Surendranagar News: લીંબડી ગણેશમંદિરમાંથી દિવસના સુમારે ઘંટ ઉતારી ભાગતા યુવાનનો વીડિયો-વાયરલ થયો

મંદિર પાસે હોમગાર્ડ જવાનનો 24 કલાકનો પોઈન્ટ હોવા છતાંય ચોર કળા કરી ગયોમંદિરમાં ટીંગાતા ઘંટને ઉતારી થેલીમાં મુકી રવાના થતો નજરે પડે છે કોઈ બીજી જ જગ્યાએ બેસી મોબાઇલ પર ગેમ રમતા હોવાની ફરીયાદો વ્યાપક બની લીંબડી શહેરમાં મોરભાઇના ડેલા પાસે આવેલા ગણપતિના મંદિરે ધોળા દિવસે છડેચોક મંદિરનો ઘંટ ઉતારી એક યુવાન રવાના થતો હોવાનો વીડિયો વાયરલ થતાં પોલીસ તંત્ર દોડતું થયું છે. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ લીંબડી શાક માર્કેટના પાછળના દરવાજે મોરભાઇના ડેલા પાસે આવેલા ગણપતિજીના મંદિર પરિસરમાં પ્રવેશી યુવાન ગણપતિના પ્રથમ દર્શન કરે છે અને પછી મંદિરમાં ટીંગાતા ઘંટને ઉતારી થેલીમાં મુકી રવાના થતો નજરે પડે છે. ગણપતિનું આ મંદિર જાહેર ચોકમાં આવેલું છે. ત્યાં લીંબડી પોલીસ દ્વારા હોમગાર્ડ પોઈન્ટ ફાળવેલો છે. પરંતુ આ સ્થળે જ નહીં પોલીસ મથક દ્વારા ફાળવેલ તમામ જાહેર પોઇન્ટ પર હોમગાર્ડ જવાનો ક્યારેય પણ નજરે જોવા મળતા જ નથી. ગુટલી મારી.. કોઈ બીજી જ જગ્યાએ બેસી મોબાઇલ પર ગેમ રમતા હોવાની ફરીયાદો વ્યાપક બની છે. લીંબડી ગણપતિ મંદિર ઘંટ ચોરીનો વીડિયો વાયરલ થતાં જ લીંબડી પોલીસે ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ તપાસી ઘંટ ચોરી જઇ રહેલો યુવાન કોણ છે? એનુ પગેરૂ દબાવી વધુ તપાસ હાથ ધરી છે.

Surendranagar News: લીંબડી ગણેશમંદિરમાંથી દિવસના સુમારે ઘંટ ઉતારી ભાગતા યુવાનનો વીડિયો-વાયરલ થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મંદિર પાસે હોમગાર્ડ જવાનનો 24 કલાકનો પોઈન્ટ હોવા છતાંય ચોર કળા કરી ગયો
  • મંદિરમાં ટીંગાતા ઘંટને ઉતારી થેલીમાં મુકી રવાના થતો નજરે પડે છે
  • કોઈ બીજી જ જગ્યાએ બેસી મોબાઇલ પર ગેમ રમતા હોવાની ફરીયાદો વ્યાપક બની

લીંબડી શહેરમાં મોરભાઇના ડેલા પાસે આવેલા ગણપતિના મંદિરે ધોળા દિવસે છડેચોક મંદિરનો ઘંટ ઉતારી એક યુવાન રવાના થતો હોવાનો વીડિયો વાયરલ થતાં પોલીસ તંત્ર દોડતું થયું છે.

વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ લીંબડી શાક માર્કેટના પાછળના દરવાજે મોરભાઇના ડેલા પાસે આવેલા ગણપતિજીના મંદિર પરિસરમાં પ્રવેશી યુવાન ગણપતિના પ્રથમ દર્શન કરે છે અને પછી મંદિરમાં ટીંગાતા ઘંટને ઉતારી થેલીમાં મુકી રવાના થતો નજરે પડે છે. ગણપતિનું આ મંદિર જાહેર ચોકમાં આવેલું છે. ત્યાં લીંબડી પોલીસ દ્વારા હોમગાર્ડ પોઈન્ટ ફાળવેલો છે. પરંતુ આ સ્થળે જ નહીં પોલીસ મથક દ્વારા ફાળવેલ તમામ જાહેર પોઇન્ટ પર હોમગાર્ડ જવાનો ક્યારેય પણ નજરે જોવા મળતા જ નથી. ગુટલી મારી.. કોઈ બીજી જ જગ્યાએ બેસી મોબાઇલ પર ગેમ રમતા હોવાની ફરીયાદો વ્યાપક બની છે. લીંબડી ગણપતિ મંદિર ઘંટ ચોરીનો વીડિયો વાયરલ થતાં જ લીંબડી પોલીસે ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ તપાસી ઘંટ ચોરી જઇ રહેલો યુવાન કોણ છે? એનુ પગેરૂ દબાવી વધુ તપાસ હાથ ધરી છે.