Rajkot TRP Game Zone: જ્યાં 28 જિંદગી જીવતી હોમાઇ,જુઓ ગેમઝોનનો ડ્રોન Video

રાજકોટ અગ્નિકાંડમાં 28 લોકોના મોત પોલીસે કુલ 7 આરોપીઓ સામે નોંધ્યો ગુનો પરિવાર કરી રહ્યા છે કલ્પાંત રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારની રાત ગોઝારી બની ગઇ. બાળકોને શાળામાં વેકેશન ચાલી રહ્યુ છે. કોઇ પોતાના મામાના ઘરે વેકેશન કરવામાં આવ્યુ હશે તો કોઇ આ ગેમઝોન થકી પરિવારનુ પેટ ભરી રહ્યું હશે. કોઇને સ્વનેય ખ્યાલ નહી હોય કે બે ઘડી મોજ જીવનભરનું દુઃખ આપીને જશે. રાજકોટના ગોઝારા અગ્નિકાંડની આગ તો બુઝાઇ ગઇ પરંતુ મૃતકોના સ્વજનોને દિલ પર જે ગંભીર ઇજા પહોંચી છે તે ક્યારે ભરપાઇ નહી થાય. ગેમઝોનના દ્રશ્યો આવ્યા સામે રાજકોટ ગેમઝોનના એરિયલ દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યોમાં જોઇ શકાય છે કે ખાખ થઇને પડેલુ ગેમ ઝોન, કે જ્યાં શનિવાર સાંજે દરેકના ચહેરા પર સ્માઇલ હતી. કોઇ પોતાના બાળકને રમવા લઇને આવ્યું હતું તો કોઇ ગેમઝોનમાં કામ કરી રહ્યુ હતું. આ એજ ગેમઝોન છે જ્યાં 99 રૂપિયાની સ્કિમ જોઇને લોકોનું ઘોડાપુર ઉમટ્યુ. તેમાં પણ પાછો શનિવાર. પણ આ 99 રૂપિયાની સ્કિમ કેટલાક પરિવારનું આજીવન માટે સ્મિત લઇને ચાલી ગઇ.જવાબદારો સામે થાય કડક કાર્યવાહી  નિયમોને નેવે મૂકીને માત્ર ખિસ્સા ભરવા માટે ઠેર ઠેર બિલાડીની ટોપની ગેમઝોન ઉગી નીકળ્યા છે. આ તો એક જ ઘટના બની, પણ આવા તો અનેક ગેમઝોન હશે જ્યાં ફાયર સેફ્ટીનો અભાવ છે, ફાયર એનઓસી નથી. પણ, પૈસાની લ્હાયમાં લોકોની જિંદગી દાવ પર લગાવવા આ લોકો નીકળી પડ્યા છે. આ તો રાજકોટની આ ઘટનાથી ગેમઝોન સંચાલકોની મનસા છતી થઇ પણ રાજ્યમાં આવા અનેક જાહેર સ્થળો હશે. અનેક એવી જગ્યાઓ હશે જ્યાં નિયમો નેવે મૂકીને માત્ર પૈસા અને એશો આરામની જિંદગી માટે જનહિતની જીવની પરવાહ થતી નથી.  ત્યારે હવે તો તંત્ર પાસે એવી જ આશા કે રાજકોટ ગેમઝોનના જવાબદારો સામે એવી કડ઼ક કાર્યવાહી કરવામાં આવે કે કોઇ બીજો નાની દુકાન ખોલતા પણ સો વાર વિચારે. 

Rajkot TRP Game Zone: જ્યાં 28 જિંદગી જીવતી હોમાઇ,જુઓ ગેમઝોનનો ડ્રોન Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ અગ્નિકાંડમાં 28 લોકોના મોત
  • પોલીસે કુલ 7 આરોપીઓ સામે નોંધ્યો ગુનો
  • પરિવાર કરી રહ્યા છે કલ્પાંત

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારની રાત ગોઝારી બની ગઇ. બાળકોને શાળામાં વેકેશન ચાલી રહ્યુ છે. કોઇ પોતાના મામાના ઘરે વેકેશન કરવામાં આવ્યુ હશે તો કોઇ આ ગેમઝોન થકી પરિવારનુ પેટ ભરી રહ્યું હશે. કોઇને સ્વનેય ખ્યાલ નહી હોય કે બે ઘડી મોજ જીવનભરનું દુઃખ આપીને જશે. રાજકોટના ગોઝારા અગ્નિકાંડની આગ તો બુઝાઇ ગઇ પરંતુ મૃતકોના સ્વજનોને દિલ પર જે ગંભીર ઇજા પહોંચી છે તે ક્યારે ભરપાઇ નહી થાય.

ગેમઝોનના દ્રશ્યો આવ્યા સામે 

રાજકોટ ગેમઝોનના એરિયલ દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યોમાં જોઇ શકાય છે કે ખાખ થઇને પડેલુ ગેમ ઝોન, કે જ્યાં શનિવાર સાંજે દરેકના ચહેરા પર સ્માઇલ હતી. કોઇ પોતાના બાળકને રમવા લઇને આવ્યું હતું તો કોઇ ગેમઝોનમાં કામ કરી રહ્યુ હતું. આ એજ ગેમઝોન છે જ્યાં 99 રૂપિયાની સ્કિમ જોઇને લોકોનું ઘોડાપુર ઉમટ્યુ. તેમાં પણ પાછો શનિવાર. પણ આ 99 રૂપિયાની સ્કિમ કેટલાક પરિવારનું આજીવન માટે સ્મિત લઇને ચાલી ગઇ.

જવાબદારો સામે થાય કડક કાર્યવાહી 

નિયમોને નેવે મૂકીને માત્ર ખિસ્સા ભરવા માટે ઠેર ઠેર બિલાડીની ટોપની ગેમઝોન ઉગી નીકળ્યા છે. આ તો એક જ ઘટના બની, પણ આવા તો અનેક ગેમઝોન હશે જ્યાં ફાયર સેફ્ટીનો અભાવ છે, ફાયર એનઓસી નથી. પણ, પૈસાની લ્હાયમાં લોકોની જિંદગી દાવ પર લગાવવા આ લોકો નીકળી પડ્યા છે. આ તો રાજકોટની આ ઘટનાથી ગેમઝોન સંચાલકોની મનસા છતી થઇ પણ રાજ્યમાં આવા અનેક જાહેર સ્થળો હશે. અનેક એવી જગ્યાઓ હશે જ્યાં નિયમો નેવે મૂકીને માત્ર પૈસા અને એશો આરામની જિંદગી માટે જનહિતની જીવની પરવાહ થતી નથી.  ત્યારે હવે તો તંત્ર પાસે એવી જ આશા કે રાજકોટ ગેમઝોનના જવાબદારો સામે એવી કડ઼ક કાર્યવાહી કરવામાં આવે કે કોઇ બીજો નાની દુકાન ખોલતા પણ સો વાર વિચારે.