Suratમાં વસતા UPના નેતાઓ અને કાર્યકરો નવી ઈનિંગ માટે રવાના થયા

100થી વધુ નેતા-કાર્યકરો કરશે ઉત્તર પ્રદેશમાં પ્રચાર ઉત્તરપ્રદેશની જોનપુર, મછલીશહર લોકસભા બેઠક માટે રવાના થયા નેતા-કાર્યકરો ભાજપનો પ્રચાર કરવા માટે 25 જેટલી કારના કાફલો નિકળ્યો દેશમાં કોઈપણ રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે સ્વાભાવિક રીતે જ સુરતથી મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. એટલું જ નહીં પરંતુ સુરતથી કાર્યકર્તાઓની ફોજ અલગ અલગ જિલ્લાઓમાં અને રાજ્યોમાં ઉતારી દેવામાં આવતી હોય છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ હવે ઉત્તર પ્રદેશમાં યોજાનાર લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે ભાજપના કાર્યકર્તાઓએ યુપી તરફ પ્રયાણ કર્યું છે. સુરત ભાજપના નેતાઓ થયા રવાના 25 ગાડીના કાફલા સાથે ભાજપના કાર્યકર્તાઓ ઉત્તર પ્રદેશ રવાના થયા છે. આ કાર્યકર્તાઓ જોનપુર અને મછલીશહર લોકસભા બેઠક પર ભાજપનો પ્રચાર કરશે.ગુજરાતની લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ હવે ઉત્તર પ્રદેશમાં ખરાખરીનો જંગ શરૂ થયો છે. દેશનું સૌથી મોટું રાજ્ય હોવાને કારણે અહીં સૌથી વધુ લોકસભા બેઠકો છે. ગત વખતની ચૂંટણીની જેમ જ આ વખતે પણ લોકસભામાં પરિણામ ભાજપ તરફેણમાં આવે તેના માટે સંગઠનાત્મક રીતે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે લોકસભા વિસ્તારના લોકો સુરતમાં રહેતા હોય તે લોકસભામાં કાર્યકર્તાઓને પ્રચાર પ્રસાર માટે મોકલવામાં આવી રહ્યા છે. યુપીના સૌથી લોકો વધુ સુરતમાં અલગ અલગ લોકસભા બેઠક પ્રમાણે વાહનો અહીંથી પ્રસ્થાન કરી રહ્યાં છે. ગત ચૂંટણીમાં પણ ગુજરાતમાં થઈ રહેલા વિકાસ અને મોદી મોડલને લઈને ઉત્તર પ્રદેશમાં ખૂબ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. તેનું સારું પરિણામ પણ જોવા મળ્યું હતું. સુરતના ઉધના, પાંડેસરા, ગોડાદરા, પર્વત પાટિયા જેવા વિસ્તારમાં યુપીવાસીઓની સંખ્યા લાખોમાં છે. ઉત્તર પ્રદેશમાં અલગ અલગ તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે લોકસભા બેઠકો મુજબ રણનીતિ નક્કી કરવામાં આવી રહી છે. જોનપુર અને મછલીશહર લોકસભા બેઠક પર કરશે પ્રચાર ભાજપના પૂર્વ કોર્પોરેટર યજુવેન્દ્ર દુબેએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા લોકસભા ચૂંટણીના પ્રચાર પ્રસારમાં હવે સુરતની ટીમ પણ કામ કરશે. ગુજરાતની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ સુરતમાં વસતા યુપીવાસીઓ હવે જે જે લોકસભા અને વિધાનસભા વિસ્તારોમાંથી સુરતમાં સ્થાયી થયા છે તેઓ ત્યાં જઈને પ્રચાર કરશે. અમારી ટીમ અંદાજે 25 જેટલી ફોરવ્હીલ ગાડીઓ લઈને રવાના થઈ છે. હજી અલગ અલગ લોકસભા બેઠકો પર કાર્યકર્તાઓને મોકલાશે વધુમાં જણાવ્યું હતું કે, જોનપુર લોકસભા બેઠક ઉપર મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી કૃપાશંકરસિંહ ચૂંટણી લડી રહ્યા છે. તેને બરાબર લગોલગ આવેલી મછલીશહર લોકસભા બેઠક ઉપર પી.વી. સરોજ ચૂંટણી લડી રહ્યા છે. બંને લોકસભા બેઠક ઉપર સુરતના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જિતાડવા માટે પ્રયાસ કરશે. આવનાર દિવસોમાં હજી અલગ અલગ લોકસભા બેઠકો ઉપર પણ આ જ રીતે આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રમાણે તબક્કામાં મતદાન હશે તેના પહેલાં અલગ અલગ લોકસભાની ટીમ ઉત્તર પ્રદેશમાં જઈને પ્રચાર કરશે.  

