Tapi: જંગલ વિસ્તારમાં ભારે વરસાદના કારણે કોઝવે ધોવાયો, ગામનો સંપૂર્ણપણે સંપર્ક કપાયો

ભારે વરસાદના કારણે સરકારી તંત્રની પોલ ખોલી ગઈગ્રામજનો દ્વારા હાલ તો જાતે લાકડાનો પુલ બનાવીને કામચલાઉ કામગીરી કરવામાં આવી ગામનો સંપૂર્ણપણે સંપર્ક કપાયો હોવા છતાં કોઈ અધિકારીએ આ ગામમાં આવવાની તસ્દી લીધી નથી 26મી જુલાઈએ રાત્રિ દરમિયાન વરસેલા ધોધમાર વરસાદને કારણે તાપીના વ્યારા તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલા છેવડી ગામે કોતરમાં ભારે વહેણથી કોઝવે ધોવાયો હતો. જેને કારણે ગ્રામજનોને ગામમાંથી બહાર જવા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. લાકડાનો પુલ બનાવીને કામચલાઉ કામગીરી કરવામાં આવી ત્યારે ગ્રામજનો દ્વારા હાલ તો જાતે લાકડાનો પુલ બનાવીને કામચલાઉ કામગીરી કરવામાં આવી છે અને બીજી તરફ ભારે વરસાદના કારણે સરકારી તંત્રની પોલ ખોલી ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા વિકાસના અનેક દાવાઓ કરવામાં આવતો હોય છે, ત્યારે તાપીના આ છેવડી ગામ દેશની આઝાદીના વર્ષો બાદ પણ સરકારી તંત્રની બેદરકારીનો ભોગ બની રહેવા પામ્યું છે. કોઈ અધિકારીએ આ ગામમાં આવવાની તસ્દી લીધી નથી કોઝવેનું ધોવાણ થતાં ગામનો સંપૂર્ણપણે સંપર્ક કપાયો હોવા છતાં કોઈ અધિકારીએ આ ગામમાં આવવાની તસ્દી લીધી નથી. જેને લઈને ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે અને વર્ષોથી દર ચોમાસે ધોવાઈ જતાં આ લો લેવલ કોઝવેની જગ્યાએ પુલ બનાવવાની માંગ ઉઠવા પામી છે. તાપી જિલ્લા વહીવટીતંત્ર આજ દિન સુધી સ્થળ મુલાકાતે ન આવતાં વ્યારા તાલુકાના છેવડી ગામે જંગલ વિસ્તારમાંથી ગામ તરફ જતા રસ્તા ઉપરનો કોઝવેની વરસાદે બિસ્માર હાલત કરી છે. વરસાદી પાણીના વહેણમાં ધોવાણ થતાં વાહન વ્યવહાર સદંતર ઠપ સ્ટ્રક્ચર સહિત કોઝવેને વરસાદી પાણીના વહેણમાં ધોવાણ થતાં વાહન વ્યવહાર સદંતર ઠપ થઈ ચૂક્યો છે. કોઝવેનું ધોવાણ થતાં જનજીવન પર ભારે હાલાકી પડી રહી છે. છેવડી ગામ જંગલ અંતરિયાળ વિસ્તારમાં આવતું ગામ હોય અતિ ભારે વરસાદના લીધે જે નુકસાન થયું એને 10થી વધુ દિવસ પસાર થયા હોવા છતાં આજ દિન સુધી તાપી જિલ્લાના સરકારી તંત્રના અધિકારીઓ સ્થળ મુલાકાતે આવેલા નથી. તંત્રને ગામના લોકોની કોઈ ચિંતા નહીં ગ્રામજનો દ્વારા રાણીઆંબા જુથ ગ્રામ પંચાયતને પણ જાણ કરી છે. તેમ છતાં કોઈપણ નક્કર વૈકલ્પિક રસ્તો કાઢવામાં આવેલો નથી, જેના કારણે ત્યાંના પશુપાલકો, વિદ્યાર્થીઓ, દવાખાને તેમજ રોજગારી અર્થે જતા ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આ બાબતની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલીક અસરથી કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જંગલમાં રહેતા ગ્રામજનો અપેક્ષાઓ રાખી રહ્યા હતા. પરંતુ આજ દીન સુધી સરકારી તંત્ર દ્વારા કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવતા ગ્રામજનો દ્વારા લાકડાના સપોર્ટથી રસ્તા ઉપર દેશી પૂલ બનાવવામાં આવ્યો છે.

