજીત પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે રાખવામાં આવ્યું છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહી શોભામાં અભિવૃધ્ધિ કરશે.તદ્ઉપરાંત ક્રેડાઈના પદાધિકારીઓ, અમદાવાદના નામાંકિત ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ, સંસ્થાના સભ્યો, અગ્રગણ્ય ડેવલપર્સ પણ ઉપસ્થિત રહેશે.
ક્રેડાઈની સ્થાપનાના 25માં વર્ષની સિલ્વર જયુબીલીની ઉજવણીના સંકલ્પો
રાષ્ટ્રીય સંસ્થા ક્રેડાઈની સ્થાપનાના 25માં વર્ષની સિલ્વર જયુબીલીની ઉજવણીને અનુલક્ષીને ગત વર્ષે પ્રોપર્ટી શોના આયોજન દરમિયાન જાહેર કરેલા પાંચ સંકલ્પો પૈકી:સંસ્થાકીય આયોજનો અને સામાજિક ઉત્થાનની દિશામાં આદરવામાં આવેલા પ્રયત્નોના ભાગરુપે અમદાવાદ જિલ્લાની આજુબાજુમાં આવેલ સરકારી અને જર્જરિત 51 શાળાઓને રિનોવેટ કરી અદ્યતન બનાવવાની જવાબદારી સ્વીકારી, તે પૈકી 25 શાળાઓનું કામ પૂર્ણ થયું છે. બાકીની શાળાઓમાં કામ ચાલુ છે. જેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન મુખ્યમંત્રીના વરદહસ્તે થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.
પર્યાવરણ સુધારા માટે ડેવલપ કરી રહ્યા છે ઓક્સિજન પાર્ક 
સંસ્થા દ્વારા સમાજમાં પણ પર્યાવરણ સુધારા માટે નાસ્મેદ ખાતે અતિવિશાળ પ્લોટમાં ઓક્સિજન પાર્ક ડેવલપ કરી રહ્યા છીએ.જેમાં આશરે 51,000 જેટલા ઝાડ રોપવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાંથી 37,000 જેટલા ઝાડ રોપી દેવામાં આવ્યા છે.આ અંગેની હજુ પણ આનુસાંગિક કામગીરી ચાલુ છે.
ઘણા નાગરિકોને તેમજ ડેવલપર્સને થશે ફાયદો 
શહેરમાં સુનિયોજિત વિકાસ થાય તેવા હેતુસર વધુમાં વધુ ગ્રીન બિલ્ડીંગ્સ પ્રોજેક્ટને પ્રોત્સાહન મળે તે હેતુસર ઈન્સેન્ટીવ આપવા સી.જી.ડી.સી.આરમાં સુધારો કર્યો છે.રીયલ એસ્ટેટ વ્યવસાયમાં સ્કીલ્ડ અને ટ્રેન્ડ વ્યક્તિઓની અછત છે.આ અછતને દૂર કરવા મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સેપ્ટ યુનિવર્સિટી સાથે MOU કરાશે, સંસ્થાના આ આયોજનથી કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા ઘણા નાગરિકોને તેમજ ડેવલપર્સને ફાયદો થશે.
ઓલમ્પિક અને નેશનલ ગેમ્સનું કરાયું આયોજન
વધુમાં શહેરમાં પ્રોપર્ટી વસાવનાર ગ્રાહકો અને ડેવલપર્સ વચ્ચે ટ્રાન્સપરન્સી રહે તે માટે રેરા એરીયાથી વેચાણ કરવાની નીતિ અપનાવવા સંસ્થાએ સભ્યોને અનુરોધ કર્યો અને તેનો અમલ પણ ચાલુ કરી દેવામાં આવ્યો છે.આગામી સમયમાં શહેરમાં જ્યારે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં વિશિષ્ટ વ્યક્તિઓ પધારવાના હોય તેનો સીધો લાભ રીયલ એસ્ટેટ વ્યવસાયને થશે.
3 જાન્યુઆરીના રોજ ગુજકોનનું કરાયું આયોજન
આ પ્રોપર્ટી શોના આયોજન દરમિયાન રાજ્ય સ્તરની સંસ્થા ક્રેડાઈ ગુજરાત દ્વારા 3 જાન્યુઆરી 2025ના રોજ ગુજકોનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી આશરે 500 જેટલા ડેવલપર્સ ઉપસ્થિત રહેશે.નોલેજન શેયરીંગ માટે આયોજિત ગુજકોનમાં ક્રેડાઈ નેશનલના પ્રેસિડન્ટ બોમન ઈરાની, મનોજ ગોર સહિત અન્ય ઘણા જાણીતા સ્પીકર્સ પોતાના વિચારોની આપ-લે કરવાના છે.
4 જાન્યુઆરીએ કરાયું ગ્રોથ સમિટનું આયોજન
 4 જાન્યુઆરી 2025ના રોજ શહેરી વિકાસને લગતી બાબતો અંગે ચર્ચા કરવા ગ્રોથ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.સંસ્થા દ્વારા રીયલ એસ્ટેટના સર્વાંગી વિકાસ માટે આદરવામાં આવી રહેલ અવિરત પ્રયત્નો અને ડેવલપર્સ અને ગ્રાહક વચ્ચે સેતુની જેમ કાર્ય પઘ્ઘતિને જાહેર જનતા સુધી પહોંચાડનારા અવિસ્મરણીય અને અદભુત આયોજનો છે.