Suratમાં વસતા UPના નેતાઓ અને કાર્યકરો નવી ઈનિંગ માટે રવાના થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 100થી વધુ નેતા-કાર્યકરો કરશે ઉત્તર પ્રદેશમાં પ્રચાર
  • ઉત્તરપ્રદેશની જોનપુર, મછલીશહર લોકસભા બેઠક માટે રવાના થયા નેતા-કાર્યકરો
  • ભાજપનો પ્રચાર કરવા માટે 25 જેટલી કારના કાફલો નિકળ્યો

દેશમાં કોઈપણ રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે સ્વાભાવિક રીતે જ સુરતથી મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. એટલું જ નહીં પરંતુ સુરતથી કાર્યકર્તાઓની ફોજ અલગ અલગ જિલ્લાઓમાં અને રાજ્યોમાં ઉતારી દેવામાં આવતી હોય છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ હવે ઉત્તર પ્રદેશમાં યોજાનાર લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે ભાજપના કાર્યકર્તાઓએ યુપી તરફ પ્રયાણ કર્યું છે.

સુરત ભાજપના નેતાઓ થયા રવાના

25 ગાડીના કાફલા સાથે ભાજપના કાર્યકર્તાઓ ઉત્તર પ્રદેશ રવાના થયા છે. આ કાર્યકર્તાઓ જોનપુર અને મછલીશહર લોકસભા બેઠક પર ભાજપનો પ્રચાર કરશે.ગુજરાતની લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ હવે ઉત્તર પ્રદેશમાં ખરાખરીનો જંગ શરૂ થયો છે. દેશનું સૌથી મોટું રાજ્ય હોવાને કારણે અહીં સૌથી વધુ લોકસભા બેઠકો છે. ગત વખતની ચૂંટણીની જેમ જ આ વખતે પણ લોકસભામાં પરિણામ ભાજપ તરફેણમાં આવે તેના માટે સંગઠનાત્મક રીતે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે લોકસભા વિસ્તારના લોકો સુરતમાં રહેતા હોય તે લોકસભામાં કાર્યકર્તાઓને પ્રચાર પ્રસાર માટે મોકલવામાં આવી રહ્યા છે.


યુપીના સૌથી લોકો વધુ સુરતમાં

અલગ અલગ લોકસભા બેઠક પ્રમાણે વાહનો અહીંથી પ્રસ્થાન કરી રહ્યાં છે. ગત ચૂંટણીમાં પણ ગુજરાતમાં થઈ રહેલા વિકાસ અને મોદી મોડલને લઈને ઉત્તર પ્રદેશમાં ખૂબ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. તેનું સારું પરિણામ પણ જોવા મળ્યું હતું. સુરતના ઉધના, પાંડેસરા, ગોડાદરા, પર્વત પાટિયા જેવા વિસ્તારમાં યુપીવાસીઓની સંખ્યા લાખોમાં છે. ઉત્તર પ્રદેશમાં અલગ અલગ તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે લોકસભા બેઠકો મુજબ રણનીતિ નક્કી કરવામાં આવી રહી છે.


જોનપુર અને મછલીશહર લોકસભા બેઠક પર કરશે પ્રચાર

ભાજપના પૂર્વ કોર્પોરેટર યજુવેન્દ્ર દુબેએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા લોકસભા ચૂંટણીના પ્રચાર પ્રસારમાં હવે સુરતની ટીમ પણ કામ કરશે. ગુજરાતની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ સુરતમાં વસતા યુપીવાસીઓ હવે જે જે લોકસભા અને વિધાનસભા વિસ્તારોમાંથી સુરતમાં સ્થાયી થયા છે તેઓ ત્યાં જઈને પ્રચાર કરશે. અમારી ટીમ અંદાજે 25 જેટલી ફોરવ્હીલ ગાડીઓ લઈને રવાના થઈ છે.

હજી અલગ અલગ લોકસભા બેઠકો પર કાર્યકર્તાઓને મોકલાશે

વધુમાં જણાવ્યું હતું કે, જોનપુર લોકસભા બેઠક ઉપર મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી કૃપાશંકરસિંહ ચૂંટણી લડી રહ્યા છે. તેને બરાબર લગોલગ આવેલી મછલીશહર લોકસભા બેઠક ઉપર પી.વી. સરોજ ચૂંટણી લડી રહ્યા છે. બંને લોકસભા બેઠક ઉપર સુરતના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જિતાડવા માટે પ્રયાસ કરશે. આવનાર દિવસોમાં હજી અલગ અલગ લોકસભા બેઠકો ઉપર પણ આ જ રીતે આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રમાણે તબક્કામાં મતદાન હશે તેના પહેલાં અલગ અલગ લોકસભાની ટીમ ઉત્તર પ્રદેશમાં જઈને પ્રચાર કરશે.