Surat: શિષ્યવૃત્તિના નિયમોમાં કોઈ ફેરફાર કરાયા નથી: પ્રફુલ પાનસેરિયા

શિષ્યવૃત્તિ મુદ્દે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન કોઈ પ્રકારની અફવા ના ફેલાય તે મુદ્દે આપ્યું નિવેદન ‘41 લાખ 15 હજાર જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાશે’ સુરતમાં શિષ્યવૃત્તિ મુદ્દે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, શિષ્યવૃત્તિના નિયમોમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા નથી. કોઈ પ્રકારની અફવા ના ફેલાય તે માટે નિવેદન આપવામાં આવ્યું છે. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ શિષ્યવૃત્તિ મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, 41 લાખ 15 હજાર જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવશે. 594.50 કરોડ રૂપિયાની શિષ્યવૃતિ વર્ષ દરમ્યાન આપવામાં આવે છે. ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 43 લાખ 45 હજાર જેટલા છે. જેમને ગણવેશ માટે 900 રૂપિયા આપવામાં આવે છે. જેની વાર્ષિક કિંમત 341 કરોડ જેટલી થાય છે. ભૂતિયા શિક્ષકો મુદ્દે શિક્ષણમંત્રી એક્શનમાં નવસારીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ભૂતિયા શિક્ષકો અંગે જણાવ્યું હતું કે, ભૂતિયા શિક્ષકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવનાર છે. તેમજ શાળાઓમાં ઓરડાઓની ઘટ જોવા મળી રહી છે તે અંગે પણ દરેક શાળા પાસેથી માહિતી મંગાવેલ છે. વધુમાં જણાવ્યું હતું કે, બનાસકાંઠાની પાંચા સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા બહેન વિદેશમાં સ્થાયી થયા છે. જેમને રજા દરમિયાનનો કોઈ પગાર ચુકવવામાં આવ્યો નથી. તેમજ તેમને રજા અંગે નોટીસ પાઠવવામાં આવી છે.

Surat: શિષ્યવૃત્તિના નિયમોમાં કોઈ ફેરફાર કરાયા નથી: પ્રફુલ પાનસેરિયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શિષ્યવૃત્તિ મુદ્દે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન
  • કોઈ પ્રકારની અફવા ના ફેલાય તે મુદ્દે આપ્યું નિવેદન
  • ‘41 લાખ 15 હજાર જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાશે’

સુરતમાં શિષ્યવૃત્તિ મુદ્દે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, શિષ્યવૃત્તિના નિયમોમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા નથી. કોઈ પ્રકારની અફવા ના ફેલાય તે માટે નિવેદન આપવામાં આવ્યું છે.

શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ શિષ્યવૃત્તિ મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, 41 લાખ 15 હજાર જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવશે. 594.50 કરોડ રૂપિયાની શિષ્યવૃતિ વર્ષ દરમ્યાન આપવામાં આવે છે. ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 43 લાખ 45 હજાર જેટલા છે. જેમને ગણવેશ માટે 900 રૂપિયા આપવામાં આવે છે. જેની વાર્ષિક કિંમત 341 કરોડ જેટલી થાય છે.

ભૂતિયા શિક્ષકો મુદ્દે શિક્ષણમંત્રી એક્શનમાં

નવસારીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ભૂતિયા શિક્ષકો અંગે જણાવ્યું હતું કે, ભૂતિયા શિક્ષકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવનાર છે. તેમજ શાળાઓમાં ઓરડાઓની ઘટ જોવા મળી રહી છે તે અંગે પણ દરેક શાળા પાસેથી માહિતી મંગાવેલ છે. વધુમાં જણાવ્યું હતું કે, બનાસકાંઠાની પાંચા સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા બહેન વિદેશમાં સ્થાયી થયા છે. જેમને રજા દરમિયાનનો કોઈ પગાર ચુકવવામાં આવ્યો નથી. તેમજ તેમને રજા અંગે નોટીસ પાઠવવામાં આવી છે.