Tapi: જંગલ વિસ્તારમાં ભારે વરસાદના કારણે કોઝવે ધોવાયો, ગામનો સંપૂર્ણપણે સંપર્ક કપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભારે વરસાદના કારણે સરકારી તંત્રની પોલ ખોલી ગઈ
  • ગ્રામજનો દ્વારા હાલ તો જાતે લાકડાનો પુલ બનાવીને કામચલાઉ કામગીરી કરવામાં આવી
  • ગામનો સંપૂર્ણપણે સંપર્ક કપાયો હોવા છતાં કોઈ અધિકારીએ આ ગામમાં આવવાની તસ્દી લીધી નથી

26મી જુલાઈએ રાત્રિ દરમિયાન વરસેલા ધોધમાર વરસાદને કારણે તાપીના વ્યારા તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલા છેવડી ગામે કોતરમાં ભારે વહેણથી કોઝવે ધોવાયો હતો. જેને કારણે ગ્રામજનોને ગામમાંથી બહાર જવા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

લાકડાનો પુલ બનાવીને કામચલાઉ કામગીરી કરવામાં આવી

ત્યારે ગ્રામજનો દ્વારા હાલ તો જાતે લાકડાનો પુલ બનાવીને કામચલાઉ કામગીરી કરવામાં આવી છે અને બીજી તરફ ભારે વરસાદના કારણે સરકારી તંત્રની પોલ ખોલી ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા વિકાસના અનેક દાવાઓ કરવામાં આવતો હોય છે, ત્યારે તાપીના આ છેવડી ગામ દેશની આઝાદીના વર્ષો બાદ પણ સરકારી તંત્રની બેદરકારીનો ભોગ બની રહેવા પામ્યું છે.

કોઈ અધિકારીએ આ ગામમાં આવવાની તસ્દી લીધી નથી

કોઝવેનું ધોવાણ થતાં ગામનો સંપૂર્ણપણે સંપર્ક કપાયો હોવા છતાં કોઈ અધિકારીએ આ ગામમાં આવવાની તસ્દી લીધી નથી. જેને લઈને ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે અને વર્ષોથી દર ચોમાસે ધોવાઈ જતાં આ લો લેવલ કોઝવેની જગ્યાએ પુલ બનાવવાની માંગ ઉઠવા પામી છે. તાપી જિલ્લા વહીવટીતંત્ર આજ દિન સુધી સ્થળ મુલાકાતે ન આવતાં વ્યારા તાલુકાના છેવડી ગામે જંગલ વિસ્તારમાંથી ગામ તરફ જતા રસ્તા ઉપરનો કોઝવેની વરસાદે બિસ્માર હાલત કરી છે.

વરસાદી પાણીના વહેણમાં ધોવાણ થતાં વાહન વ્યવહાર સદંતર ઠપ

સ્ટ્રક્ચર સહિત કોઝવેને વરસાદી પાણીના વહેણમાં ધોવાણ થતાં વાહન વ્યવહાર સદંતર ઠપ થઈ ચૂક્યો છે. કોઝવેનું ધોવાણ થતાં જનજીવન પર ભારે હાલાકી પડી રહી છે. છેવડી ગામ જંગલ અંતરિયાળ વિસ્તારમાં આવતું ગામ હોય અતિ ભારે વરસાદના લીધે જે નુકસાન થયું એને 10થી વધુ દિવસ પસાર થયા હોવા છતાં આજ દિન સુધી તાપી જિલ્લાના સરકારી તંત્રના અધિકારીઓ સ્થળ મુલાકાતે આવેલા નથી.

તંત્રને ગામના લોકોની કોઈ ચિંતા નહીં

ગ્રામજનો દ્વારા રાણીઆંબા જુથ ગ્રામ પંચાયતને પણ જાણ કરી છે. તેમ છતાં કોઈપણ નક્કર વૈકલ્પિક રસ્તો કાઢવામાં આવેલો નથી, જેના કારણે ત્યાંના પશુપાલકો, વિદ્યાર્થીઓ, દવાખાને તેમજ રોજગારી અર્થે જતા ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આ બાબતની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલીક અસરથી કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જંગલમાં રહેતા ગ્રામજનો અપેક્ષાઓ રાખી રહ્યા હતા. પરંતુ આજ દીન સુધી સરકારી તંત્ર દ્વારા કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવતા ગ્રામજનો દ્વારા લાકડાના સપોર્ટથી રસ્તા ઉપર દેશી પૂલ બનાવવામાં આવ્યો છે.